મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
૪૦ થી વધુ મેડીકલ હોસ્ટેલમાંથી ૫૦૦ થી વધુ લેપટોપની ચોરી કરનાર અંતરાજ્ય શિક્ષિત ચોરને ઝડપી લેતી સર્વેલન્સ ડી સ્ટાફ
News Jamnagar January 13, 2021
જામનગર
અહેવાલ સબીર દલ.
આરોપીની વધુ પુછપરછમાં પોતે ચેન્નઈ ખાતે અભ્યાસ કરતો હતો ત્યારે મેડીકલ કોલેઝ ના ચાર ટુડન્ટ દ્વારા લેપટોપનો ઉપયોગ કરી પોતાની મીત્રનો ખરાબ વીડીયો બનાવેલ જે વાયરલ થઈ જતા પોતાને મેડીકલ કોલેજના ટુડન્ડ પર રીસ હતો જે કારણે પોતે ફકત મેડીકલ કોલેજ નેજ નીશાન બનાવતો હતો.
જામનગર ગત તા.ર / ૧ ૨/૨૦૨૦ ના રોજ એમ.પી. શાહ મેડીકલ કોલેજ ની પી.જી. હોસ્ટેલમાં અલગ અલગ રૂમોમાંથી છ ( ૬ ) લેપટોપની કોઈ અજાણ્યા ઈસમે ચૌરી કરેલ હતી જેમાં ચોરી કરનાર ઈસમે પી.જી.હોસ્ટેલમો પ્રવેશી હોસ્ટેલના અલગ અલગ માળ પર જઈ બંધ રુમોની તાળાની ચાવીઓ રુમના વેંટીલેશન બારીમાં રહેતી હોય તે ચાવી લઈ તાળું ખોલ રુમમાં પ્રવેશી કુલ ૬ ( છ ) લેપટોપ કી રુ ૧,૬ ૨,000 ની ચોરી થયેલ હતી . ( ર ) આ ગુનો શોધવા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા આ ઈસમની ઓળખ માટે બનાવ સ્થળના સીસીટીવી ફુટેઝ ચેક કરવામાં આવેલ જેમાં એક લાલ સફેદ કલરની ચેક્ષ ડીઝાઈન વાળો શર્ટ પહેરેલ ઈસમ જોવા મળેલ જે એક રીક્ષામાં બેસી આવેલ હોવાનું જણાવેલ હતું .
જે રીક્ષાના નંબર કમાન્ડ કંટ્રોલ રુમના સીસીટીવી ઉપરથી મેળવી તપાસ કરવામાં આવેલ અને પો . કોન્સ.હરદીપભાઈ બારડ તથા યુવરાજસીહ જાડેજા એ પોતાના બાતમીદારથી હકીકત મેળવી રીક્ષા ચાલકને શોધી પુછપરછ કરતા પોતે મજકુરને અનુપમ ટોકીઝ સામેથી બેસાડી મેડીકલ કોલેજ લઈ આવેલ હોય અને ત્યાથી એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ઉતારેલ હોવાનું જાણવા મળેલ હતું . જેથી અનુપમ ટોકીઝ આસપાસની હોટલોમાંથી ઈકો – ઈન હોટલમાં તપાસ કરેલ જેના સીસીટીવી માં મેડીકલ કોલેઝમાં દેખાયેલ ઈસમ જોવા મળેલ હતો અને તેનું નામ સરનામુ મેળવતા તમીલસેલ્વમ સાઓ કન્નાન રહે થીરુવરુર તમીલનાડુ વાળો હોવાનું ત્યાથી જણાવેલ હતુ અને ડી – સ્ટાફની બીજી ટીમ મારફતે એસ.ટી. ડેપો ખાતે જઈ તપાસ કરતા મજકુર રાજકોટ જતી બસમાં બેસેલ હોવાનું જણાવેલ હતું .
જેથી તે બસના કંડકટરનો સંપર્ક કરી વર્ણન વાળા ઈસમ બાબતે પુછતા રાજકોટ ઉતરેલ હોય અને પોતાની ફલાઈટનો સમય થઈ ગયેલ હોવાની વાત હીન્દીમાં જણાવેલ હતી . અને રાજકોટ એરપોર્ટ ખાતે તપાસ કરતા મજકુર દીલ્હી જતી ફલાઈટમાં બેસી દીલ્હી જતો રહેલ હોવાનું જણાવેલ હતું . મજકુર આરોપીએ હોટલ ઈકો – ઈન માં પોતાના મોબાઈલ નંબર ખોટા લખાવેલ અને તે તપાસમાં જાણવા મળેલ કે આરોપીએ હોટલમાં પોતાના માટે ઝોમેટોમાંથી ઓન – લાઈન ફુડ ઓર્ડર કરેલ હતો અને તે કંપનીમાથી અને રાજકોટ એરપોર્ટ ખાતેથી અસલ મોબાઈલ નંબર મળી આવેલ જેના ટેકનીકલ સોર્સની મદદથી તપાસ કરતા મજકુર વધુ સમય દીલ્હી , ફરીદાબાદ માં હોવાનું જણાવેલ હતું જેથી અત્રેની એક ટીમને તાત્કાલીક ફરીદાબાદ ( હરીયાણા ) ખાતે તપાસમાં મોકલવામાં આવેલ અને ત્યાં તપાસ કરતા મજકુર ફરીદાબાદ જીલ્લાના ભાકરી ગામ ખાતેથી મળી આવતા મજકુરને જામનગર લઈ આવેલ અને મજકુરની પુછપરછ હાથ ધરતા મજકુર પોતાનું નામ તમીલસેલ્વન સ / ઓ કજ્ઞાન જાતે ક્ષત્રીય – દેવા ઉવ.ર ૪ ધધો અબ્દુલકલામ ફાઉંન્ડેશનમાં કામ રહે . હાલ મકાન નં ૨૮૬ , ભાખરી ગામ , રાજેશ ચંદન ગુર્જરના મકાનમાં , પાલી રોડ , જી . ફરીદાબાદ ( હરીયાણા ) મુળ રહે મકાન ને ર ૬૪ , વેલનગુડી ગામ , કાલીયમ્મન કોવીલ સ્ટ્રીટ , તા.મન્નારકુડી , . થીરુવરુર ( તમીલનાડુ ) વાળો હોવાનું જણાવેલ મજકુરની પુછપરછ કરતા પોતે આ ગુનો કર્યાની કબુલાત આપતા ગુનાના કામે અટક કરી ચોરીમાં ગયેલ એક લેપટોપ કી ? ૨૦,૦00 નું કજે કરવામાં આવેલ બાદ કોર્ટમાં રજુ કરતા મજકુરના દીવસ – ૯ ના પોલીસ રીમાંડ મંજુર થયેલ હતા .
