મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નાર્કોટીક્સ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રિપુટીને પકડી પાડતી એસ.ઓ.જી.
News Jamnagar January 08, 2021
જામનગર
જામનગર એસ.પી.દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામ લક્ષી કામગીરી કરવા બાબતે કાર્યવાહી કરવા સૂચના કરતા તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાં તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી નાઓના નેતૃત્વ વાળી ટીમના પો . હેડ કોન્સ . દીનેશભાઈ સાગઠીયા તથા પો.કોન્સ . સંજયભાઈ પરમારને મળેલ ખાનગી બાતમી આધારે કાલાવડ નાકા બહાર , રંગમતી સોસાયટી જામનગરમાં રહેતા.
( ૧ ) ઈસ્તીયાઝ જુસબભાઈ ખેરાણી તથા ( ૨ ) તોહીદ હનીફભાઈ ખલીફા તથા ( 3 ) સલીમ કરીમખાન લોદીન રહે . ત્રણેય કાલાવડ નાકા બહાર જામનગર વાળાઓ ગેર કાયદેસર કેફી પદાર્થ એફેડ્રોન ડ્રગ્સ પાવડર પોતાના મકાને રાખી વેચાણ કરે છે . જેથી રેઇડ કરતા ઉપરોકત ત્રણેય ઈસમો મેસેડોન ડ્રગ્સ પાવડર લાવી વેચાણ કરતા હોય મજકુર ઈસમ ઈન્ડીયાઝ જુસબ ખેરાણી ના કબજામાંથી ગે.કા. પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ ૫૨ ગ્રામ કી.રૂા . ૫,૨૦,૦૦૦ / – તથા અન્ય મુદામાલ મળી કી.રૂા .૫,૯૧,૦૭૦ / – સાથે પકડેલ અને પુછપરછ દરમ્યાન આ માલ તે મુંબઈથી લાવેલનું જણાવેલ હોય જેથી ત્રણેય ઈસમો વિરૂધ્ધ સીટી એ ડીવી . પો.સ્ટ , એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે .
આ કાર્યવાહી પો.ઇન્સ . એસ.એસ.નીનામા તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024