મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરની જી.જી.હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા અફડાતફડી મચી જવા પામી.
News Jamnagar January 06, 2021
અંતે તંત્ર દ્વારા મોકડ્રિલ જાહેર કરવામાં આવતા લોકોમાં રાહત જોવા મળી હતી.આ મોકડ્રિલ ના આયોજનમાં અનેક વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
સૌરાષ્ટ્ર ની સૌથી મોટી ગુરુગોવિંદસિંગ હોસ્પિટલમાં હાલ જામનગર ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આજે કોવિડ હોસ્પિટલમાં આગના બનાવની મોકડ્રાઈ યોજવામાં આવી હતી.
જામનગર તા.૦૬ જાન્યુઆરી, જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે આજરોજ ફાયર મોકડ્રીલ યોજાઇ હતી. સવારે ૧૧:૦૬ કલાકે આગ લાગતા તુરંત જ ફાયર માટે કોડ રેડ એક્ટીવેટ કરવામાં આવેલ હતું. ઘટના સ્થળેથી તુરંત જ ૧૧:૦૭ કલાકે સિક્યુરીટી ગાર્ડ નાથાભાઈ માડમ દ્વારા ફાયર ડીપાર્ટમેન્ટને ૧૦૧ ઉપર તથા શમશેર અલી અન્સારી – સિક્યુરીટી સુપરવાઈઝરે ૧૧:૦૭ કલાકે હોસ્પિટલનાં ફાયર સેફટી નોડલ ઓફિસર ને તથા આર.એમ.ઓને જાણ કરવામાં આવેલ હતી તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા ટ્રાએજ વોર્ડમાંથી ૨ દર્દીને રેસ્ક્યુ કરવામાં આવેલ હતા. સિક્યુરીટી સ્ટાફ દ્વારા ૧૧:૧૦ કલાકે ફાયર એક્સ્ટીન્ગ્યુશરથી આગ બુજાવવાનો પ્રયત્ન કરેલ હતો.
૧૧:૧૨ કલાકે ફાયર બ્રિગેડમાંથી ફાયર ફાઈટીંગની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ દરમ્યાન ફાયરની ઘટનાની જાણ નોડલ ઓફિસર તથા આર.એમ.ઓ દ્વારા તબીબી અધિક્ષક , ડીનને કરવામાં આવેલ હતી. ૧૧:૧૩ કલાકે સયુંકત પ્રયાસથી આગ ઉપર કાબુ લેવામાં આવ્યું હતું.અને ૧૧:૧૪ કલાકે રેસ્ક્યુ કરેલ દર્દીઓ અને સ્ટાફ ફાયર એસેમ્બલી પોઈન્ટમાં એકઠા થયેલ હતા. ૧૧:૧૭ કલાકે સમગ્ર મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતી આમ, માત્ર ૧૨ મિનીટમાં સફળતાપૂર્વક મોકડ્રીલ પૂર્ણ કરવામાં આવી હતી.
જીલ્લા કોવીડ હોસ્પિટલમાં ફાયર મોકડ્રીલનું આયોજન જીલ્લા કલેકટર , જીલ્લા પોલીસ અધિક્ષક , જીલ્લા મ્યુનીસીપલ કમિશ્નર , જીલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જીલ્લા સી.એફ.ઓનાં સહકારથી કરવામાં આવેલ હતું.
જેમાં જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી તથા ડીન ડો. નંદીની દેસાઈ, નાયબ તબીબી અધિક્ષક અને ફાયર સેફટી નોડલ ઓફિસર ડો. અજય તન્ના, અને ડો. અમરીશ મેહતા, આર.એમ.ઓ કોવીડ હોસ્પિટલ ડો.અલ્પેશ અગ્રાવત, એ.એચ.એ ડો. સાબીના શેખ અને મયુરી સામાણી તથા હોસ્પિટલનાં અન્ય અધિકારીઓ/ કર્મચારીઓ અને ખાસ કરીને કોવીડ હોસ્પિટલનાં ફાયર ઓફિસર તરીકે નિયુક્ત થયેલ ૬ સિક્યુરીટી ગાર્ડ તેમજ તેઓના સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024