મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાવતા સાંસદ પુનમબેન માડમ
News Jamnagar January 16, 2021
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાવતા સાંસદ પુનમબેન માડમ
રસીનો પ્રથમ ડોઝ ગ્રહણ કરતા જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરીશ મટાણી
દેવભૂમિ દ્વારકા તા.૧૬ સાંસદ પુનમબેન માડમે ખંભાળીયાની જનરલ હોસ્પીટલ ખાતેથી કોરોના રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, ભારતની વેકસીનની સમગ્ર વિશ્વમાં વિશ્વસનિયતા ખુબ વધારે છે. જેનો સકસેસ રેટ ૯૭ ટકા જેટલો છે. આ વેકસીનની કોઇ આડઅસર થતી નથી જેથી વેકસીન લેવા બાબતે કોઇએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. ભગવાન દ્વારકાધિશના આશિર્વાદથી આપણા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખુબ ઓછું છે. તેમણે છેલ્લા ૮-૧૦ માસથી રાત દિવસ જોયા વગર કોરોના મહામારીમાં સેવા બજાવી રહયા છે તેવા કોરોના વોરીયર્સને અભિનંદન પાઠવ્યા હતા.
જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ અધિક્ષક ડોક્ટર હરીશ માટાણીએ લીધો હતો. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જનરલ હોસ્પીટલના અધિક્ષક ડો. હરીશ મટાણીએ સ્વાગત પ્રવચન તેમજ ડો. જેઠવાએ આભારવિધી કરી હતી. રસીકરણના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનમાં સૌ સહભાગી થયા હતા. તેમજ રાજ્યની કોરોના સ્થિતિનો ચિતાર રજુ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરીનું પણ આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ પી.એસ. જાડેજા, કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જીલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઇ ગઢવી, નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ, તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારી વગેરે ઉપસ્થિત રહયા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024