મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સખી વન સ્ટોપ સેંટર જામનગર ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ યોજાઇ
News Jamnagar January 04, 2021
જામનગર
જામનગર ગત તા.૦૨ જાન્યુઆરી, જામનગર જીલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને આપાતકાલિન વ્યવસ્થા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ ખાતે મહિલા અને બાળ અધિકારી શ્રી સી.ડી ભાંભી તથા જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી હંસાબેન ટાઢણી માર્ગદર્શન હેઠળ અગ્નિશામક અંગેના સાધનોની મહિલાઓને તાલીમ આપવા માટેનું તા.૨૮-૧૨-૨૦૨૦નાં રોજ આયોજન કરવામાં આવ્યું હતુ. આ તાલીમ અંતર્ગત મહિલાઓને આગના જુદાજુદા પ્રકારોની, આગ બૂઝાવા માટે ક્યા પ્રકારના અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવો તેની સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત આગ લાગવાના સમયે કેવી તકેદારી અને પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી તેની પણ જાણકારી આપવામાં આવી હતી.
આ તાલીમમાં આપાતકાલીન વ્યવસ્થા કેન્દ્રના ચીફ ફાયર ઓફિસર કે.કે બિશ્નોય, જયવીરસિંહ રાણા, ઉમેશ ગામેતી અને બ્રિજરાજસિંહ ચુડાસમા દ્વારા તાલીમ આપાઈ હતી. આ તાલીમમાં “સખી” વન સ્ટોપ સેન્ટર નાં કર્મચારી, પ્રિવેન્ટીવ અને રેસ્ક્યુ હોમના કર્મચારીઓ, અંતેવાસીબહેનો, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, અને મહિલા શક્તિ કેન્દ્રના કર્મચારીઓએ ભાગ લીધો હતો.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024