મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જીલ્લા પોલીસની સૂચકતાને પગલે મોટો હત્યાં કાંડ થતો રહી ગયો છે.
News Jamnagar January 15, 2021
જામનગર
અહેવાલ સબીર દલ.
જામનગર જીલ્લા પોલીસ વડાને જીલ્લામાં ગુનાખોરી કાબુમાં લેવા માટેના ખાસ મિશન માટે મુક્યા છે. ત્યારે મોટા લેવલની ગુન્હા ખોરી મહંદઅંશે મોકૂફ થઇ ગઈ છે આજે જામનગર જીલ્લા પોલીસની કુનેહ અને સમય સૂચકતાને પગલે મોટો હુમલો કે હત્યાં કાંડ થતો રહી ગયો છે.આરોપીઓના જણાવ્યા મુજબ બુધવારે સાંજે જિલ્લા જેલમાંથી જામીનમુક્ત થનારા તુષાર ઉર્ફે રાજુ, લક્ષ્મણ ઉર્ફે અજય અને રાજભા ચતુરસિંહ સોલંકીને ઉપરોક્ત ટોળકી હુમલાનો ભોગ બનાવી હત્યાનો પ્રયાસ કરવાના હતા. પરંતુ તેની કોઈ પણ રીતે પોલીસને બાતમી મળી ગઈ હતી તેથી આરોપીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું. આરોપીઓએ જણાવ્યા મુજબ હુમલાનો ભોગ બનનાર હાજી હમીર સુમરા એ તેઓને ઉપરોક્ત કૃત્ય માટે સોપારી આપી હોવાનું જાણવા મળેલ છે.
જામનગર જિલ્લા જેલ બહાર શંકાસ્પદ શખ્સો ઘાતક હથિયારો સાથે ગંભીર વારદાતને અંજામ આપવાના હોવાની જામનગર એલસીબીને હકીકત મળી હતી જેના આધારે બુધવારે અંદાજે રાત્રે સાડા નવેક વાગ્યે પોલીસની ટીમ જેલ પરિસર પહોચી હતી.બનાવની પોલીસ દફ્તરેથી મળતી વિગત મુજબ ગઈ તા.14/10/2020ના રોજ ફરિયાદી હાજી હમીરભાઇ ખફી રહે. મસીતિયા તા.જી.જામનગર નાઓ પર આરોપી અશ્વિન વસરા અને અન્ય ઈસમોએ ભેગા મળી ગેરકાયદેસર મંડળી રચીને સાહેદને જાનથી મારી નાખવા ધમકી આપીને ફરિયાદીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે અંગે જામનગર સીટી સી ડિવિઝનમાં ઇપીકો કલમ
326,325,323,504,143,147,148,149,506(2) તથા જીપીએક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધાયો હતો જે ગુન્હામાં પકડાયેલ આરોપીઓ પૈકી તુષાર ઉર્ફે રાજુ, લક્ષ્મણ ઉર્ફે અજય અને રાજભા ચતુરસિંહ સોલંકી તા.13-01-2021ના જામનગર કોર્ટનાં હુકમ મુજબ જામનગર જેલ ખાતેથી જામીન પર મુક્ત થનાર હોય જેની સામે તાજેતરની જૂની અદાવતામાં હાજી હમીરભાઈ ખફીએ પોતાના માણસોને દેશી તમચો, મોટી તલવાર જેવો છરો, કુહાડી, ધારીયા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે જામીન પર મુક્ત થતા ઉપર મુજબના ત્રણેય ઈસમોને જાનથી મારી નાખવાના ઇરાદે એકઠા થયા હોવા અંગેની ગુપ્ત માહિતી જામનગર એલ. સી. બી.ના પોલીસ કોન્સ્ટેબલ હરદીપભાઈ ધાધલ તથા સુરેશભાઈ માલકિયાને મળતા સમયસૂચકતા વાપરી જામનગર જીલ્લા જેલ ખાતે તાકીદે દોડી જઈને ઘાતક હથિયારો સાથે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા જયારે છ ઈસમો નાસી છૂટ્યા હતા.
પકડાયેલ આરોપી :
1. ઇકબાલ બસીરભાઈ સંધી 2 આશીફ અલીભાઈ સંધી
3.રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જામનગર. 4 ઐયાજ ઐયુબભાઈ ખફી. 5હાજી ઐયુબ ખફી સુમરા
આ ગુનાં કામે નાસી ગયેલ આરોપી :
1. હાજી હમીરભાઇ ખફી સુમરા રે. મસીતિયાં જામનગર, સોપારી આપનાર. 2 શિવા જાડેજા, જામનગર. 3 રહીમ કાસમ સુમરા, જામનગર .4 કિશન કોળી તથા તેની સાથેના બીજા ત્રણ માણસો રેનોલ્ડ કવીડ ગાડી .5 ઇમરાન મોહમંદ સુમરા (એકસીસ મોટર સાઇકલ). 6 સંજય પ્રફુલ વાઘેલા ઉર્ફે બાઠીયો (સ્પલેન્ડર મોટર સાઇકલ)
ઘાતક હથિયાર સાથે ઝડપાયેલ માલમત્તા : દેશી બનાવટના તમચા – 2 તથા 7 કાર્ટીઝ .ધારદાર ફરસી – 6.કુહાડી 1 તથા ધારિયું – 1.લોખંડની પાઇપ – 1 તથા તલવાર જેવો મોટો છરો – 1 રોકડ રૂપિયા 18700/- મોબાઈલ – 6, ઇકો કાર -1 મળીને કુલ રૂપિયા 266600/- કબ્જે કરવામાં આવ્યો.
આ કામગીરી જામનગર એલ. સી. બી. પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. ચૌધરીની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. એમ. દેવમુરારી, આર. બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્ટાફના કર્મચારીઓએ કરેલ છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024