મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હાલારના શિક્ષણવિદોના પ્રશ્ર્ન હલ થતાં સાંસદ પૂનમબેન માડમ અને રાજ્ય સંઘોની રજુઆત ફળી
News Jamnagar January 06, 2021
ખંભાળિયા તા.6
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા તાજેતરમાં પૂર્વ બોર્ડ સદસ્ય રાજેશભાઇ વસરા, મહામંત્રી અરજનભાઈ ગોજીયા અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકના રામદેભાઈ ગોજીયા દ્વારા ગ્રાન્ટેડ શાળાઓના વિવિધ પડતર પ્રશ્નો બાબતે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમને રજુઆત કરવામાં આવી હતી. આ માટે એક આવેદનપત્ર પત્ર પણ આપવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય ત્રણ માંગણીઓ રજૂ કરાઈ હતી.
આ માંગણીઓમાં વર્ષ 2016 પછી નિમણૂક પામેલા શિક્ષણ સહાયકને કાયમી રક્ષણ બાબતે તાજેતરમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિવિધ સંઘોની અને સાંસદની માંગણી સ્વીકારી, અત્યાર સુધીના ભરતી થયેલા શિક્ષક ભાઈ- બહેનોને કાયમી રક્ષણ આપેલ છે.
આ તકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકોએ સાંસદ પૂનમબેન માડમ અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ ચૌધરી તથા ઉ.મા. પ્રમુખ ભરતભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024