મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ફોન-પે એપથી ટ્રાન્ઝેકશન કરી ત્રીસ હજારનું ફ્રોડ આચરવામાં આવ્યું
News Jamnagar January 08, 2021
દેવભૂમિ દ્વારકા
દ્વારકામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ખાતાધારકના ખાતામાંથી અજાણ્યા ઈસમે એક દિવસમાં ફોનથી પાંચ પાંચ હજારના છ ટ્રાન્ઝેકશન કરી ત્રીસ હજારનો ફ્રોડ આચરવા અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાઈ દાખલ.
દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ પોલીસ ફરીયાદ અનુસાર દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા સંજયકુમાર બી. સાહુ નામના નોકરીયાતના દ્વારકા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ખાતામાંથી ગત 29મી ડીસેમ્બર 2020ના રોજ કોઈ અજાણ્યા શખ્સે ફોન પે એપ્લીકેસનની મદદથી ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી પાંચ પાંચ હજારના 6 ટ્રાન્ઝેકશનની મદદથી કુલ 30,000 રૂપિયા ઉપાડી લીધહેલા, બાદમાં ફરીયાદીને આ અંગે જાણ થતા તેઓએ ઓનલાઈન ચેક કરતા 30,000 રૂપિયા ઉપડી ગયાનું જણાતા સ્થાનીક બેંક અધિકારીને આ અંગે જાણ કરતા તેમની સલાહ અનુસાર દ્વારકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી થવા સબબ ધોરણસરની ફોજદારી ફરીયાદ નોંધાવી હતી. દ્વારકા પોલીસે આઈપીસી કલમ 406, 417, 420, 120 બી, તેમજ સાઈબર ક્રાઈમ મુજબ ફરીયાદ નોંધી હતી. આ અંગે આગળની તપાસ દ્વારકા પોલીસ ચલાવી રહી છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024