મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિરોધ પ્રદર્શન કરવા માટે સાત રસ્તા નજીક એકત્ર થયેલ શહેર કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.
News Jamnagar January 15, 2021
જામનગર
અહેવાલ સબીર દલ
જામનગરમાં આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિવિધ વિકાસના કામોના ખાતમુર્હત લોકાર્પણનો કાર્યક્રમ કરવાના હતા. ત્યારે જામનગર શહેર તથા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને આવેદન આપવાનો કાર્યક્રમ ઘડાયો હતો.
કોંગ્રેસ સમિતિના આવેદન પત્રમાં જણાવ્યા મુજબ દેશભરની સાથે ગુજરાતમાં કોરોના મહામારી સમયે પ્રજાને માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે એક બાજુ મહામારી અને લોક ડાઉનના કારણે લોકો બેરોજગાર અને આર્થિક તંગીનો શિકાર બન્યા હતા ત્યારે પડ્યા પર પાટુ સમાન સરકારએ માસ્કના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા.જયારે ભાજપ સરકારના નેતા કે કાર્યકરોને કોઈ દંડ કરતુ નથી ત્યારે આમ જનતાનો શું દોષ એવા આક્ષેપ સાથે કોંગ્રેસએ સરકારને પ્રજા પાસેથી વસુલેલ દંડ પરત કરવા અને હવે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સના દંડથી રાહત આપવા કોર્ટમાં અપીલ કરવા જણાવ્યું હતું.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે ત્યારે આ કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવા માટે સાત રસ્તા નજીક એકત્ર થયેલ શહેર કોંગ્રેસના પ્રમુખ સહીના 55 કાર્યકરોની પોલીસે દ્વારા અટકાયત કરવામાં આવી હતી પોલીસે તમામ કોંગી કાર્યકરોને સીટી બી ડીવીજન પોલીસ દફતર લઇ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્યમંત્રીના જામનગરના કાર્યક્રમ પુન થયા બાદ કોંગી કાર્યકરોને મુક્ત કરવામાં આવશે તેમ જાણવા મળેલ હતું.
આવેદન પત્ર આપવા કોંગ્રેસી કાર્યકરો મુખ્યમંત્રી સમક્ષ પહોંચે તે પહેલા સાતરસ્તા નજીકથી તેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024