મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત 24 આરોપીઓના જાહેરનામા ભંગના કેસમાં નિર્દોષ છૂટકારો. કોર્ટ નો ચુકાદો
News Jamnagar January 05, 2021
જામનગર તા.5: રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહીત ર4 ને જામનગર ચીફ જયુ. કોર્ટે નિર્દોષ ઠેરવ્યા હતા. સન 2012 ની સાલમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા યુવા કોંગ્રેસમાં હતા ત્યારે જામનગર લાલ બંગલા ચોક વિસ્તારમાં ઘાસચારા સહીતના વિવિધ પ્રશ્ર્ને પોતાના સાથીદારો સાથે દેખાવો કરતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો જે કેસ જામનગર ચીફ જયુ. કોર્ટમાં ચાલી જતા ચીફ જયુ.મેજીસ્ટ્રેટે હાલના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પી.સી. ખેતીયા, મારખીભાઇ વસરા સહીત 21 ને નિર્દોષ ઠેરવ્યા હતા.આ કેસમાં ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા તથા અન્ય આરોપીઓના વકીલ તરીકે મનોજ એમ . અનડકટ , કેતન આશર , રાજેશ એમ . અનડકટ , જયેન્દ્રસિંહ ઝાલા , ભરતસિંહ જાડેજા ( ભાતેલ ) , આનંદ ગોહીલ , હેત એમ . અનડકટ , રોકાયેલ હતા . મનોજ મણીલાલ અનડકટ એડવોકેટ.
ગેરકાયદેસર મંડળી રચી અને જાહેરનામાનો ભંગ કરવા બદલ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા જેતે સમયે કોંગ્રેસમાં હતા.બીજા સહિત કુલ તમામ ૨૪ આરોપીઓનો નિર્દોષ છૂટકારો આ કેસની વિગત એવી છે કે , જામનગર જિલ્લા શહેર યુવા કોંગ્રેસ દ્વારા તા.૩૧-૮-૨૦૧૨ ના કલાક ૧૨-૩૦ વાગ્યે લાલબંગલા સર્કલમાં ભેગા થઈ ગુજરાત રાજય સરકારના ગળાડુબ ભ્રષ્ટ્રાચારોમાં સૌરાષ્ટ્રમાં ઘાસચારાની ભયંકર તંગી છે . પશુઓને ખાવા માટે ઘાસ નથી , જનતાને પીવા માટે પાણી નથી આ સરકારની મેલી નીતી છે તાલુકાદીઠ ઓછામાં ઓછા ચાર ઘાસ ડેપો ખોલવા તથા ગાય માતાના નામે મત મેળવી ગાયોને ભુખે મારવા જેવી નિષ્ફળ કરતુતો ના કારણે હાલની ભાજપ સરકાર ને એક મીનીટ પણ સતા પર રહેવા અધિકાર નથી આ સરકારના રાજીનામાની માંગણી સાથે એકઠા થયેલા યુવા કોંગ્રેસી કાર્યકરો લાલબંગલા સર્કલ થી એક રેલી સ્વરૂપે જામનગર જિલ્લાના મેજીસ્ટ્રેટ સાહેબની કચેરીએ આવી ત્યાં આવેદનપત્ર આપી એકઠા થયેલા હોય જેથીઆ કાર્યકરો સરકારી મિલ્કતને કોઈ નુકશાન ન પહોંચાડે કે તોફાન ન કરે કે બીજી કોઈ મિલ્કતને નુકશાન ન કરે તે માટે જામનગર સીટી ‘ એ ‘ ડિવીઝનના પી.આઈ. વી.જી.રાઠોડ , તેમજ પી.આઈ. જી.એ.સરવૈયા તથા તેમનો જરૂરી સ્ટાફ તથા સીટી ‘ બી ‘ ડિવી . પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એમ. જોશી તથા તેમનો સ્ટાફ જિલ્લા એમ.ઓ.બી. શાખાના અતુલભાઈ વિનોદભાઈ ને વિડીયો શુટીંગ સાથે હાજર રખાવી સવારથી બંદોબસ્તમાં હાજર હતા.
