મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં તાપમાન નો પારો 9.5 ડિગ્રી રેકર્ડબ્રેક ઠંડી
News Jamnagar January 05, 2021
જામનગર
ગુજરાતમાં હવામાન ખાતાએ પાંચ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી કરી હતી.
જામનગર તા. પઃ ગઈકાલની સરખામણીએ આજે તાપમાનનો પારો એક ડીગ્રી નીચે તરફ સરકતા ઠંડીમાં થોડો વધારો થયો હતો. સાથે જ મહત્તમ તાપમાનનો પારો પણ થોડો નીચે તરફ સરક્યો હતો, જ્યારે ભેજના પ્રમાણમાં વધારો થયો હતો.
ગઈકાલે તાપમાનનો પારો ૧૦.૬ ડીગ્રીએ અટક્યા પછી આજે લગભગ એક ડીગ્રી નીચે તરફ સરકતા ઠંડીનું જોર પણ થોડું વધ્યું હતું. સતત જળવાઈ રહેલા નીચા તાપમાનથી સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યું છે અને લોકોએ ઠંડીમાં રાહત મેળવવા ગરમ વસ્ત્રો તેમજ તાપણાનો સહારો લીધો છે.
કાતિલ ઠંડીના પ્રકોપથી જામનગરનું ધબકતુ જનજીવન પણ થંભી જાય તેવી રેકર્ડબ્રેક ઠંડી પડી રહી છે. જામનગરમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ત્રણ થી ચાર દિવસ કોલ્ડવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે.
જામનગર શહેરમાં છેલ્લા અઠવાડીયા થયા ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે જેને લીધે ઠંડી પણ ખૂબ પડી રહી છે. જેની સીધી અસર જનજીવન ઉપર પડી છે.
જામનગરમાં આજે લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું હતું. તેમજ મહત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 85 ટકાએ પહોંચ્યું છે. પવનની ગતિ પ્રતિ કલાક 3.2 નોંધાઇ છે. બેઠા ઠારને કારણે રાત્રીના સમયે ઠંડીથી ગરીબોની હાલત કફોડી બને છે. આમ જોઇએ તો જામનગર શહેરમાં ભેજનું પ્રમાણ વધતા જ જાકળવાળુ વાતાવરણ સર્જાઇ છે. સુકી હવાના કારણે ઠંડીના લીધે તાવ ઉધરસ શરદીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024