મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મહિલા સંચાલિત જુગાર નો અખાડો ઝડપી પાડતી સીટી. બી.સર્વેલન્સ
News Jamnagar January 02, 2021
જામનગર
જામનગર શહેરમાં રાજપાર્ક વિસ્તારના રહેણાંક મકાનમાંથી પત્તા પ્રેમી મહિલાઓને પકડી પાડતી જામનગર સીટી ” બી ” ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર જીલ્લામાં દારૂ – જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા મદદનીશ પોલીસ અધીક્ષક નીતેશ પાંડેય સાહેબની સુચના અને પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધે સાહેબના માર્ગદર્શન મુજબ પો . સબ ઈન્સ કે.કે.પરમાર સાહેબ સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હતા.
તે દરમ્યાન પોલીસ કોન્સ કિશોરભાઇ પરમાર તથા ફૈજલભાઇ ચાવડા ને અગાઉથી | ખાનગી રાહે હકિકત મળેલ હોય કે રાજપાર્ક પાસે , ઓમ રેસીડેન્સી ફ્લેટ નં ૪૦૧ રાજપાર્ક જીલ્લા સેવા સદનની પાછળ રહેતા રીટાબેન વા / ઓ રસીકભાઇ લાલજીભાઇ કુકડીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી ગંજીપત્તાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પોતાના અંગત ફાયદા માટે નાલના રૂપીયા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જે હકીકત મળેલ હોય અને હાલ જુગાર ચાલુ હોય જે આધારે હકીકત વાળી જગ્યાએ આજરોજ સદર મકાનમાં રેઈડ કરતા મકાનમાંથી સાત મહિલાઓ ગોળ કુંડાળું વળી બેસી ગંજીપાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની લેતી દેતી કરી જુગાર રમતા હોય જે તમામ મહિલા આરોપીઓના નામ નીચે મુજબ છે .
( ૧ ) રીટાબેન વા / ઓ રસીકભાઇ લાલજીભાઇ કુકડીયા જાતે પ્રજાપતી કુંભાર ઉ.વ. ૫૦ ધંધો ઘરકામ રહે ઓમ રેસીડેન્સી ફ્લેટ નં ૪૦૧ રાજપાર્ક જીલ્લા સેવા સદનની પાછળ જામનગર ( ૨ ) પ્રવીણાબેન વા / ઓ જગદીશભાઇ રામભાઇ ગઢવી જાતે ગઢવી ઉ.વ. ૪૫ ધંધો ઘરકામ રહે . રાજપાર્ક પાસે , રમણપાર્ક , સાંઇ બાબાના મંદિર પાસે , જામનગર ( ૩ ) રેવાબેન વા / ઓ મોહનભાઇ મગનભાઇ પુજારા જાતે લોહાણા ઉ.વ ૭૪ ધંધો ઘરકામ રહે . પટેલ કોલોની શેરી નં .૫ , પટેલ પંડાવાળાની ગલીમાં , “ આશીષ ” જામનગર ( ૪ ) મનહરના વા / ઓ પ્રવીણસિંહ ચનુભા વાળા જાતે દરબાર ઉ.વ ૫૪ ધંધો ઘરકામ રહે . રામેશ્વરનગર , વિનાયક પાર્ક શેરી નં .૪ , જામનગર ( ૫ ) વર્ષાબેન વા / ઓ પ્રફુલચંદ્ર બાબુભાઇ સોલંકી જાતે સોની ઉ.વ .૬૦ ધંધો ઘરકામ રહે . રણજીતનગર જે -૨૫ , નવો હુડકો , શાકમાર્કેટ પાસે , જામનગર હાલ રહે . કામદાર કોલોની , દેરાસરની સામે , શેરી નં .૭ , જામનગર ( ૬ ) ભારતીબેન વા / ઓ હરેશકુમાર ભોગીભાઇ મહેતા જાતે વાણીયા ઉ.વ .૬૪ ધંધો ઘરકામ રહે . હવાઇ ચોક , નાગર ચકલો , પ્રીતીબેનના દવાખાનાની પાસે , જામનગર ( ૭ ) પુષ્પાબેન વા / ઓફ મનીષભાઇ ઉકાભાઇ ચાવડા જાતે મોચી ઉ.વ. ૫૦ ધંધો ઘરકામ રહે હવાઇ ચોક નાગર ચકલો મોટી હવેલીની બાજૂમા જામનગર વાળાઓને કુલ રોકડા રૂપીયા ૨૩,૬૦૦ / – તથા ગંજીપત્તાના પાના નંગ- પ ૨ કિ.રૂ ૨૦/૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૪ , ૫ મુજબ પો . કોન્સ , શીવભદ્રસિંહ જાડેજાએ ફરિયાદ આપેલ છે અને પો . સબ ઈન્સ કે.વી.ચૌધરી દ્વારા આગળની કાર્યવાહી કરેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024