તે દરમ્યાન કલાકે ૧ વાગ્યે યુવા કોંગ્રેસના આગેવાનો અને તેમાં રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા સહિત ( ૧ ) પ્રમુખ પ્રદ્યુમનસિંહ મનુભા જાડેજા ( ૨ ) પ્રેમજીભાઈ ચકુભાઈ ખેતીયા ( ૩ ) ફુલકાન અલીભાઈ શેખ ( ૪ ) મુકેશભાઈ માધવજીભાઈ પરમાર ( ૫ ) મારખીભાઈ લાખાભાઈ વસરા ( ૬ ) આસીફ કાદરભાઈ ( ૭ ) નરેશભાઈ દેવજીભાઈ જાદવ ( ૮ ) હનીફભાઈ હસનભાઈ ( ૯ ) ગીરીશભાઈ નાનજીભાઈ ( ૧૦ ) ઈમરાનભાઈ લાખાભાઈ ( ૧૧ ) હુશેનભાઈ હારૂનભાઈ ( ૧૨ ) ફીરોજભાઈ મુસાભાઈ ( ૧૩ ) ધમરાજસિંહ જયેન્દ્રસિંહ ( ૧૪ ) મહીપાલસિંહ અશોક સિંહ ( ૧૫ ) ગીરીશ રતીલાલ ( ૧૬ ) મોહસીન કાદરભાઈ ( ૧૭ ) જયેશ પ્રેમજીભાઈ ( ૧૮ ) ઈલેશ સુરેશભાઈ ( ૧૯ ) સુરેશભાઈ કરસનભાઈ ( ૨૦ ) ભરત કાળુભાઈ ( ૨૧ ) યોગરાજસિંહ ભરતસિંહ ( ૨૨ ) પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ ( ૨૩ ) ચંદ્રસિંહ ભુપતસિંહ ( ૨૪ ) હાસીફભાઈ કાદરભાઈ આ બધા માણસો ગેરકાયદેસર ટોળા સ્વરૂપે ભેગા થઈ જામનગર કલેકટર કચેરી સામે આવેલ ચોગાનમાં આવી ત્યાં એક સાથે ગુજરાત સરકાર વિરૂધ્ધ અને ત્યાં હલ્લો કરવા લાગતા તેઓ પાસે સરઘસ કાઢવાની પરવાનગી માંગતા પરવાનગી નહીં હોવાનું જણાવતા ઉપરોકત તમામ વ્યકિતઓની ધરપડક કરી અને તેઓને જામનગર સીટી ‘ એ ‘ ડિ.વી. પો.સ્ટે.માં લઈ ગયેલ અને ત્યાં સીટી ‘ એ ‘ ડિવી . ના પી.આઈ. વી.જી.રાઠોડે તમામ આરોપીઓ વિરૂધ્ધ ઈ.પી.કો.કલમ ૧૮૮ તથા ગેરકાયદેસર મંડળીની કલમ ૧૪૩ , ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ મુજબ ગુનો નોંધેલ . અને આ તમામ આરોપીઓની ધરપકડ કરેલ . અને તપાસ કરી આ તમામ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ .
આ કેસ જામનગરની ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી સોની સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો ના સાબીત માની અને જાહેરનામાના ભંગ બદલ તથા ગેરકાયદેસર મંડળી રચવા સબબના ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે . આ કેસમાં ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા તથા અન્ય આરોપીઓના વકીલ તરીકે મનોજ એમ . અનડકટ , કેતન આશર , રાજેશ એમ . અનડકટ , જયેન્દ્રસિંહ ઝાલા , ભરતસિંહ જાડેજા ( ભાતેલ ) , આનંદ ગોહીલ , હેત એમ . અનડકટ , રોકાયેલ હતા . મનોજ મણીલાલ અનડકટ એડવોકેટ.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025