મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઓનલાઇન લોન અપાવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગના સ્કેન્ડલનો પર્દાફાશ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
News Jamnagar January 09, 2021
રાજકોટ
નોંધઃ- રાજકોટ શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવા કોઇ ફાઇનાન્સીયલ ફ્રોડ અંગે કોઇ નાગરીક ભોગ બનેલ હોય તો ત્વરીત રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરે . ( વી . કે . ગઢવી ) પોલીસ ઇન્સ્પેકટર , ડી . સી . બી . પો.સ્ટે . રાજકોટ શહેર સંપર્ક કરે.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે મધ્યમ વર્ગના લોકોને ઓનલાઇન લોન અપાવી જેમાં નિયમ ઉપરાંતનો ચાર્જ લઈ તેઓની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગને પકડી સ્કેન્ડલ નો પર્દાફાશ કરેલ હતો તે તમામ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા ગરીબ અને નિરક્ષર લોકોને સ્મોલ ફાઇનાન્સ કંપનીઓમાંથી ઓનલાઇન બેંક લોન કરાવી આપી લોન ચાર્જના નામે તગડી રકમની છેતરપીંડી કરતા ઇસમોને પકડી કૈાભાંડનો પર્દાફાસ કરતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ તાજેતરમાં હેદરાબાદ ખાતે ચાઇનીઝ એપ્લીકેશન લોન સ્કેમનો બનાવ બનવા પામેલ હતો જેમાં ચાઇનીઝ આરોપીની હેદરાબાદ પોલીસે ધરપકડ કરી ૨૧૦૦૦ કરોડ લોન સ્કેમનો પર્દાફાશ થયેલ છે .
જે બાબતે રાજકોટ શહેર વિસ્તારમાં આવા ફાઇનાન્સીયલ સ્કેમ બાબતે જરૂરી તકેદારી રાખવા અને આવી કોઇ બાબતે ધ્યાન ઉપર આવે તો તાત્કાલીક જરૂરી પગલા લેવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબે સુચના કરેલ હતી . જે અંગે સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા સાહેબ ઝોન -૧ તથા શ્રી જાડેજા સાહેબ ઝોન -૨ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાનાઓએ ઉપરોકત બાબતે હકિકત મેળવી કાયદેસર કાર્યવાહી કરવા અમોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ હતી .
જેથી આ બાબતે ડી.સી.બી. પો.સ્ટેના પો.સબ ઇન્સ . એમ.વી.રબારી અને તેની ટીમને કાર્યરત કરવામાં આવેલ જે દરમ્યાન ગત તારીખ ૦૨/૦૧/૨૦૨૧ ના રોજ પો.સબ ઇન્સ . એમ.વી.રબારીની ટીમના પો.હેડ કોન્સ . પ્રતાપસિંહ ઝાલા અને પો.કોન્સ . પુષ્પરાજસિંહ જાડેજાનાઓને બાતમીદાર મારફતે હકિકત મળેલ કે લક્ષ્મીનગર -૧ પાસે , ક્રિષ્ના પ્લાઝા કોમ્લેક્ષ પ્રથમ માળે નાનામવા રોડ રાજકોટ ખાતે ઓફીસ ધરાવતા જીગ્નેશ પરમાર અને રવિ પરમાર ઉપરોકત મુજબ લોનની જરૂરીયાત વાળા ગરીબ લોકોને જે તેના મોબાઇલ ફોનમાં ફાઇનાન્સ કંપનીની એપ્લીકેશન ઓપરેટ કરાવી આઇડી અને પાસવર્ડ મેળવી મંજુર થયેલ લોનમાંથી તગડી રકમની જીંતરપીંડી કરતા હોવાની હકિકત મળેલ હતી જે આધારે તારીખ ૦૨/૦૧/૨૦૨૧ ના રોજ ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા જીગ્નેશભાઇ પરમાર , રવિભાઇ પરમાર તથા મહેન્દ્રભાઇ કુમાવત મળી આવેલા હતા અને ઓફીસમાં લોનની જરૂયાત વાળા ગરીબ અને અભણ લોકોની લોન લેવા માટેની હાજરી મળી આવેલ હતી . જે બાબતે અત્રેના પો.સ્ટેશનમાં જાણવા જોગ એન્ટ્રી નંબર ૦૧/૨૦૨૦ તારીખ ૦૨/0૧/૨૦૧૧ થી રજીસ્ટર કરી આ બાબતે વધુ તપાસ પો.સબ ઇન્સ . એમ.વી. રબારીએ કરેલ હતી . જે દરમ્યાન નીચે જણાવેલ નામ વાળા ઇસમો વિરૂધ્ધ ગુનાહિત પ્રવુતિ જણાતા ગરીબ લોકોને લોન અપાવી તેમાંથી તગડી રકમની છેતરપીંડી કરવાના કૈભાંડનો પર્દાફાશ કરવામાં આવેલ છે .
