મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઈ હતી.
News Jamnagar January 18, 2021
જામનગર
જામનગર જિલ્લા માં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મંત્રીશ્રી રતુભાઈ ગોળ,સંગઠનમંત્રી અરૂણભાઇ જોષી અને સૌરાષ્ટ્ર સંભાગના કર્તવ્યનિષ્ઠ સંગઠન મંત્રીશ્રી મહેશભાઇ મોરીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લો, તાલુકો અને શહેરના સંયુક્ત ઉપક્રમે “કર્તવ્ય બોધ દિવસની” ઉજવણી ગત તારીખ 16 /1 /2021 ના રોજ દેવરાજ દેપાળ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી.
જેમાં મુખ્ય મહેમાન તરીકે જામનગર શહેરના નગર શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઈ બારડ તથા મુખ્ય વક્તા બી.જી. કાનાણી સાહેબ (પ્રિન્સિપાલ ઉમિયા ઉમિયા મહિલા કોલેજ ધ્રોલ )તરીકે હાજરી આપી. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહેમાનો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જીલ્લાના અધ્યક્ષ રવિન્દ્રભાઇ પાલ શહેર મહાસંઘના અધ્યક્ષ મનહરલાલ વરમોરા અને જામનગર તાલુકા મહાસંઘના અધ્યક્ષ ભાયા ભાઈ ભારવાડીયા તથા અન્ય ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો.
જામનગર શહેરના શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી બંકીમ ભાઈ ભટ્ટ દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતર્ગત જામનગર જીલ્લા કારોબારી નો પરિચય જિલ્લાના મંત્રીશ્રી નાથાભાઈ કરમુર ,શહેર કારોબારી સમિતિ નો પરિચય શહેર ના મંત્રીશ્રી જગદીશભાઈ સરડવા અને જામનગર તાલુકા કારોબારી પરિચય જામનગર તાલુકા અધ્યક્ષ ભાયાભાઈ ભારવાડિયા દ્વારા આપવામાં આવ્યો. શૈક્ષિક મહાસંઘના અન્ય ઉપસ્થિત હોદેદારોને પણ પોતાની ભાગીદારી નોંધાવી જેમાં જિલ્લાના વરિષ્ઠ અધ્યક્ષ શ્રી જીગ્નેશ ભાઈ પંડ્યા, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ભાવેશભાઈ ટાંક , જામનગર તાલુકાના મંત્રીશ્રી ધારશી ભાઈ ગડારા , જિલ્લાના સહમંત્રીશ્રી પ્રભુભાઈ ચાવડા, જામનગર તાલુકાના સંગઠન મંત્રી વિવેકભાઇ શિલુ, સંઘના વિસ્તાર કાર્યવાહ રામગોપાલભાઇ મિશ્રા, દીપેશભાઈ દેસાઈ, શહેરના વ.ઉપાધ્યક્ષ મેરામણભાઇ કારેથા,ઉપાધ્યક્ષ રમેશભાઇ જાંબુસા, સંગઠનમંત્રી સંજયભાઈ ભાતેલીયા,સહસંગઠન મંત્રી જેસાભાઇ કરમુર, મહિલા સહમંત્રી નિર્મલાબેન ગોસ્વામી,પ્રિતીબેન જગડ,તેમજ મહિલા શિક્ષિકા હેમાંગીબેન દવે હાજર રહ્યા .
શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય બદલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ પરિવાર દ્વારા આચાર્યશ્રી રાજેશભાઈ બારોટ (વુલનમીલ કન્યા તાલુકા શાળા )તથા વિજયભાઈ નકુમ (ચારણ નેસ પ્રાથમિક શાળા)નું વિશેષ સન્માન કરવામાં આવ્યું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ દ્વારા મહાસંઘ ની રૂપરેખા આપી શૈક્ષિક મહાસંઘના કાર્યો , શિક્ષકોનો હિત રાષ્ટ્રનું હિત અને સૌથી મહત્વપૂર્ણ બાળકોનું હિત જેવા વિચારો ને રજૂ કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો.
જામનગર ના માનનીય સાંસદ પૂનમબેન માડમ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ઉપસ્થિત ન રહી શકતા તેમણે કાર્યક્રમ માટે અને શૈક્ષિક મહાસંઘને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આમંત્રિત મુખ્ય વક્તા બી.જી .કાનાણી સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદ સુભાષચંદ્ર બોઝના રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્ય અને યોગદાન માટે વિશેષ પ્રવચન થયું. આભાર વિધિ માટે જામનગર તાલુકા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભાયાભાઇ ભારવાડિયા એ જવાબદારી સ્વીકારી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સુંદર સંચાલન જામનગર શૈક્ષિક પ્રાથમિક મહાસંઘના પ્રચારમંત્રી ડૉ.ભાવેશભાઈ વ્યાસે પોતાની સાહિત્ય શૈલીમાં કર્યું . તેમજ આ કાર્યક્રમ ને યુ-ટયુબ ચેનલ દ્વારા લાઇવ પ્રસારણ કરેલ જેમા મોટી સંખ્યામા શિક્ષકોએ પ્રસારણ નિહાળેલ, સાથે બહોળી સંખ્યામાં શિક્ષક મિત્રોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લઇ કાર્યક્રમને અનોખું ગૌરવ અપાવ્યું હતું અને અંતે બધા સારસ્વત મિત્રો ચા નાસ્તો અલ્પાહાર લઈ છુટા પડયા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024