મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોલીસ નું ઉમદાકાર્ય ઝૂપડપટ્ટી અને ફૂટપાથ ખાતે રહેતા બાળકો સાથે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી,
News Jamnagar January 15, 2021
જૂનાગઢ
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે..
ગઈકાલે મકરસંક્રાતિનો તહેવાર હોય, જુનાગઢ પોલીસ દ્વારા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પી.એસ.આઇ. એ.કે.પરમાર, હે.કો. મુકેશભાઈ, જીવાભાઈ, પરેશભાઈ, કલ્પેશભાઈ, પૃથ્વીસિંહ, અજયસિંહ, ભગતસિંહ, વિગેરે સ્ટાફના માણસો જૂનાગઢ ખાતે આવેલ ઝૂપડપટ્ટી વિસ્તારમાં બાળકો અને ફૂટપાથ ઉપર રહેતા બાળકો, સાથે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી, તેઓને તલ અને મામરાના લાડુ સહિતની મીઠાઈઓનું વિતરણ કરી, નાસ્તો કરાવી, અનોખી સેવા પૂરી પાડેલ છે.
હાલના સંજોગોમાં ઝૂપડપટ્ટી તથા ફૂટપાથ પર વસતા લોકો તથા બાળકો સાથે કોઈ વાત કરવા કે બેસવા તૈયાર નથી, એવા આધુનિક યુગના સમયમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા બી ડિવિઝન પીઆઇ આર.બી.સોલંકીના માર્ગદર્શન હેઠળ જુનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતે આવેલ ઝૂપડપટ્ટી તથા ફૂટપાથ ઉપર વસતા લોકો તથા બાળકો સાથે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી, તેઓને જૂનાગઢ પોલીસ દ્વારા મમરા તથા તલના લાડુ જાતે પીરસી, જાતે જ જમાડવા સહિતની કામગીરી કરી, સહિષ્ણુતા બતાવી અને અતિ બાળકો પ્રત્યે સહાનુભૂતિનો એહસાસ કરાવી, સંવેદનશીલતાનો અનુભવ કરાવેલ છે. જૂનાગઢ ખાતે આવેલ ઝૂપડપટ્ટી અને ફૂટપાથ ખાતે રહેતા બાળકો તથા તેના પરિવારજનો જૂનાગઢ પોલીસની સેવાકીય તથા સવેદનશિલ ભાવનાથી ભાવ વિભોર થઇ ગયેલ હતા. જૂનાગઢ ખાતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પીઆઇ આર.બી.સોલંકીને મકરસંકરાતીના બંદોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન બાળકોને મકરસંક્રાંતિની ઉજવણી કરાવવાનો વિચાર આવ્યો અને જૂનાગઢ પોલીસ દ્વારા તેનો અમલ કરી, મકરસંકરાતીના બંદોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન બાળકોને તહેવારની ઉજવણી કરાવી,તહેવારને સાર્થક કર્યાની ભાવના વ્યક્ત કરેલ હતી.
જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ દ્વારા મકરસંક્રાંતિ બાળકો તથા જરૂરિયાતમંદો સાથે ઉજવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સુત્રને સાર્થક કરેલ છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024