મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાં કોવિડ વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજાઇ
News Jamnagar January 05, 2021
જામનગર
કલેકટર ,કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળો પર ડ્રાય રનનું નિરીક્ષણ કર્યું
જામનગર તા.૫ જાન્યુઆરી, જામનગર ખાતે આગામી દિવસોમાં કોવિડ વેક્સિનેશનની કામગીરી સુચારુ રીતે થાય તે માટે આજરોજ ડ્રાય રન યોજાઇ હતી. જામનગર જિલ્લામાં કોવિડ વેકસિનેશન માટે સર્વે, સ્ટોરેજ, કોલ્ડ ચેઇનની વ્યવસ્થાઓ સાથે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે, ત્યારે આગામી દિવસોમાં વેક્સિનેશનની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે આજે વેક્સીનેશનની ડ્રાય રન જિલ્લામાં લાખાબાવળ, ફલ્લા, જાંબુડા, સિક્કા અને વિજરખી તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ, જી.જી. હોસ્પિટલ, કૃષ્ણનગર લાલ સ્કુલ શાળા નંબર ૬૦, ખોજાગેટ સ્કૂલ શાળા નંબર ૨૬ અને નીલકંઠનગર યુ.એચ.સી ખાતે યોજાઇ હતી.
કલેક્ટર રવિશંકર, કમિશનર સતીષ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ દ્વારા સ્થળ પર જઈને ડ્રાય રનનું સંપૂર્ણ અવલોકન કરવામાં આવ્યું હતું. આ ડ્રાય રન દરમિયાન સ્ટાફની પ્રતિબદ્ધતા, વેકસીનેશનની સંપુર્ણ કામગીરી, તત્કાળ નિર્ણયશક્તિ દરેક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી દિવસોમાં યોજાનાર વેકસીનેશન દરમિયાન લોકોને મૂંઝવતા પ્રશ્ન વિશે પણ સ્થળ પરનાં ડોક્ટર, અન્ય કર્મીઓ દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024