મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતમાં આવી ગઇ કોરોનાની રસી , અમદાવાદ એરપોર્ટ પર કંકુ - ચોખા- શ્રીફળથી કરાઈ પૂજા
News Jamnagar January 12, 2021
અમદાવાદ
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વેકસીનના આગમનનો ધમધમાટ છે અને એજથી પુનાની સેરૂમ ઈન્સ્ટીટયુટની વેકસીનના 6 કરોડથી વધુ ડોઝ દેશભરમાં 13 મહાનગરો માટે રવાના થઈ રહ્યા છે અને અમદાવાદમાં આજે 10.45 કલાકે એક ખાસ વિમાન મારફત ગુજરાતને ફાળવવામાં આવેલી વેકસીનનો પ્રથમ જથ્થો મળી ગયો છે અને ગાંધીનગરમાં ખાસ સ્ટોરેજ સેન્ટર પર આ વેકસીન રાખીને તે બાદમાં આગામી ત્રણ દિવસમાં રાજયભરમાં મોકલી અપાશે. તા.16ના વેકસીનેશનનો દેશભરમાં સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે. શ્રી મોદી રાજકોટ સહિત દેશના સેકડો બુથ પર વેકસીનેશનનો પ્રારંભ કરાવશે જેમાં અમદાવાદનો પણ સમાવેશ કરાયો છે.
રાજકોટમાં સિવિલ હોસ્પીટલ ખાતે ખાસ બૂથ ઉભુ કરાયુ છે. જેમાં પહેલા તબીબી જગતને વેકસીન અપાશે અને મોદીની હાજરીમાં તેનો પ્રારંભ થશે.ગઈકાલે સરકાર અને સેરૂમ ઈન્સ્ટીટયુટ વચ્ચે વેકસીન ખરીદીના કરાર થતા જ પુના સ્થિત લેબમાંથી પ્રથમ પાંચ રેફ્રીજરેટેડ ટ્રક એરપોર્ટ જવા રવાના થયા હતા.
દરેક ટ્રકમાં 487 બોકસ મુકાયા છે અને પુનાથી દિલ્હી, અમદાવાદ, કોલકતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, વિજયવાડા, ગુવાહાટી, લખનૌ, ચંદીગઢ અને ભુનેશ્વરમાં વેકસીન યોજાશે. આ માટે કોમર્શિયલ તથા કાર્ગો ફલાઈટનો ઉપયોગ થયો છે.
દોઢ માસમાં વેકસીનની અસર જોવા મળશે: નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલવડાપ્રધાન સાથેની બેઠકની માહિતી આપવામાં આવી: રાજયમાં 287 બુથ પર વેકસીનેશનનો પ્રથમ ડોઝ બાદ 29 દિવસ પછી બીજો ડોઝ અપાશે.
રાજકોટ: ગુજરાતમાં શનિવારથી વ્યાપક રીતે વેકસીનેશનનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ વેકસીનને અસર કરતા દોઢ માસનો સમય લાગશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ગઈકાલે વડાપ્રધાન સાથેની રાજયોના મુખ્યમંત્રીઓ સાતેની વર્ચ્યુઅલ બેઠકની માહિતી આપતા જણાવ્યું હતું કે આ બેઠકમાં વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ડો. વિનોદ પોલે જાણકારી આપી હતી કે, વેકસીનના પ્રથમ ડોઝ બાદ 29માં દિવસે બીજો ડોઝ અપાશે. તેના 14 દિવસ બાદ 45માં દિવસથી વેકસીનની અસરની શરુઆત થશે. વેકસીન લેનારની રોગપ્રતિકારક શક્તિ વધશે. તે કોરોનાથી ભયમુક્ત રહેશે. એટલું જ નહીં પણ તે વ્યક્તિ કોરોના ફેલાવી પણ નહીં શકે. કોરોનાના એક ડોઝ બાદ ‘મને કંઈ નહીં થાય’ એવું લોકોએ ન માનવું તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.
રાજયમાં 287 બુથ કોરોના રસીકરણ માટે સજજ છે. ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ જેમાં પોલીસ, સફાઈ કર્મચારી અને કોવિડની ડયુટીમાં ડાયરેકટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાકથી વધુ કોવિડ કર્મચારીઓને વેકસીનનો ડોઝ પહેલા અપાશે. આ સિવાય 50 વર્ષથી વધુ વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં લગભગ 16 હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેકસીનેટર તરીકેની વિશેષ ટ્રેનીંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ રાજયોના મુખ્યમંત્રીઓને સૂચન કર્યું હતું કે, વેકસીનેશનનો સમગ્ર પ્રોગ્રામ ભારત સરકાર કરશે, ખર્ચો પણ ભારત સરકાર ભોગવશે. જેથી રાજયો પોતપોતાની રીતે વેકસીનનું આયોજન ન કરે. ભારત સરકાર તમામ વ્યવસ્થા કરશે. હાલ દુનિયામાં કેટલીક વેકસીનનું ટ્રાયલ ચાલુ રહ્યું છે. હજુ વધુ વેકસીન બજારમાં આવી શકે છે. જેથી તેના ભાવ પણ ઘટી શકે છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024