મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઠેબા નજીક ગમખ્વાર અકસ્માત 2 ના કમકમાટી ભર્યા મોત 6 જેટલા લોકો ને ઇજા
News Jamnagar January 07, 2021
જામનગર
જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર આવેલી ઠેબા ચોકડી પાસે આજે સવારેઆશરે 11વગે વાગ્યેજીજે-૧૦-સીએન-૨૨૬૨ નંબરની ઈકો મોટર અને જીજે-૧૦-ટીટી-૯૦૯૪ નંબરના રિક્ષા છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો .
જામનગર નજીક ગમખ્વાર અકસ્માત જેમાં 2 ના મોત 6 ઘાયલ થયા હતા ઠેબા બાયપાસ ચોકડી પાસે વાહન અકસ્માત માં 2ના ઘટના સ્થળે મોત નિપજયા અને છકડા રીક્ષામાં સવાર 6 લોકો ને ગંભીર ઇજા ઘટના સ્થળે 108 ની ટીમ દોડી ઘાયલો નેજી.જી. હોસ્પિલ્ટ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.
છકડો વીજરખીથી જામનગર તરફ આવી રહી હતી જયારે ઠેબા ચોકડી પાસે પહોંચ્યો ત્યારે સામેથી ધસી આવેલી ઈકો મોટર અથડાઈ હતી. સાંકડા રોડ પર એકદમ સામે જ આવી ગયેલી ઈકો મોટરથી ટકકર થતી બચાવવા છકડાચાલક પ્રેમજીભાઈએ પ્રયત્ન કર્યો હતો પરંતુ ઈકો અથડાતા જ છકડો રોડ નીચે ઉતરી બાવળના ઝૂંડમાં ઘુસી ગયો હતો અને છકડામાં મુસાફરી કરતાં તમામ વ્યક્તિઓની ચીચીયારીથી રોડ ગાજી ઉઠ્યો હતો.
અકસ્માત વેળાએ ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો થંભવા લાગ્યા હતાં જેમાંથી કોઈએ ૧૦૮ ને જાણ કરતાં એમ્બ્યુલન્સ ધસી આવી હતી. સ્થળ પર હાજર લોકોએ છકડામાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની તજવીજ શરૂ કરી દીધી હતી. રિક્ષામાંથી તેના ચાલક પ્રેમજીભાઈ જેસાભાઈ અને તેમના પત્ની કવિબેન ગંભીર ઈજા થવાથી મૃત્યુ પામેલા કાઢી શકાયા હતા જયારે નશરીનબેન, સહેનાઝબેન, ઝોયા, આરજુબેન, રોશનબેન અને નંદલાલ કણસતા જોવા મળ્યા હતાં. તે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.
બનાવની જાણ થતાં પીએસઆઈ બી.એસ. વાળા, સ્ટાફના શૈલુભા વગેરે સ્ટાફ ધસી આવ્યા હતાં. પોલીસે બન્ને મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ કરવા ઉપરાંત રોકાઈ ગયેલો ટ્રાફિક પણ ચાલુ કરાયો હતો. અકસ્માતમાં ઈકો મોટરનો આગળનો ભાગમાં નુકશાન થયું હતું જો કે, તેનું ડ્રાઈવીંગ કરી રહેલાં વ્યક્તિને વધુ ઈજા થઈ નથી.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024