મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોતાના અપહરણની ખોટી ફરીયાદ દાખલ કરાવડાવી પોલીસને ગેરમાર્ગે દોરનાર ઇસમને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar January 04, 2021
રાજકોટ
અપહરણની ખોટી ફરીયાદ દાખલ કરાવડાવી પોલીસને ગેરમાર્ગે દોરનાર ઇસમને પકડી પાડી સત્ય હકીકત બહાર લાવી ગુન્હાનો ભેદ ઉકેલતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર સાહેબ ઝોન -૧ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા સાહેબ ઝોન – ર તથા મદદનીશ પોલીસ કમિશ્રર કાઇમ ડી.વી.બસીયાસાહેબ નાઓ દ્વારા તા .૩૦ / ૧૨ / ૨૦૨૦ ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર મા બનેલ અપહરણ ના ગુન્હાનો ભેદ ઉકેલવા થયેલ સુચના અન્વયે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એમ. ધાખડા તથા તેમની ટીમના માણસો પ્રયત્સીલ હતા.
તે દરમ્યાન આ ગુન્હામાં ભોગબનનાર કે જેઓએ સદર અપહરણ નો બનાવ ખોટો ઉભે કરેલ હોય તેને મુંબઇ ખાતેથી શોધી લાવી અપહરણ ની ખોટી ફરીયાદ નો ભેદ ઉકેલી આગળની કાર્યાવહી માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે – નામ કરણ પુનાભાઇ ગોગરા જાતે આહીર ઉ.વ. ૨૪ રહે . પ્રજાપતી સોસાયટી શેરી નંબર -૨ , ૪૦ ફુટ રોડ , બાલાજી હોલ પાછળ રાજકોટ – ગુન્હાની વિગત રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન મા તા .૩૦ / ૧૨ / ૨૦૧૭ ના રોજ ફરીયાદી એભલભાઇ પાલાભાઇ ગોગરા જાતે આહીર ઉ.વ. ૨૪ રહે . મવડી માટેલ સોસાયટી શેરી નંબર -૪ રાજકોટ વાળાની ફરીયાદ આધારે પોતાના કાકાના દીકરા કરણ ના મોબાઇલ ફોન માંથી કોઇ અજાણી વ્યકિતનો ફોન આવેલ અને જણાવેલ કે આ ભાઇ ( એટલે કે કરણ ) નો મોબાઇલ ફોન તથા ગાડી અહીયા પડેલ છે અને કોઇ અજાણ્યા ઇસમો તેને છરીના ઘા મારી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી લઇ ગયેલ છે તેમ જણાવેલ હોય અને આ કરણનો ફોન તથા તેનું મોટરસાયકલ મળી આવેલ હોય જે અંગે ફરીયાદી એ અજાણ્યા ઇસમો વિરુધ્ધ અપહરણની ફરીયાદ નોંધાવેલ હતી.
– ગુન્હાની ખરી હકીકત આ કામે જે અપહરણનો ગંભિર પ્રકારનો ગુન્હો હોય જેથી તે ગુન્હો શોધવા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પ્રયત્નશિલ હતી દરમ્યાન આ કામે જેનું અપહરણ થયેલનું ફરીયાદ મા જણાવેલ તે કરણ પુનાભાઇ ગોગરા જાતે આહીર ઉ.વ. ૨૪ રહે . પ્રજાપતી સોસાયટી શેરી નંબર -૨ , ૪૦ ફુટ રોડ , બાલાજી હોલ પાછળ રાજકોટ વાળો મુંબઇ ખાતેથી મળી આવતા જેની પુછ પરછ કરતા પોતે આર્થીક સંકડામણના કારણે કંટાળી ગયેલ હોય અને ઘર મુકીને જતુ રહેવું હોય જેથી પોતેજ તા .૩૦ / ૧૨ / ૨૦૨૦ ના રોજ પોતેજ પોતાના મોટાબાપુના દીકરા એભલભાઇ પાલાભાઇ ગોગરાને પોતાનાજ ફોન માંથી અવાજ બદલીને ફોન કરી ફરીયાદ મુજબની હકીકત જણાવેલ અને મોટરસાયકલ તથા મોબાઇલ કાલાવડ રોડ ઉપર અવધ ના ઢાળીયા પાસે મુકી ત્યાથી રીક્ષા માં બેસી કે.કે.વી. ચોક અને ત્યાથી રીક્ષામાં ગ્રીનલેન્ડ ચોકડી પહોચી ત્યાથી એક અર્ટીકા કાર માં અમદાવાદ ખાતે પહોચી અને અમદાવાદ થી ટ્રાવેલ્સ મા બેસી તા .૩૧ / ૧૨ / ૨૦૨૧ ના રોજ મુંબઇ ખાતે પહોચેલ અને ત્યા હોટલ મા રોકવા માટે જતા કોઇ આઇ.ડી.પ્રુફ નહોય હોટલ મા કોઇએ રૂમ નહી આપતા પરત ટ્રાવેલ્સ માં અમદાવાદ આવેલ અને પોતાની પાસે આધાર કાર્ડ નંબર હોય જેના આધારે અમદાવાદ ખાતેથી આધાર કાર્ડ કઢાવી તથા એક નવો મોબાઇલ ફોન તથા એક સીમકાર્ડની ખરીદી કરી અમદાવાદ એક હોટલ મા રોકાઇ ગયેલ અને બાદ તા .૦૨ / ૦૧ / ૨૦૨૧ ના બપોરના ત્રણ વાગ્યે અમદાવાદ હોટલ માંથી ચેક – આઉટ કરી રાત્રીના આશરે નવેક વાગ્યે ટ્રાવેલ્સ માં અમદાવાદથી મુંબઇ જવા નીકળેલ અને સવારના મુંબઇ પહોચેલ હોય અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સતત તેના પરીવાર તથા ફરીયાદી ના સંપર્ક માં હોય જેની મદદથી મજકુરને મુંબઇ ખાતેથી શોધી લાવી અપહરણ ના ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.કે.ગઢવી તથા પો.સબ.ઇન્સ . પી.એમ. ધાખડા તથા પો.હેડ કોન્સ . મયુરભાઇ પટેલ , અમીતભાઇ અગ્રાવત , વિરેન્દ્રસિંહ ઝાલા , તથા પો.કોન્સ , નગીનભાઇ ડાંગર , કુલદિપસિંહ જાડેજા સંજયભાઇ રૂપાપરા , પ્રદીપસિંહ જાડેજા , જયદીપસિંહ ઝાલા દ્વારા કામગીરી કરવામા આવેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024