મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ના ત્રીજા તબક્કાના વર્ચ્યુઅલ લોંચીંગમાં સંસદસભ્ય પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિ
News Jamnagar January 16, 2021
જામનગર
“કૌશલ ભારત, કુશળ ભારત”ના સુત્રને સાર્થક કરતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ના ત્રીજા તબક્કાના લોંચીંગ વખતે જામનગર કેન્દ્ર ઉપર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
જામનગરના પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્ર ખાતે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના યુવાનો મા રોજગાર માટેના કૌશલ્ય વિકાસના સ્વપ્નને પૂર્ણ રૂપ આપવાની મહત્વકાંક્ષી યોજનાના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રનાથ પાંડેજી અને માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી રાજકુમાર સિંઘજી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા PMKVY 3.0 ના લોકાર્પણ કાર્યક્રમમાં સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ખાસ હાજર રહ્યા હતા તેમજ યુવાઓને રોજગારલક્ષી કૌશલ્ય તાલીમથી સ્વનિર્ભરતાની શુભેચ્છાઓ પાઠવી હતી
આ તકે આ યોજના ની મહત્વની માહિતી આપતા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ જણાવ્યુ હતુ કે
વર્ષ ૨૦૧૫ સુધી પીએમકેવીવાય ૧.૦ અમલમા હતી જે ટ્રાયલ બેઝ હતોબાદમાં ૨૦૧૫ થી ૨૦૨૦ પીએમકેવીવાય ૨.૦ અંતર્ગત સપ્લાય આધારીત પ્લેસમેન્ટ તાલીમ નો તબક્કો હતોહવે૨૦૨૦ થી ૨૦૨૫ સુધીના પીએમકેવીવાય ૩.૦ નુ તારીખ ૧૫ ને શુક્રવારે લોંચીગ થયુ છે જે ડીમાન્ડ આધારીત પ્લેસમેન્ટ તાલીમ નો તબક્કો છે કેન્દ્રસરકારશ્રીએ તબક્કાવાર ના ફેઝ મા ક્રાંતિકારી પરિવર્તનો કરી સુધારાઓ અમલમાં મુકી આ યોજના ખુબજ અસરકારક બનાવી છે અને વિનામુલ્યે દેશભરના બેરોજગારો જેમને ભલે ઓછો અભ્યાસ કર્યો હોય તેમને પણ રોજગાર માટે બેસ્ટ ટ્રેનીંગ થીયરી અને પ્રેક્ટીકલ બંને આપી ખરા અર્થમા યુવાનોને કૌશલ્યવાન બનાવવા દરેક જિલ્લામા કેન્દ્રો કાર્યરત કર્યા છે જેમા જામનગર જિલ્લામા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા પણ આ કેન્દ્રો કાર્યરત છે તેમજ જામનગર મા અત્યાર સુધી ૪૦૦૦ યુવા ભાઇઓ બહેનો એ તાલીમલીધી છે અને ૨૮૦૦ થી વધુ નુ પ્લેસમેન્ટ થયુ છે
આ કેન્દ્ર પર ની કાર્યવાહીની તાલીમ પદ્વતિની તેમજ કૌશલ્ય મેળવતા યુવાનો સાતે સંવાદ થી વિગતો મેળવી સંસદસભ્ય પૂનમબેન માડમએ સૌ ને પ્રોત્સાહીત કરી કેન્દ્રસરકારશ્રીની આ યોજના રોજગાર ક્ષેત્રે વધુ અસરકારક અને ઉપયોગી બને તેવુ માર્ગદર્શન અને પ્રેરણા પુરા પાડ્યા હતા
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024