મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતભરમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાઇ કરતીગેંગનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોલ સેન્ટર ઝડપાયું
News Jamnagar January 15, 2021
રાજકોટ
રાજકોટ. જામનગર, ભાવનગરની ચાર ટેલીકોલર યુવતી સહિત 7 ની ધરપકડ: લેપટોપ, 19 મોબાઇલ સહિત 99 હજારનો મુદ્દામાલ કબજેફોરેક્સ ટ્રેડિંગમાં 100 ટકા નફાની લાલચ આપી બોગસ એપ્લીકેશનમાં નફો દર્શાવી પૈસા પડાવતા હતા: બે માસમાં 70 નાગરિક સાથે 25 લાખની ઠગાઇ
ભારતના અલગ અલગ રાજયના નાગરીકો સાથે ફોરેક્ષ ટ્રેડીંગના નામે છેતરપીંડી કરતી ગેંગનુ સૌરાષ્ટ્રમાં સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ કરતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર પોલીસ
રાજકોટમાં આવેલ પારસી અગિયારી ચોકમાં સ્ટાર પ્લાઝા બિલ્ડીંગમાં ફોરેક્સ ટ્રેડિંગમાં તગડા વળતરની લાલચે દેશભરના નાગરિકો સાથે ઠગાઇ કરતા સૌરાષ્ટ્રના સૌથી મોટા કોલ સેન્ટર ઉપર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડ્યો હતો. ઓફિસમાંથી કોલ સેન્ટરના સંચાલક ધોરાજીના માસ્ટર માઇન્ડ સૂત્રધાર, સુપરવાઈઝર ઉપરાંત ભાવનગર, જામનગર અને રાજકોટની 4 ટેલીકોલર યુવતી સહિત 7 વ્યક્તિને ઝડપી લીધા હતા. ઓફિસમાંથી લેપટોપ, રાઉટર, 18 મોબાઇલ અને ગ્રાહકને જાળમાં લપેટવા તૈયાર કરાયેલી બે સ્ક્રિપ્ટ મળી આવી હતી. આ ટોળકી ભાડાની ઉપરોક્ત ઓફિસમાં છેલ્લા બે માસથી ફોરેક્સ ટ્રેડિંગમાં 100 ટકા નફાની લોભામણી સ્કિમ સમજાવીને પૈસા પડાવાતા હતા. દોઢ માસમાં અંદાજીથ 70 રોકાણકાર સાથે 25 લાખની વધુ રકમની ઠગાઇ કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
સ્ટાર પ્લાઝા બિલ્ડિંગમાં ચોથા માળે ઓફિસ નંબર 409 માં ઇન્સ્યોર કેર નામથી ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાઇનું કારસ્તાન ચાલી રહ્યાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ રાજેશ બાળા, સિધ્ધરાજસિંહ અને અશોક ડાંગરને માહિતી મળી હતી. ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયા, પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.બી.ધાંધલ્યાએ મહિલા પોલીસ સહિતના સ્ટાફને સાથે રાખીને ઉપરોક્ત કોલ સેન્ટરમાં દરોડો પાડ્યો હતો. ઓફિસમાંથી લતીફ ઇરશાદભાઇ નરીવાલા (ઉ.વ.22,રહે,રાજકોટ, મૂળ ધોરાજી), આમીર અમીનભાઇ નરીવાલા (ઉ.વ.27, રહે, રાજકોટ, મૂળ ધોરાજી), નશુરલ્લાહ અસ્પાકભાઇ પારુપીયા(ઉ.વ.22,રહે, રાજકોટ, મુઇ ધોરાજી), કાજલ ભરત મકવાણા(ઉ.વ.21, રાજકોટ, મૂળ, ભાવનગર), કોમલ હરેશભાઇ પ્રાગડા (ઉ.વ.22, રહે,રાજકોટ,મૂળ, હર્ષદપુર, લાલપુર રોડ,જામનગગર), પુજા રસીકભાઇ સોલંકી (ઉ.વ.24, રાજકોટ) અને સાહિસ્તા અસીમભાઇ તુંપી (ઉ.વ.22, જામનગર)ને અટકાયતમાં લઇ લીધા હતા ઓફિસમાંથી એક લેપટોપ, રાઉટર, 18 મોબાઇલ, લાઇટબીલ, હાજરી રજીસ્ટર, લીડ ટેડા કબજે લેવાયા છે. ઓફિસની માલિકી જયશ્રીબેન મહેતાની છે અને ભાડા કરારથી ભાડે આપ્યાનું ખુલ્યું છે.
