મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોરબંદર ખાસ જેલના વચગાળાના જામીન ફરાર કેદીને પકડી પાડતી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ ,
News Jamnagar January 05, 2021
દેવભૂમિ દ્વારકા
પોરબંદર ખાસ જેલના વચગાળાના જામીન ફરાર કેદીને પકડી પાડતી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ , દેવભૂમિ દ્વારકા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિહ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા સુનીલ જોષી સાહેબ નાઓએ કોરોના વાયરસ સંક્રમણ અનુસંધાને અલગ અલગ જેલો દ્વારા વચગાળા જામીન ઉપર કેદીઓને મુકત કરેલ જે મુકત કરેલ કેદીઓનો વચગાળાનો સમય પુરો થતા જેલ ખાતે હાજર થયેલ ના હોય અને ફરાર રહેલ તેવા કેદીઓને તાત્કાલીક પકડી જેલ હવાલે કરવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા સાહેબ નાઓને સુચના કરતા જે અનુસંધાને એલ.સી.બી. – પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો ભાણવડ વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .
તે પેટ્રોલીંગ દરમીયાન પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. કેશુરભાઇ એલ , ભાટીયા અને એલ.સી.બી.ના પો.કોન્સ . જીતુભાઇ મેરામણભાઇ હુણ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે , ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા પાકા કામના કેદી જીતેશ પીઠાભાઇ બગડા નાઓ ભરણ પોષણના આરોપ અનુસંધાને પોરબંદર ખાસ જેલ ખાતેથી તા .૨૯ / ૦૩ / ૨૦૨૦ થી તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ સુધી વચગાળાના જામીન ઉપર મુકત થયેલ મજકુર પાકા કામના કેદીને તા .૦૧ / ૦૧ / ૨૦૨૧ ના બપોરના – ૧૨-૦૦ વાગ્યે હાજર થવાનું હોય પરંતુ પાકા કામના કદી પોરબંદર જેલ ખાતે હાજર થયેલ નહી , ફરાર થઇ ગયેલ તે પાકા કામના કેદી તેના મોરઝર ગામની સીમમાં તેની વાડીએ હોવાની હકીકત મળતા ટીમના માણસોએ તપાસ કરતા મજકુર પાકા કામના કેદી જીતેશભાઇ પીઠાભાઇ બગડા જાતે અનુ.જાતિ ઉવ ૩૦ ધંધો ખેતી રહે , મોરજર ગામની સીમ તા.ભાણવડ જિ . દેવભૂમિ દ્વારકા વાળાને તા .૪ / ૦૧ / ૨૦૨૧ ના કલાક ૧૩/૩૦ વાગ્યે એ.એસ.આઇ. અજીતભાઇ એલ . બારોટનાઓએ હસ્તગત કરી ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ.
આ કાર્યવાહી એલ.સી.બી. , દેવભૂમિ દ્વારકાના PI જે.એમ.ચાવડા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ.અજીતભાઇ એલ . બારોટ , કેશુરભાઇ એલ , ભાટીયા , હેડ કોન્સ . જેસલસીહ જી.જાડેજા , સહદેવસીહ એન.જાડેજા , પો.કોન્સ . જીતુભાઇ મેરામણભાઇ હુણ નાઓ દ્રારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024