મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જી.જી હોસ્પિટલ ખાતેથી રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો
News Jamnagar January 16, 2021
જામનગર
જામનગર ખાતે રસીકરણ અભિયાનનો શુભારંભ
પ્રથમ રસી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીનશ્રી નંદિની દેસાઈએ લીધી: અન્ય પણ રસીકરણમાં જોડાય તેવી અપીલ કરી
જામનગર તા.૧૬ જાન્યુઆરી, જામનગર ખાતે આજે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. સમગ્ર જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન સાથે જ જી. જી હોસ્પિટલ જામનગર ખાતેથી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી હચમચી ગયું હતું ત્યારે ભારત જેવા ખૂબ મોટી વસતી ધરાવતા દેશમાં પણ પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિથી આગોતરા પગલાં અને આયોજનના કારણે અન્ય દેશોની સરખામણીએ ખૂબ ઓછા કેસ જોવા મળ્યા. તત્પરતા અને ત્વરીત સારવાર થકી અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મૃત્યુદર ઓછો અને રિકવરી રેટ ખૂબ ઉંચો થયો. આમ છતાં પણ આપણે આપણા ઘણા સ્વજનો ગુમાવ્યા છે, જેમાં આપણા હેલ્થ કર્મીઓ પણ સેવા કરતાં કરતાં શહીદ થયા છે, કહી મંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ રસી ભારતમાં બની છે, જેના પર ખુદ સતત પ્રધાનમંત્રીશ્રીએ પણ નિરીક્ષણ રાખ્યું હતું. તમામ સંશોધન પ્રક્રિયા પૂર્ણ કરીને આ રસી આજે આપણી પાસે પહોંચી છે, જે એકદમ સુરક્ષિત અને અસરકારક છે. પ્રથમ તબક્કે દિવસ-રાત માનવજાતની સેવા કરનાર ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ કે જેઓ ફ્રન્ટલાઈન વોરીયર્સ છે, તેઓને આજથી રસીકરણનો શુભ આરંભ થઇ રહ્યો છે. આ રસીને બે ડોઝમાં આપવામાં આવશે. જેના થકી રસી લેનાર વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધશે.
આજે એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતેના રસીકરણ બૂથ લેવલે ૧૭૦ જેટલા તબીબોને રસી આપવામાં આવશે.
આ તકે કલેકટરશ્રીએ આ કોરોના મહામારી દરમિયાનના એક વર્ષની જામનગર જિલ્લાની લડતના સંસ્મરણોને તાજા કર્યા હતા અને સાથે જ આરોગ્યકર્મીઓ, જામનગરની અનેક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, અનેક નામી અનામી દાતાઓનો આ લડતમાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ રસીકરણના શુભારંભ સાથે જામનગર જિલ્લામાં પ્રથમ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી ડોક્ટર નંદિની દેસાઈએ વેક્સિનનો સૌપ્રથમ ડોઝ લીધો હતો અને અન્ય લોકોને પણ રસી લઇ આ અભિયાનમાં જોડાઇ માનવજાતને આ મહામારીમાંથી બહાર આવવા અપીલ કરી હતી.
ડિન બાદ કોવિડના નોડલ ડો. ચેટરજી, જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. તિવારી, whoના પ્રતિનિધિ ડો. વિનય કુમારે પણ રસી લઇ રસીકરણ અભિયાનમાં સહયોગ આપ્યો હતો.
આ રસીકરણમાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, કમિશનર સતીશ પટેલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ડીન અનુપ ઠાકર, આઇએમએના પ્રેસિડેન્ટ ડો. પ્રશાંત તન્ના,વાઇસ પ્રેસિડેન્ટ ડો. વિજય પોપટ, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. વસાવડા, ડો. અજય તન્ના, કોરોનાના નોડલ ડો. ગોસ્વામી, કર્નલ શર્મા, ડો. ભાર્ગવ ડાંગર, મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર ડો. ઋજુતા જોશી વગેરે મહાનુભાવો-પદાધિકારીઓ અને ડોક્ટરો, આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024