મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોંગ્રેસના પીઢ નેતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 93 વર્ષની વયે નિધન
News Jamnagar January 09, 2021
શોક સમાચાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના નિવાસસ્થાને જઇને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું – સામાજિક-આર્થિક રીતે નબળા લોકો માટે ચિંતિત હતા
કેન્દ્રમાં વિદેશમંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી,
4 વખત ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહી ચૂક્યા હતા
તેમના નિધનથી કોંગીજનોમાં શોકની લાગણી છવાઈ
29 જુલાઈ 1927ના રોજ જન્મેલા માધવસિંહે કેન્દ્રમાં વિદેશમંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી,
તેઓ 1980માં ગુજરાતમાં સત્તામાં આવેલા.
તેમના પુત્ર ભરતસિંહ સોલંકી પણ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હતા.
તેમના નિધનથી કોંગીજનોમાં શોકની લાગણી છવાઈ છે.
માધવસિંહ સોલંકી ના આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે
પાર્થિવદેહ ને કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે લવાશે
પાર્થિવ દેહના અંતિમદર્શન માટે પ્રદેશ કાર્યાલય લવાશે
કાર્યકર્તાઓ અંતિમ દર્શન માટે પ્રદેશ કાર્યાલય આવી શકશે
માધવસિંહ સોલંકી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધનથી ગુજરાતનો એક ચમકતો સિતારો અસ્ત થઇ ગયો છે. માધવસિંહ સોલંકી બહુમુખી પ્રતિભાના માલિક હતા અને તેથીજ તેમણે વકીલાત અને પત્રકારત્વમાં પોતાની પ્રતિભા ઝળકાવી રાજકારણમાં પ્રવેશ કર્યો. શ્રી સોલંકી ગણોતધારાના કુશળ વકીલ હતા અને ગુજરાતમાં ગણોતધારાના જેટલા પુસ્તકો બહાર પડ્યા છે તેમાંથી બહુ મોટા પ્રમાણમાં તેમના દ્વારા લખવામાં આવ્યા છે અથવા તો તેની પ્રસ્તાવના તેમણે લખી છે.
માધવસિંહ સોલંકીએ ગુજરાતમાં 1980માં 147 સીટ અને 1985માં 149 સીટ જીતી એક રેકોર્ડ કર્યો છે અને તે હજુ અકબંધ છે. તેવી જ રીતે શ્રી સોલંકી ગુજરાતના પહેલા મુખ્યમંત્રી હતા જેમણે પાંચ વર્ષની ટર્મ પુરી કરી હોય. માધવસિંહ સોલંકી 1957થી 1984 સુધી ભાદરણ મતવિસ્તાર થી સતત ચૂંટાયા હતા. 1980માં 147 સીટ જીત્યા બાદ તેઓ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રોટોકોલ પ્રમાણે તેઓ કોંગ્રેસ અધ્યક્ષા ઇન્દિરા ગાંધી પાસે કેબિનેટનું લિસ્ટ લઈને ગયા. ઈન્દિરાજી ટાઈમ મેગઝીન વાંચતા હતા અને માત્ર એટલું પૂછ્યું – સનત મહેતા કો વિત્ત મંત્રી બનાતે હો ના? અને લિસ્ટ વાંચ્યા વગર જ કેબિનેટ રચના માટે અનુમતિ આપી દીધી. એક વાત ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકી ઉપર ઇન્દિરા ગાંધીને ભારોભાર વિશ્વાસ હતો અને તેથીજ તેમણે પ્રણવ મુખરજી અને પી શિવશંકરને ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. એ જમાનામાં રાજ્યસભામાં ચૂંટવા માટે એવી જોગવાઈ હતી કે ઉમેદવાર જે તે રાજ્યનો મતદાર હોવો જોઈએ. માધવસિંહએ પ્રણવ મુખરજીને અમદાવાદમાં અને પી શિવશંકરને મોટા લીલીયાના મતદાર તરીકે નોંધણી કરાવી અને પછી તેમનું ફોર્મ ભરાવ્યું હતું. માધવસિંહનો આવો દબદબો હતો. લોકસભાની ચૂંટણીમાં 1980માં 25 બેઠક અને 1984માં 24 બેઠક જીતી તેમની ગુજરાતમાં રહેલી લોકપ્રિયતાનો પરિચય આપ્યો હતો. માધવસિંહ સાહિત્યના જીવ હતા અને તેથી જ શેખાદમ આબુવાલા તેમને તુંકારે બોલાવતા છતાં તે સ્વીકારી લેતા હતા.
માધવસિંહ સોલંકી ગુજરાતના ઊંડા અભ્યાસુ હતા અને તેમણે વાડીનાર બંદરને કંડલા પોર્ટ ટ્રસ્ટથી અલગ કરવા કેન્દ્રમાં ખૂબ રજૂઆત કરી હતી અને તે માટે તેમણે પોતે એક ડોઝિયર બનાવ્યું હતું. દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક કોરિડોરના વિકાસમાં માધવસિંહભાઈનો સિંહ ફાળો છે. તેઓ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના લગભગ બધા નિગમોના ચેરમેન કોઈ રાજકીય નેતા નહીં બલ્કે સનદી અમલદારો રહેતા હતા. તેથીજ માધવસિંહભાઈ દ્વારા ગુજરાતનો ઔદ્યોગિક અને બહુઆયામી વિકાસ સરકારી નીતિ અને નાણાંથી થયો હતો.
માધવસિંહ સોલંકીને હાર્દિક શ્રદ્ધાંજલિ.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025