મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ATS સમક્ષ આરોપીઓ બન્યા પોપટ મોટો ખુલાસો : નિશા ગોંડલીયાએ વિરોધીઓને ફસાવવા પોતાની પર ફાયરિંગ કરાવ્યું.
News Jamnagar January 07, 2021
જામનગર
એટીએસના અધિકારીઓ સમક્ષ પકડાયેલા બન્ને આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, જયેશ પટેલ અને યશપાલ જાડેજા સાથે જામનગરના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફ લાલાભાઈ ગોરીયા અને નિશા ગુલાબભાઈ ગોંડલીયાને આર્થિક લેવડદેવડ બાબતે તકરાર હતી. આથી નિશા ગોંડલીયાએ બિલ્ડર જીતેન્દ્ર ગોરીયાને પોતાની પર ફાયરિંગ કરાવવા માટે દબાણ કર્યું હતું.જે મુજબ જીતેન્દ્ર ગોરીયાએ તેના માણસો અયુબ અને મુકેશને સફેદ ઇનોવા ગાડી અને પિસ્તોલ આપી નિશા બહેન જામખંભાળીયા આરાધના ધામ સિદ્ધિ હોટલ પર પોતાની વરના કારમાં જમવાનું લેવા જાય ત્યારે ફાયરિંગ કરવા સૂચના આપી હતી.
ગુજરાત એટીએસની ટીમે બે આરોપીને ઝડપી લેતા નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. પકડાયેલા આરોપીઓએ ખુલાસો કર્યો છે કે, વિરોધી જયેશ પટેલ અને યશપાલ જાડેજાને ફસાવવા માટે નિશા ગોંડલીયાએ બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફ લાલાભાઈ ગોરીયાને કહી પોતાની પર ફાયરિંગ કરાવ્યું અને આરોપ જયેશ પટેલ અને યશપાલ જાડેજા પર નાંખ્યો હતો.
ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસસોજીની ટીમે ઉજાલા સર્કલ એસજી હાઇવે પરથી બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફ લાલાભાઈ ગોરીયાના ડ્રાઈવર અયુબ અબ્બાસ દરજાદા (ઉં,36)રહે, લીમડા લાઈન શેરી નંબર 1 દાવડા મેન્સન, ગુરુદ્વારા પાસે, જામનગર અને મુકેશ ઉર્ફ મુકેશ સિંધી જાનીભાઈ શર્મા (ઉં,39)ની ફાયરિંગમાં વપરાયેલી કાર, પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024