મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગણતરીના કલાકોમાં ધાડપાડુ ગેંગને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ
News Jamnagar January 09, 2021
અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન હદના ચાંગોદર ટાઉન ખાતે તા .૦૮ / ૦૧ / ૨૦૨૧ ના કલાક ૧૯/૦૦ વાગ્યા આસપાસ ફરિયાદી સંદિપકુમાર સ / ઓ બલીરામસીંગ રામદાસજી યાદવ તેમજ સાહેદ સનોજકુમારનાઓ મધુ ફ્રેગ્નન્સ પ્રા.લી. કંપની તાજપુર થી મહક સિલ્વર પાન મસાલાના થેલામાં મજુરોના પગાર ચુકવવાના નાણા રૂ . ૪૪,૫૦,૦૦૦ / – લઇ નીકળી ચાંગોદર પોતાના ઘરે બાઇક ઉપર જઇ રહેલ હતા તે દરમ્યાન ચાંગોદર પો.સ્ટે ના ચાંગોદર રેલ્વે સ્ટેશન પાસે મોરૈયા – કોલટ ચોકડી ઉપર અજાણ્યા પાંચ ઇસમો બાઇકો ઉપર આવી ફરિયાદીને ડાબા હાથ ઉપર દંડો મારી ફરિયાદી અને સાહેદને બાઇક ઉપરથી નીચે પાડી દઇ સાહેદ સનોજકુમાર ને માથાના ભાગે મૃત્યુ નીપજાવવાના ઇરાદે જોરથી દંડો મારી મહાવ્યથા પહોંચાડી લોહીની ફુટ કરી બેભાન કરી ફરિયાદીને છરી બતાવી સાહેદ સનોજકુમારના હાથમાનો મહક સિલ્વર પાન મસાલા નો થેલો જેમાં રૂપિયા ૪૪,૫૦,૦૦૦ / – ભરેલ હતા તેની ધાડ પાડી ભાગી જઇ ગુનો કરેલ જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ.
પોલીસ મહાનિરીક્ષક કે જી.ભાટી સાહેબ અમદાવાદ વિભાગ , અમદાવાદ તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરીયા સાહેબ સાણં દ વિભાગ , સાણં દવાઓના સીધા માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ચાંગોદર પોલીસની ત્રણ ટીમો તથા એલ.સી.બી. શાખાની એક ટીમ એમ કુલ ચાર અલગ અલગ ટીમો બનાવી એલ.સી.બી. શાખા અમદાવાદ ગ્રામ્યના સંપર્કમાં રહી આરોપીઓના મોબાઇલ ફોન લોકેશનો મેળવી ધાડના ગુનાના પાંચ આરોપીઓને ધાડમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે .
સદર ધાડના ગુના બાબતે ચાંગોદર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૫૨૧૦૦૧૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ .૩૯૫,૩૯૭,૩૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે . હાલમાં પાંચેય આરોપીઓને ધાડના ગુનામાં અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઓ . ( ૧ ) જીતેન્દ્રભાઇ બાબુભાઇ ગાંડાભાઇ પરમાર ઉવ . ૩૪ રહે . એ -૭ પ સિદધી કેસર સોસા.ટી મોરૈયાગામ તા . સાણંદ જીઅમદાવાદ ( સિક્યુરીટી ગાર્ડ ) ( ૨ ) હરદેવભાઇ બાબુભાઇ ગાંડાભાઇ પરમાર ઉવ . ૨૩ રહે . એ -૭ પ સિદધી કેસર સોસા.ટી મોરૈયાગામ તા સાણં દ જીઅમદાવાદ ( ૩ ) નરેન્દ્રભાઇ દિનેશભાઇ લાલજીભાઇ વાણીયા ઉ.વ .૨૧ રહે . ૧૦૨ સોમનાથ સોસાયટી મોરયાગામ તા.સાણં દ જી અમદાવાદ ( ૪ ) ભાવેશભાઇ બકુલભાઇ પેથાભાઇ બામ્ભા ( ભરવાડ ) ઉ.વ. ૨૧ રહે . દાળમીલ રોડ શેરી નં . ૦૨ મિસ્ત્રી ગેરેજ પાસે તા.વઢવાણ જી . સુરેન્દ્રનગર ( ૫ ) રાકેશભાઇ રમેશભાઇ ધીરૂભાઇ મેર ( કો , પટેલ ) ઉ.વ .૨૧ રહે . મઢીવાસ મોરૈયાગામ તા.સાણં દ જીઅમદાવાદ મુળ રહે વાણં દાગમ તા . ધોલેરા જી.અમદાવાદ ( ૬ ) સુરેશભાઇ પોપટભાઇ સુખાભાઇ રાઠોડ ઉવ .૨૦ રહે . મોરૈયાગામ રબારીવાસ તા.સાણં દ જી.અમદાવાદ મુળ રહે જોબાળાગામ તા . ચુડા જી સુરેન્દ્રનગર • આરોપીઓ પાસેથી જપ્ત કરેલ મુદ્દામાલ ( ૧ ) રોકડ રૂ .૪૪,૫૦,000 / ( ૨ ) એક છરો કાળા કલરના કવરવાળો કિં.રૂ .૩૦ / ૦૦ ( ૩ ) એક પલ્સર મોટર સાઇકલ નં . GJ – 13 – Q – 7959 કિં.રૂ .૧૫,૦૦૦ / ( ૪ ) એક પ્લેનડર મોટર સાઇકલ નં GJ – 01 – EL.341 કિં.રૂ .૧૦,૦૦૦ / ( ૫ ) કુલ ૬ નંગ મોબાઇલ ફોન આશરે જેની કિં. રૂ .૧૬,000 / •
આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી – કે.ટી.કામરીયા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાસં દ વિભાગ સાણં દ અમદાવાદ ગ્રામ્યના સીધા માર્ગદર્શન હેઠળ નીચે મુજબના અધિકારી / કર્મચારીઓએ કામગીરી કરેલ છે . ( ૧ ) પો.ઈન્સ વી.ડી.મંડોરા ( ૨ ) ASI બાબુભાઇ ડીંડોર ( ૩ ) ASI મહિપતસિંહ રમલાવત ( ૪ ) HC ગણેશભાઇ પરહારીયા ( ૫ ) HC ધર્મેન્દ્રસિંહ ડોડ ( ૬ ) HC શૈલેષભાઇ વાઘેલા ( ૭ ) HC પ્રદિપસિંહ જાડેજા ( ૮ ) PC રણછોડભાઇ ભુડીયા ( ૯ ) PC દિવ્યરાજસિંહ ડોડીયા ( ૧૦ ) Pc ધનરાજસિંહ ચૌહાણ ( ૧૧ ) PC ધર્મેન્દ્રસિંહ વાળા ( ૧૨ ) PC નરેન્દ્રસિંહ રાઠોડ ( ૧૩ ) રણજીતસિંહ સોલંકી ( ૧૪ ) પૃથ્વીરાજસિંહ ગોહિલ ( ૧૫ ) વિપુલસિંહ દાયમાં ( ૧૬ ) દિગંતભાઇ ગોહિલ ( ૧૭ ) પ્રવિણસિંહ સીસોદિયા ( ૧૮ ) ઇન્દ્રવિજયસિંહ લીંબોલા નાઓ જોડાયેલા હતા .
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024