મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાજ 2 મહિલા કોર્પોરેટરોનો પક્ષ પલ્ટો.
News Jamnagar January 17, 2021
જામનગર
જામનગર ભાજપ માં મોટું ભંગાણ લોકોના દરેક પ્રશ્ને લડાયક મિજાજ ના મહિલા કોર્પોરેટર એ ભાજપ સાથે ગઈકાલે છેડો ફાડ્યો હતો.
ગઈકાલે વોર્ડ નંબર 4 ના કોપરેટર રચનાબેન નંદાણીયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા સર્વે કોંગ્રેસ પરિવાર તેમને આવકાર્યા હતા.
બીજા દિવસે વોર્ડ ન.16 ના કૉંગ્રેસ કોર્પોરેટર નીતાબેન પરમાર આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીજી તથા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સુશાંશન થી પ્રેરિત થઈ લોકહીત અર્થે વધુ સક્ષમ રીતે સ્વાયત્તતાથી કામ કરી શકાય તે ઉદેશથી વોર્ડ ન.16 ના કૉંગ્રેસ કોર્પોરેટર નીતાબેન પરમાર આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આ તબક્કે પ્રેસ મીડિયા પ્રતિનિધિઓની હાજરીમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ શહેર ભાજપ કાર્યાલય ખાતે જાહેરાત કરેલ. વોર્ડ ન. 16 ના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી મહિલા પ્રમુખ, વોર્ડ ન 16 ની ટિમ, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મહામંત્રી વિજયસિંહ જેઠવા મીડિયા સેલના આશિષભાઈ કંટારીયા તથા ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024