આ ટોળકી શેરબજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા ક્લાયન્ટના લીડ ડેટા મેળવી દેશના જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકોને કોલ સેન્ટરમાંથી ટેલીકોલ પાસે ફોન કરાવીને મોબાઇલ એપ્લીકેશનમાંથી ટ્રેડીંગ કરવાથી 100 ટકા નફો મળવાની તેમજ નફામાંથી 30 ટકા કમિશનની લાલચ આપીને એકાઉન્ટમાં 15 હજાર જમા કરાવે તો એપ્લીકેશનની લીંક મોકલતા, ખોટો નફો દર્શાવી વધુ પૈસા પડાવ્યા પછી મોબાઇલ સ્વીચ ઓફ કરી એકાઉન્ટ પણ બંધ કરાવી દેતા હતા.
સૂત્રધાર અગાઉ સુરત એન્જલ બ્રોકીંગમાં ટેલીકોલર હતો, યુવતીઓ પણ ઉચ્ચ શિક્ષિત…..
આરોપી લતીફ ઇરશાદભાઇ નરીવાલા (ઉ.વ.22,રહે, નેહરુનગર, રૈયારોડ,
રાજકોટ, મૂળ ધોરાજી) ધોરણ 12 પાસ છે અને અગાઉ સુરતમાં એન્જલ
બ્રોકીંગમાં ટેલીકોલર હોવાથી આ ધંધાથી માહિતગાર હતો.
કોલ સેન્ટરનો સુપરવાઇઝર આમીર અમીનભાઇ નરીવાલા (ઉ.વ.27, રહે,
નેહરુનગર, રૈયારોડ, રાજકોટ, મૂળ ધોરાજી) માત્ર 8 ધોરણ પાસ અને સૂત્રધાર
લતીફનો પિતરાઇ છે.
નશુરલ્લાહઅસ્પાકભાઇ પારુપીયા(ઉ.વ.22,રહે, નેહરુનગર, રૈયારોડ, રાજકોટ,
મુળ ધોરાજી) પણ 8 ધોરણ પાસ છે અને કોલ સેન્ટરમાં આસીસ્ટન્ટ
સુપરવાઇરઝ તરીકે કામ કરતો હતો.
કાજલ ભરત મકવાણા(ઉ.વ.21, પંચનાથ પ્લોટ-4, મંગલમ હોસ્પિટલ
સામે,કેલાસ હોસ્ટેલ, મૂળ, ભાવનગર) ટેલીકોલર તરીકે નોકરી કરતી હતી,
તેણે બી.એ. સુધી અભ્યાસ કર્યો છે.
-કોમલ હરેશભાઇ પ્રાગડા (ઉ.વ.22, રહે, રોયલ પાર્ક-9, ઘનશ્યામ હોસ્ટેલઘ
કાલાવડ રોડ, રાજકોટ,મૂળ, હર્ષદપુર, લાલપુર રોડ,જામનગગર)
ગ્રેજ્યુએટ છે અને ટેલીકોલર તરીકે નોકરી કરતી હતી.
-પુજા રસીકભાઇ સોલંકી (ઉ.વ.24, નવાગામ,ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ)
ટેલીકોલર તરીકે નોકરી કરતી હતી, તે એમ.બી.એડ સુધી ભણેલી છે
સાહિસ્તા અસીમભાઇ તુંપી (ઉ.વ.22, જામનગર) પરિણિત અને ગ્રેજ્યુએટ છે.
તે પણ કોલ સેન્ટરમાં ટેલીકોલર તરીકે કામ કરતી હતી. આરોપીએ બે માસ
પહેલાં ભરતીની જાહેરાત પ્રસિધ્ધ કરાવીને 4 ટેલીકોલર યુવતીની ભરતી કરી હતી.