પકડાયેલા આરોપીઓઃ ( ૧ ) પ્રતિક ઉર્ફે જીગ્નેશ મહેશભાઇ પરમાર જાતે રજપુત ઉવ ૩૪ ( ર ) રવિ મહેશભાઇ પરમાર જાતે રજપુત ઉવ . ૩૨ બન્ને રહે . રેલનગર માધવ બંગલોઝ નં . ૪ રાજકોટ ( ૩ ) મહેન્દ્ર કુફાભાઇ કુમાવત જાતે મારવાડી ઉવ . ૩૦ રહે મોરબી રોડ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી રંગોલી બેકરીની પાછળ રાજકોટ ( ૪ ) શૈલેષભાઇ ઉર્ફે સાન જેતીલાલ પીઠડીયા રહે દેવ આશિષ સોસાયટી બ્લોક નં ૫૯ રાંદેર રોડ સુરત.
આરોપીઓ ઓનલાઇન નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવા ગ્રાહકોના મોબાઇલ / બેંક પાસબુક પોતાની પાસે જ રાખી લઇ બીજા દીવસે પરત આપતા લોન ઇચ્છુક ગ્રાહકો જયારે લોન લેવા માટે આવે તે વખતે ગ્રાહકોએ જે તે બેંકમાંથી કરેલા નેટબેંકીગનો ઉપયોગ કરી પૈસા ટ્રાન્સફર કરવા ગ્રાહકનો મોબાઇલ ફોન અને બેંક પાસબુક , આધારકાર્ડ , પાનકાર્ડ વિગેરે ડોકયુમેન્ટસ પોતાની પાસે રાખી લઇ લોન મંજુર થઇ અને રૂપીયા ટ્રાન્સફર થઇ ગયા બાદ ડોકયુમેન્ટ પરત આપતા અને લોન મંજુર થઇ ગયા બાદ લોનના હપ્તા ઓટો ઇસીએસ થી થતા હોય જેથી કોઇ જવાબદારી રાખતા ન હતા . . આરોપીઓ કોઇ બેંક કે ફાઇનાન્સ કંપનીના ઓથોરાઇઝડ ન હોવા છતાં લોન મંજુરીનું કમીશન લઇ છેતરપીંડી કરતા લોન આ કામના આરોપીઓ કોઇ બેંક કે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ કે એજન્ટ તરીકેની ઓથોરીટી નહી હોવા છતાં માત્ર ઓનલાઇન ફાઇનાન્સ કંપનીની મોબાઇલ એપ ઓપરેટ કરી કરાવી ગ્રાહકોની જાણ બહાર ૩૦ થી ૩૫ હજાર જેટલી રકમ મેળવી લઇ ગ્રાહકોને લોન પ્રોસેસ ફી ગણાવી છેતરતા . જે બાબતે જે તે લોન ઇશ્ય કરનાર બેંક કે ફાઇનાન્સ કંપની આ બાબતથી અજાણ છે . – કૈભાંડનો મુખ્ય સુત્રધાર શૈલેષે સુરત ખાતે પ 00 થી વધુ લોકો સાથે કૅતરપીંડી કરેલ છે . આરોપી શૈલેષભાઇ પીઠડીયાનાઓ કતારગામ સુરત ખાતે સાનવી એન્ટરપ્રાઇઝ નામની ઓફીસ ધરાવી ૫૦૦ થી વધુ લોકોને ઓનલાઇન તાત્કાલીક લોન અપાવી લોન ગ્રાહકોના હકકના નાણાની માતબર રકમની છેતરપીડી કરવામાં આવેલ છે આરોપીઓના બેંક એકાઉન્ટસ ફિજીંગ કરાવવા કાર્યવાહી કરવામાં આવી .
આ કામના આરોપીઓ ગ્રાહકો પાસેથી ઓનલાઇન પોતાના ખાતામાં રૂપિયા જમા કરતા હોય જેથી જે તમામ આરોપીઓના બેંક એકાઉન્ટસ ફિજીંગ કરાવવા કાર્યવાહી કરવામાં આવેલ છે . તેમજ આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ એનાલાઇઝડ કરવામાં આવેલ છે . જેથી ભોગબનનારના નાણાં જે તેને પરત મળી શકે . આ કામે ડી.સી.બી. પો.સ્ટેશન ગુ.ર.નંબર ૧૧૨૦ ૮૦૫૫ ૨૧૦૦૦૪/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૦૬ , ૪૨૦ , ૧૨૦ બી , ૩૪ વિગેરે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે . અને આ કામે રાજકોટ ખાતે કુલ ૬૦ થી ૭૦ અને સુરત ખાતે ૫૦૦ થી વધુ ઇસમો ભોગ બનેલાનું ફલીત થયેલ છે . આ બાબતે તાજેતરમાં ફાઇનાન્સીયલ ફ્રોડ અંગેની તાલીમ લઇ આવનાર સાઇબર સેલના પો.સબ ઇન્સ . જે.કે.ગઢવીની ગુનાની તપાસ બાબતે જરૂરી મદદ લેવામાં આવેલ છે . છે આ કામગીરી કરનાર અધી . / કર્મચારીઓ : પો.ઇન્સ . વી.કે.ગઢવી તથા પો.સબ.ઇન્સ . એમ.વી.રબારી , એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ એમ . પરમાર , પો.હેડ કોન્સ . પ્રતાપસિંહ ડી . ઝાલા , દીગ્વિજયસિંહ જાડેજા , હરદેવસિંહ જાડેજા , જગદીશભાઇ મેવાડા , પો.કોન્સ . એભલભાઇ બરાલીયા , પુષ્પરાજસિંહ જાડેજા , સોકતભાઇ ખોરમ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024