મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કામદાર વાડી માં ચાલી રહેલ સેલમાં સામાજિક અંતરના નિયમનો થયો ભંગ એસ્ટેટ ખાતા દ્વારા 10 હજારનો ફટકારવામાં આવ્યો
News Jamnagar January 02, 2021
જામનગર
જમનગરમાં પંડીત નહેરૂ માર્ગ પર આવેલ કામદાર વાડીમાં ઘણા દિવસથી સેલ ચાલી રહ્યું હતું. ગઇકાલે ભીડ વધતા સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા હોવાની ફરિયાદને પગલે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના સ્ટાફે દોડી જઇ લોકોની ભીડ વિખેરી હતી અને સેલ બંધ કરાવી આયોજકને રૂા.10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જામનગરના અંબર સિનેમા માર્ગે આવેલ કામદાર વાડીમાં , ઘરેલું ચીજવસ્તુ વગેરેના વેંચાણ માટેનું સેલ શરૂ કરવામાં આવ્યું હતું ગઈકાલે મોડી સાંજે ત્યાં ખરીદી માટે બહોળી સંખ્યામાં લોકો એકત્ર થયા હોવાથી સોશ્યલ ડિસ્ટન્સસનો ભંગ અને અનેક લોકો માસ્ક વગર જ આંટાફેરા કરતા હોવા અંગેની ફરિયાદ મળી હતી. તેથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગના અધિકારીઓ રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી વગેરે ત્યાં દોડી ગયા હતાં.
ત્યાં જાહેર નામાનો ભંગ થતો હોવાનું જોવા મળતા સેલને બંધ કરાવાયું હતું અને સેલ સંચાલકને રૃપિયા ૧૦ હજારનો દંડ ફટકારી એની સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ કરી હતી. માણસોનો ટોળું વધારે હોવાથી તરત જ પોલીસ ને બોલવાની ફરજ પડી હતી અને પોલીસ કાફલો આવી પહોંચતા જ ગ્રાહકોને ત્યાંથી રવાના કરાવી દેવાયા હતાં અને સેલને બંધ કરાવી દેવામાં આવ્યું હતું.સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરાઇ.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023