મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેશના સૌથી મોટા રસીકરણ અભિયાનનો વીડિયો કોન્ફરન્સથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
News Jamnagar January 16, 2021
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યભરના 161 કેન્દ્રો પર 16 હજારથી વધુ હેલ્થકેર વર્કરોમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
કોરોના રસીકરણના પ્રારંભ થી કોરોનાના અંતની શરૂઆત થઇ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
-: મુખ્યમંત્રી :-
• નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર રહી કોરોના રસીકરણનો લાભ લે
• રાઉન્ડ ધ ક્લોક કામ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરનાર હેલ્થકેર વર્કરોને કોરોના રસીકરણની પ્રાથમિકતા આપવામાં આવી છે.
-:નાયબ મુખ્યમંત્રી :-
• સરકારી હેલ્થકેર વર્કરોની સાથે-સાથે ખાનગી પ્રતિષ્ઠિત તબીબોએ વેક્સિનનો ડોઝ લઇને પ્રજામાં વેક્સિન પ્રત્યે દઢ વિશ્વાસ ઉભો કર્યો છે.
• વેક્સિન ડોઝ લેનાર તમામ હેલ્થકેર વર્કરોની સ્વાસ્થય હાલત પર સતત દેખરેખ રાખવામાં આવશે
સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યુ હતુ તે ઘડી આજે આવી છે તેમ જણાવી ગુજરાત રાજ્ય સ્તરના કોરોના વેક્સિનનની કાર્યક્રમની શરૂઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે કોરોના મહામારીથી હેરાન- પરેશાન થયેલ લોકો માટે આજે અમૃત સમાન વેક્સિન આવી ગઇ છે. 16 મી જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ અને રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે દેશ અને રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ દ્વારા કોરોનાના અંતની શરૂઆત થઇ છે.
પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યમાં 161 કેન્દ્ર ઉપર 16 હજાર થી વધુ હેલ્થકેર વર્કરો કોરોના રસીકરણ હાથ ધરવામાં આવશે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ કે કોરોના વેક્સિનેસન કામગીરીનો રાજ્ય સ્તરે આરંભ થયો છે ત્યારે હેલ્થકેર વર્કરો દ્વારા ઉત્સાહભેર આ રસીકરણને આવકારવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ તેમજ સફાઇકર્મીઓના સ્ટાફ જેઓએ 9 મહિનાથી પણ વધારે સમયથી સતત ખડેપગે રહીને રાઉન્ડ ઘ ક્લોક રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી છે કોરોનાની બીમારીથી સપડાયેલા લોકોને બહાર કાઢવા દિવસ રાત જહેમત હાથ ધરી છે તેમને આ રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવવાનું જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રી શ્રીએ કહ્યુ કે કોરોનાકાળમાં પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓનો જીવ બચાવતા પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તે તમામ હેલ્થકેર વર્કરોનો કોરોના વેક્સિનેસન પર પ્રથમ હક રહેલો છે જેના ભાગરૂપે જ તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવા ભારત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રસીકરણ પ્રક્રિયામાં આવા બાહોશ હેલ્થકેર વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
અમદાવાદના નામાંકિત તબીબો, મેડિકલ જગતના તજજ્ઞો, પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઇને અન્ય લોકોને પ્રોત્સાહનરૂપ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે તેમજ જણાવતા મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યુ કે જયારે તબીબી જગત સાથે જોડાયેલ તજજ્ઞો કોઇપણ જાતના ડર વગર રસી લઇ રહ્યા હોય ત્યારે આપણે પણ કોઇપણ જાતના ડર વગર કોરોના વેક્સિનેસન પ્રક્રિયા અનુસરીને તેનો લાભ લેવો જોઇએ.
કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર જે રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે દરમિયાન ગુજરાતના નાગરિકો કોઇપણ જાતના ભ્રમ, સંકોચ રાખ્યા વગર અફવાઓથી દૂર રહી આ વેક્સિન લઇ શકે છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાગરિકોને અપીલ કરી હતી.
હાલ રસીકરણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાઇ રહેલી કોવિડશિલ્ડ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે રાજ્યના નાગરિકો આ વેક્સિન પર પૂરો ભરોષો રાખી તેને ગ્રહણ કરી પોતાને અને પરિવારને સુરક્ષિત કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના રસીકરણના પ્રાથમિકતા તબક્કામાં 5.41 લાખ જેટલા કોરોના રસીના ડોઝ આપવામાં આવવામાં આવ્યા છે જેમાં 4.40 લાખ જેટલા હેલ્થકેર વર્કરોને 287 કોરોના રસીકરણ કેન્દ્રો પર કોવિડશિલ્ડ કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે.જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા સમગ્ર રાજ્યના 161 રસીકરણ કેન્દ્ર પર 16 હજારથી વધુ લોકોમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કોરોના રસીકરણ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જણાવ્યુ કે ભારત સરકારના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને સમગ્ર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રસંગે સરકારી હેલ્થકેર વર્કરોની સાથે ખાનગી હોસ્પિટલના પ્રતિષ્ઠિત તબીબો પણ આ રસીકરણ પ્રક્રિયામાં જોડાઇને સમગ્ર ગુજરાતના હેલ્થકેર વર્કરોનો ઉત્સાહ વધાર્યો છે જે કારણોસર પ્રજામાં વેક્સિન પ્રત્યે વિશ્વાસ વધુ દ્ઢ બન્યો છે.
પેટેલે ઉમેર્યુ કે અમદાવાદ શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઉભા કરાયેલ વેક્સિન કેન્દ્ર પર રસીકરણની પ્રક્રિયા સતત કાર્યરત રહેશે અને વેક્સિન લેનાર તમામ હેલ્થકેર વર્કરોને સતત તબીબી દેખરેખ હેઠળ રાખીને કોઇપણ જાતની શારિરીક હાલાકી ન ભોગવવી પડે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
સિવિલ હોસ્પિટલ કોરાના રસીકરણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમીશ્નર , સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ , તબીબી તજજ્ઞો એ ઉપસ્થિત રહીને કોરોના રસી લેનાર હેલ્થકેર વર્કરોનો ઉત્સાહ વધાર્યો હતો.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024