-ફોરેક્સ ટ્રેડિંગની તૈયાર કરાવેલી લાયસન્સ વગર આરોપીઓએ કોઇ ડેવલોપર પાસે ફોરેક્ષ ટ્રેડીંગની EAGLE TRADE તથા GLOBAL TRADE
મોબાઇલ એપ્લીકેશનો બનાવી તેને પ્લેસ્ટોરમાાં https://play.google.com/store/apps/details?.id=com.eagle.trade
તથા https://play.google.com/store/apps/details?.id=com.globle.trade થી મુકી તેનો ઉપયોગ કરી ક્લાયન્ટનો નો સંપર્ક કરતા
-ક્લાયન્ટના લીડ ડેટા મેળવ્યા પછી ટેલીકોલર પાસે ફોન કરાવી 200 થી
500 ડોલર(ભારતીય ચલણ પ્રમાણે 15 હજારથી 35 હજાર રૂપિયા)માં
ઉપરોક્ત બન્ને એપ્લીકેશનમાં ટ્રેડ કરવાથી 100 ટકા નફાની લાલચ આપતા
બન્ને એપ્લીકેશનમાં ઓટોમેટિક ટ્રેડ થાય અને જે નફો થાય તેમાંથી કોલ
સેન્ટરના સંચાલકને 30 ટકા કમિશન આપવાની શરત મૂકી લલચાવી
આધારકાડ, પાનકાર્ડ, બેંક ડિટેઇલ, વ્હોટસએપ નંબર મેળવી લેતા
વિશ્વામાં આવેલો ક્લાયન્ટ ઞઙઈં અથવા બેંક એકાઉન્ટમાં પૈસા જમા
કરાવે એ પછી એ રકમને મોબાઇલ એપ્લીકેશનમાં ડોલરમાં ક્ધવર્ટ કરીને
બેલેન્સ દર્શાવતા
બે ત્રણ દિવસ પછી કલાયન્ટના એકાઉન્ટમાં સોફ્ટવેરથી મેન્યુપ્લેટ કરી
30 હજાર નફો દર્શવાવી ફોનથી જાણ કરતા હતા
ક્લાયન્ટ નફાની રકમ વીથડ્રો કરવા ઇચ્છતા હોય તો કમીશનના 10
હજાર ઞઙઈં અથવા બેંક એકાઉન્ટમાં જમા કરાવાનું કહેવાય, કલાયન્ટ
પૈસા જમા કરાવે એટલે એ રકમ ઉપાડીને માત્ર 3500 રૂપિયા જમા
કરાવી બે દિવસ પછી ફરી વખત નફો દર્શાવે અને કમિશનના પૈસા
મગાવી એકાઉન્ટ,સીમકાર્ડ બંધ કરી દેતા હતા
-એક કસ્ટમરને ફસાવવા માટે ઓછામાં ઓછા 15 થી 25 દિવસનો
સમય ફાળવતા હતા
તેમજ આ કોલસેન્ટર બે માસથી ચાલતુ હતુ તેમજ EAGLE TRADE તથા GLOBAL TRADE મોબાઇલ
એપ્લીકેશનો કોની પાસે ડેવલોપ કરાવેલ છે. તે બાબતે તપાસ ચાલુ છે.
➢ તેમજ રેઇડ ર્રમ્યાન પકડાયેલ મોબાઇલોની ડીટેઇલ મેળવી અલગઅલગ રાજયના કેટલા
નાગરીકો છેતરપીંડીનો ભોગ બનેલ છે તે બાબતે તપાસ ચાલુ છે.
➢ તેમજ આ કોલસેન્ટર માથી ભારતીય નાગરીકોના નાણા કયા બેંક એકાઉન્ટમા મેળવતા હતા તે
બાબતે તપાસ ચાલુ છે.
➢ તેમજ આ કોલસેન્ટરમાાં નોકરી માટેની જાહેરાત પરફેકટ જોબ પ્લેસમેન્ટ તથા વકાઇન્ડીયામાાં
ઓનલાઇન જાહેરાત બ્લુટ્રેડસા નામની કાંપનીએ આપેલ હોય તે બાબતે તપાસ કરવામાાં આવશે.
➢ સર્રહુઓફીસ કોની માલીકીની છેતેબાબતેતપાસ ચાલુ છે.
ઠગાઇ માટે ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટ, સીમકાર્ડની તપાસ.બે માસમાં લાખોની છેતરપીંડી કરનાર ફગ ટોળકીના કેટલા બેંક એકાઉન્ટ છે, ઠગાઇથી મેળવેલી રકમ કબજે કરવા, દરેક ક્લાયન્ટને અલગ અલગ નંબરથી ફોન કરતા હોવાથી એ સીમકાર્ડ ક્યાંથી અને કોના નામે લેવાયા હતા? એ સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
કામગીરી કરનાર અસધકારી તથાસ્ટાફ ના નામઃ-
રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર
એચ.બી.ધાાંધલ્યા તથા પો.હે.કો. સુભાષભાઇ ઘોઘારી, રાજેશભાઇ બાળા, રઘુવીરમસિંહ વાળા, મસધ્ધરાજમસિંહ જાડેજા, પ્રદર્પમસિંહ જાડેજા, તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઇ ડાાંગર, શદકતમસિંહ ગોદહલ તથા પેરોલ ફલો સ્કોડના મહીલા
પો.કો. ભુમુકાબેન ઠાકર તથા એ.સી.પી. કચેરીમાાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ ર્ેવરાજભાઇ કળોતરા નાઓ
ધ્વારા કામગીરી કરવામાાં આવેલ છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025