બાદ ગુન્હામા ચોરીમાં ગયેલ લેપટોપ બાબતે ઉંડાણપુર્વક પુછપરછ કરતા મજકુર જામનગરએમ.પી.શાહ મેડીકલ કોલેજ પી . જી . હોસ્ટેલ ખાતે અલગ અલગ માળેથી લેપટોપ ની ચોરી કરી જામનગર થી વિમાન માર્ગે દિલ્હી ગયેલ અને ત્યાથી પિલવાલે નામના સ્થળ પર જઇ ત્યાથી એમ આર ટ્રાવેલ્સમાં આ ચોરી કરેલા લેપટોપ પોતાના મિત્ર પ્રશાંત રહે . કે.ટી. આર નગર , એલ . આઇ . સી પારો , પૌસ્ટ સેથામંગલમ જીલ્લો – થિરૂવરૂર ( તમીલનાડુ ) વાળાને પાર્સલ કરી મોકલી આપેલ નુ જણાવેલ હતું . જેથી મજકુરને આ લેપટોપ પરત મંગાવવા માટે કહેતા મજકુરે પોતાના મિત્ર પ્રભાકર રહે.હાલ સુદર્શન નગર , જીયોને સ્કુલ પાસે , પોસ્ટ મડક્કમ થાના સેલ્યુલર , ચેન્નઈ ( તમીલનાડુ વાળાનો ફોન પર સંપર્ક કરી તેને કહેશે તો તે આ લેપટોપ પ્રશાંત પાસેથી લઇ પોતાના દિલ્હી ખાતેના મિત્ર અનિલ જૈન રહે -૨૩ વશીસ્ટ કોમલેક્ષ , એમ જી રોડ , ગુડગાવ ( હરીયાણા ) વાળાને મોકલી આપશે તેમ જણાવતા મજકુર તમીલસેલ્વમ ને તેના મિત્ર પ્રશત ને ફોન કરાવી પોતે પાર્સલ કરેલ લેપટોપ પ્રભાકર ને આપી દેવા જાણ કરાવેલ અને પ્રભાકર ને ફોન કરી પ્રશાંત પાસેથી લેપટોપ મેળવી તે લેપટોપ દિલ્હી ખાતે મોકલી આપવા સમજાવતા આ પ્રભાકરે પ્રશાંત પાસેથી લેપટોપ મેળવી તે લેપટોપ ગુડગાવ ખાતે અનિલ જૈન ને પાર્સલ કરી મોકલી આપતા પોલીસે ગુડગાંવ ખાતેના સ્થાનિક બાતમીદારને અનિલ જૈન પાસે મોકલી આપી તેની પાસેથી આ લેપટોપ મેળવી જામનગર ખાતે પાર્સલ કરી મોકલી આપવા કહેતા પોલીસના બાતમીદારે આ લેપટોપ અનિલ જૈન પાસેથી મેળવી અત્રે જામનગર પાર્સલ કરી મોકલી આપેલ જે લેપટોપ નંગ પ કી રુ ૧,૪૨,૦૦૦ નો કબજે લેવામાં આવેલ છે ,
આમ ચોરીમાં ગયેલ પુરેપુરો કુલ લેપટોપ નંગ ૬ કી રુ ૧,૬૨,000 નો મુદામાલ કબ્બે લેવામાં આવેલ છે . ( ૪ ) મજકુરની પુછપરછમાં પોતે ચેન્નઈ ખાતે અભ્યાસ કરતો હતો ત્યારે મેડીકલ કોલેઝ ના ચાર ટુડન્ટ દ્વારા લેપટોપનો ઉપયોગ કરી પોતાની મીત્રનો ખરાબ વીડીયો બનાવેલ જે વાયરલ થઈ જતા પોતાને મેડીકલ કોલેજના ટુડન્ડ પર રીસ હતો જે કારણે પોતે ફકત મેડીકલ કોલેજ નેજ નીશાન બનાવતો હતો . અને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૪૦ થી વધુ મેડીકલ હોસ્ટેલમાંથી ૫૦૦ થી વધુ લેપટોપની ચોરી કરેલની કબુલાત આપેલ છે જેમાં ખાસ કરીને દક્ષીણ ભારતના મોટા ભાગના રાજયોના અલગ અલગ જીલ્લાઓમાં આવેલ પી.જી. મેડીકલ હોસ્ટેલને નીશાન બનાવેલ છે . મજકુર હાલ ફરીદાબાદ રહે છે અને ત્યાથી દક્ષીણ ભારતના રાજયોમાં ચોરી કરવા જાય છે અને તે સમયે લકઝરીયસ કહી શકાય તેવી ટ્રેનોમાં અને ફલાઈટમાં મુસાફરી કરે છે ,
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023