મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોનાની મહામારીને નાથવાના સ્વાસ્થ્ય યજ્ઞમાં બ્લડબેંકનું અનોખુ યોગદાન પ્લાઝમાનું દાન બ્લડ બેંકમાં કરવામાં આવે છે
News Jamnagar January 07, 2021
જામનગર
પ્લાઝમાનું દાન જી.જી. હોસ્પિટલની સરકારી બ્લડ બેંકમાં કરવામાં આવે છે. ટ્રાન્સફયુશન મેડિસિન વિભાગના પ્રો. અને વડા તથા બ્લડ બેંકના વડા ડો.જીતેન્દ્ર વાછાણી છે. તેમજ આ જ વિભાગના એસોસીએટ પ્રો.ડો.શ્વેતા ઉપાધ્યાય છે. આ બંનેના માર્ગદર્શન અને વડપણ હેઠળ પ્લાઝ્મા ડોનેટની સુવ્યવસ્થિત કામગીરી બ્લડ બેંકમાં કરવામાં આવી રહી છે. જેથી કોવિડના દર્દીઓને પ્લાઝ્મા થેરાપીથી સફળતાપૂર્વક સારવાર આપી શકાઇ છે. આ ઉપરાંત બ્લડબેન્ક ઓફિસર પિયુષ ચુડાસમા તેમજ રેસિડન્ટ ડોકટર્સની ટીમ દ્વારા કોવિડના દર્દીઓની પ્લાઝ્માની તમામ જરૂરિયાત પૂરી પડે એવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
બ્લડ બેંકના તબીબોના માર્ગદર્શન હેઠળ યોગ્ય દર્દીઓ પાસેથી પ્લાઝમાનું દાન મેળવી જરૂરિયાતવાળા દર્દીઓને પ્લાઝ્મા આપવામાં તો આવે જ છે જ પરંતુ તે ઉપરાંત તેઓ તમામ પ્લાઝ્મા દાતાઓના તમામ શારીરિક પરિક્ષણો કરવા ઉપરાંત નામ-સરનામા સહિતનો રેકોર્ડ પણ રાખે છે, જેથી જરૂર પડ્યે આ દાતાઓનો ફરીથી લાભ લઇ શકાય. આ ઉપરાંત તેઓ અન્ય દર્દીઓને દાન કરવા પ્રેરિત કરે છે. બ્લડ બેંક આ કાર્યનો વ્યવસ્થિત પ્રચાર પણ કરે છે. આમ કોરોનાની મહામારીને નાથવાના આ સ્વાસ્થ્ય યજ્ઞમાં બ્લડ બેંકે એ પોતાનું અનોખુ યોગદાન આપ્યુ છે.
આ વિશે ડો.જીતેન્દ્ર વાછાણી કહે છે કે કોવિડની સારવાર માટે કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓનું પ્લાઝ્મા મદદરૂપ થાય છે એવી ગાઈડલાઈન આવતા જી.જી.હોસ્પિટલની બ્લડબેન્ક તરફથી એ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવેલી. કોવિડ રિકવરી થયેલા દર્દીઓની માહિતી પરથી કાઉન્સેલર એમને ફોન કરી, એમની તબિયત પૂછી, જેઓ સ્વસ્થ હોય એમને પ્લાઝમા ડોનેશન માટે સમજાવતા હતા. ત્યારબાદ પ્લાઝમા ડોનેશન અંગે લોકજાગૃતિ આવતા અત્યાર સુધી કુલ ૨૧૫ ડોનર્સ દ્વારા પ્લાઝ્મા ડોનેશન અમારી બ્લડ બેંકમાં કરવામાં આવ્યુ હતું. જેનાથી કોરોનાના ૩૯૦ દર્દીઓને પ્લાઝ્મા આપવામાં આવ્યુ હતું.
ડો.શ્વેતા ઉપાધ્યાય કહે છે કે, પ્લાઝ્મા ડોનેશન ઓટોમેટિક એફેરેસિસ મશીન દ્વારા અથવા મેન્યુઅલી રક્તમાંથી પ્લાઝ્મા છૂટું પાડીને કરી શકાય છે. એફેરેસિસ પ્લાઝ્મા ૪૦૦-૫૦૦ મિલી જેટલું જેમાંથી ૨ દર્દીઓને પ્લાઝ્મા આપી શકાય છે, આ રીતે દાન કરનાર દાતા ૧૫ દિવસ બાદ ફરીથી પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે.
એલઆઇસીના ડેવલપમેન્ટ ઓફિસર નિતિનભાઇ સોનૈયાએ પાંચવાર પ્લાઝમાનું અને ડો.અખિલેસ મહેતાએ ત્રણ વાર પ્લાઝમાનું દાન કર્યુ છે. અમારો સ્ટાફ કોરોનામાં સતત નિષ્ઠાથી ફરજ બજાવતો હતો જેમાં જેકસનભાઇ જેઠવા કોરોનાગ્રસ્ત બન્યા હતા. બાદમાં સાજા થઇને ફરી ફરજ બજાવી રહયા છે.તેમ ડો.શ્વેતાએ જણાવ્યું હતું.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024