મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
૩૫ વર્ષની સુદીર્ઘ સેવા બાદ સ્વૈચ્છિક સેવા નિવૃત્ત થતાં માહિતી પરિવાર દ્વારા અપાયું ભાવભર્યું વિદાયમાન
News Jamnagar January 11, 2021
જામનગર
જામનગર તા.૧૧ જાન્યુઆરી,માહિતી ખાતાની ૩૫ વર્ષની લાંબી કારકિર્દી બાદ જિલ્લા માહિતી કચેરી, જામનગરના પ્યૂન શ્રી કિશોરભાઇ ચૌહાણ ૩૧ ડિસેમ્બરના રોજ સ્વૈચ્છિક સેવા નિવૃત્ત થતા માહિતી પરિવાર દ્વારા તેઓને ભાવભર્યું નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ તકે નાયબ માહિતી નિયામક રાજુભાઇ જાનીએ સેવા નિવૃત્ત થતા કિશોરભાઇ ચૌહાણને શુભેચ્છા આપતા કહ્યું કે, સરકારી સેવામાં નિમણૂંક અને વિદાય નિશ્ચિત છે. પરંતુ તેમના કાર્યકાળમાં એક પારિવારિક વાતાવરણમાં કામગીરી કરાઇ છે અને કિશોરભાઇ ચૌહાણ પરિવારના મિત્રોથી દૂર નથી જતા માત્ર સરકારી સેવામાંથી દૂર થાય છે. કિશોરભાઇ ચૌહાણની કાર્યદક્ષતામાંથી સૌ મિત્રોએ પ્રેરણા લેવી જોઈએ અને શ્રી કિશોરભાઇ ચૌહાણનું નિવૃત્તિમય જીવન સુખમય નીવડે અને પરિવાર સાથે તંદુરસ્ત જીવનગાળે તેવી શુભેચ્છા આપી હતી.
સ્વૈચ્છિક સેવાનિવૃત્ત થતા કિશોરભાઇ ચૌહાણએ પ્રતિભાવ આપતા કહ્યું કે, માહિતી પરિવારના મિત્રોએ મને અઢળક પ્રેમ આપ્યો છે. સરકારી નિયમોનુસાર નિવૃતિએ સેવાનો જ એક ભાગ છે, આ સંજોગોમાં હું આ વિભાગમાંથી ભલે નિવૃત થઇ રહ્યો હોઉ પણ તમારા સૌના હદયમાં કાયમી પ્રવૃતિશીલ જ છું મારા લાયક કોઇ પણ કામ પડે ત્યારે યાદ કરી અને માહિતી વિભાગે જે મને આપ્યું છે તે બદલ તેનો ઋણ ચુકવવાનો મોકો આપવા વિનંતી કરી હતી.
આ વેળાએ સેવા નિવૃત્ત થતા શ્રી કિશોરભાઇ ચૌહાણનું શાલ ઓઢાડી, શ્રીફળ અને પુષ્પગુચ્છ આપી માહિતી વિભાગની તેમની અપ્રતિમ સેવા બદલ માહિતી પરિવારના સર્વે સભ્યોએ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી જામનગરના પરિવારજન સર્વે શ્રીમતી ઉષાબેન કોટક, એસ.એ.જાડેજા, વાય.આર.વ્યાસ, ગજેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ દિવ્યાબેન ત્રિવેદી, એ.ડી.રાઠોડ, સંદિપ જોષી, અમિત ચંદ્વાવાડીયા, જયમેશ ગોપીયાણી, નિકુંજ જોષી ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024