મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડાક પાર્સલની આડમાં થતી દારૂ ની હેરફેરનો પર્દાફાશ કરતી આર.આર.સેલ.
News Jamnagar January 16, 2021
રાજકોટ
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ગત માડી સાંજે આર.આર.સેલે સપાટો બોલાવ્યો છે.જેમાં રેપીડ રિસ્પોન્સ સેલે ડાક પાર્સલની આડમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેઇનર ઝડપી લીધું છે. જેમાંથી આર. આર. સેલની ટીમે રૂ.24.49 લાખની કિંમતનો જુદી જુદી બ્રાન્ડનો 539 પેટી વિદેશી દારૂ જપ્ત કરી ટેન્કર ચાલકની ધરપકડ કરી છે.
રેન્જમાં ચાલતી પ્રોહી જુનાગરની પ્રવૃતી સદંતર નાબુદ કરવા માટે તેમજ આવી ગે.કા પ્રવૃતિ ઉપર કડક કાર્યવાહી કરવા માટે ડી આઇ જી.પી. સંદીપ સિંહ સાહેબ રાજકોટ રેન્જ નાઓએ રેન્જના તમામ જીલ્લાઓને સુચના કરેલ.જે અન્વયે પો.ઇન્સ એમ પી વાળા નાઓને મળેલ હકીકત આધારે સ્ટાફના રસીકભાઇ પટેલ , કુલદીપસિંહ ચુડાસમા તથા શીવરાજભાઇ ખાચર નાઓએ વાંકાનેર બાઉન્ડ્રી નજીક વાહન ચેકીંગ દરમ્યાન હકીકત વાળી બંધ બોડીની શંકાસ્પદ ટ્રક પસાર થતા તેને રોકી શંકાસ્પદ ટ્રક નં.એમએચ – ૪૬ – બીએમ -૦૧૬૯ માં ડ્રાઇવર રઘુવિરસિંધ રામેશ્વરલાલ ચંદુલાલ કસ્વા ( બશ્નોઇ ) રહે . ગુસાઇના , થાના – નાતોશ્રી ચીકટા તા જી.સીસરા હરીયાણા વાળાને રોકી ટ્રકની બોડી ખોલાવી તપાસ કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૬૪૬૮ કિ . રૂ .૨૪,૪૯,૪૧૦ / – તથા ટ્રક -૧ , મોબાઇલ તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ .૩૯,૫૩,૩૪૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી અન્ય સહઆરોપીઓ ( ૨ ) ટ્રક સોપનાર મુકેશ તથા ( 3 ) ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે .
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025