મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોવિડ વેકસીન કોવિશિલ્ડના જામનગરના 14000 ડોઝ જામનગર ખાતે આવી પહોંચ્યા
News Jamnagar January 13, 2021
જામનગર
આત્મનિર્ભર ભારતના માર્ગ પરનું આ પહેલું કદમ છે, વેક્સિન અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત .
સાંસદ પૂનમબેન માડમ
જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના આરોગ્યકર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેકસીન અપાશે
જામનગર જિલ્લા પંચાયતને કુલ ૫,૦૦૦ ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ ૯,૦૦૦ ડોઝ, કોલ્ડ ચેઈન પોઇન્ટ પર વેક્સીન સપ્લાય કરાશે
તમામ સાધનોના તાપમાન અને તમામ વેક્સિનના સ્ટોકનું ૨૪*૭ ઓનલાઇન મોનીટરીંગ
જામનગર તા. ૧૩ જાન્યુઆરી, કોરોનાની આ મહામારીમાં મહામૂલા જીવન આપણે ગુમાવ્યા છે પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હિંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં તા. ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ શરૂ થનાર છે. જેના ભાગરૂપે આજરોજ જામનગર કલેકટર કચેરી ખાતે જામનગર જિલ્લા માટે કૂલ ૧૪,૦૦૦થી વધુ વેક્સીન ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું સાંસદશ્રી પૂનમબેન માડમે શ્રીફળ વધેરી અને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પૂનમબેમ માડમે જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના પ્રધાનમંત્રીશ્રીની ઉદાત્ત ભાવના અને દિવસ-રાત એક કરી વેક્સીનની શોધમાં સફળતા પ્રાપ્ત કરતા વૈજ્ઞાનિકોએ દેશને આ મહામારીના સંક્ટમાંથી ઉગારવા જે વેક્સીનનું નિર્માણ કર્યું છે, તે આજે જામનગરના આંગણે આવી પહોંચી છે. દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે,તે આનંદની ક્ષણો છે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે જે ગર્વની બાબત છે. આ રસી અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત છે. આત્મનિર્ભર ભારતના માર્ગ પરનું આ પહેલું કદમ છે. આ રસીના ઉપયેાગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. આજે જામનગર ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે જામનગરના લોકો હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સઘન અને સુચારૂ આયોજન કરાયું છે.
જામનગર ખાતે સરકારી તેમજ ખાનગી દરેક ડોક્ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડીકલ વગેરે આરોગ્યકર્મીઓની યાદી ઉપલબ્ધ છે જેમને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે અને આ માટે વેક્સિનનો પૂરતો જથ્થો આજે જામનગર જિલ્લાને પ્રાપ્ય થયો છે તેમ સાંસદશ્રીએ ઉમેર્યુ હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ વેકસીન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સિનનું તાપમાન ૨° થી લઈને ૮° સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરીયર્સ એવા આરોગ્યકર્મીઓને વેકસીન આપવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૫ સ્થળોએ તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૩ સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના કુલ ૫૬ સ્ટોરેજ કેન્દ્રો સુનિશ્ચિત કરાયા છે. તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ EVIN સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સીન ટ્રાન્સપોર્ટેશન માટે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા પાસે પણ વેક્સીન વાન ઉપલબ્ધ છે.
પ્રથમ તબક્કે ૮ સેન્ટર જેમાં પાંચ કોર્પોરેશન અને ત્રણ પંચાયત વિસ્તારના સેન્ટર ઉપર વેક્સિન આપવામાં આવશે. જેમાં કોર્પોરેશન વિસ્તારના જામનગર શહેરના જી.જી હોસ્પિટલ, નીલકંઠનગર, કામદાર કોલોની તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોલ, કાલાવડ અને લાલપુરમાં વેક્સિન માટે કેન્દ્ર નિર્માણ કરાયું છે તેમ જિલ્લા સમાહર્તાશ્રીએ કહ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજ્પ પ્રમુખશ્રી વિમલભાઇ કગથરા, કમિશનર સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024