મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનાથી ફેફસાની બીમારીની શક્યતા ફેફસામાં કોરોનાના સંક્રમણ વિશે રિસર્ચ કરી રહ્યા છે કોવિડ ઓપીડીના નોડલ ઓફિસર ડો.ઇવા ચેટર્જી
News Jamnagar January 04, 2021
કોવિડ ઓપીડીમાં નોંધાયા છે ૫૦ હજાર જેટલા દર્દીઓ
જામનગર તા.૪ જાન્યુઆરી, જી.જી.કોવિડ હોસ્પિટલમાં ઓપીડી કોવિડના નોડલ ઓફિસર અને પલમોનોલોજી(ટીબી-ચેસ્ટ) વિભાગના એસોસીએટ પ્રો. ડો. ઈવા ચેટર્જી ફેફસાના ડૉક્ટર છે. તેઓ ફેફસામાં કોરોનાના સંક્રમણ વિશે રિસર્ચ કરી રહ્યા છે.તેઓ કહે છે કે કોરાનાની સૌથી વધુ અસર ફેફસા ઉપર થાય છે.કોરોના મટી ગયા બાદ, Rtpcr રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લાંબા સમય સુધી કદાચ કાયમ માટે ફેફસા ડેમેજ રહેવાની સંભાવના છે ખરી! મોટાભાગે તો કોરોનાના સામાન્ય દર્દીઓ બાર કે પંદર દિવસમાં સાજા થઈ જતા હોય છે.
પરંતુ કોરોના જતો રહ્યો હોવા છત્તા કેટલાક દર્દીને ફેફસાની બીમારીઓ શરૂ થઇ જતી હોય છે. છાતી-ફેફસાના ડોક્ટરો આવા દર્દીઓની સારવાર ઓક્સિઝન થેરાપીથી કરતા હોય છે.જોકે આવું સાઈઠ વર્ષ ઉપરના સિનિયર સિટીઝન કે ઓબેસીટી, ડાયાબિટીસ, બીપી સહિતની બીમારી ધરાવતા દર્દીઓને થવાની સંભાવના વધુ રહે છે. આ બીમારીને લન્ગ ફાયબ્રાસીસ કહે છે. આવા દર્દી ગમે તેટલા વર્ષ જીવે તો પણ તેના ફેફસા ફરીથી પૂર્વરત કામ નથી જ કરી શકવાના.એવા ૩૦ ટકાથી પણ વધુ દર્દીઓ છે કે જેમને કોરોના જતો રહ્યો હોય છત્તા ફેફસા-હ્ર્દય સહિતની બીમારીઓની સારવાર માટે દિવસો જ નહીં મહિનાઓ સુધી સારવાર માટે વેન્ટિલેટર-ઓક્સિઝન ઉપર રાખવામાં આવે છે.
ડો.ઈવા ચેટર્જી કહે છે કે અત્યાર સુધીમાં ૫૦હજાર જેટલા દર્દીઓ કોવિડ હોસ્પિટલના ઓપીડીમાં આવી ચુક્યા છે. દર્દીની હિસ્ટરી મુજબ તેમનો રેપીડ એન્ટીજન ટેસ્ટ અને rtpcr ની તપાસ થાય છે. કેટલાક સામાન્ય દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ પણ આપવામાં આવે છે. કોવિડ સિવાયના ગભીર હોય તો તેમને આઇસીયુ સહિત સંબધિત વિભાગમાં મોકલવામાં આવે છે. કોવિડ ઓપીડી ચોવીસ કલાક ત્રણ પાળીમાં કાર્યરત હોય છે. સ્ટાફ પણ ત્રણ શિફ્ટમાં દિવસ રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025