મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જાંબુડા પાસેની વૃંદાવન ગૌશાળામા ગાય અને ગૌ વંશના જતન થી પ્રેરાઇ મકરસંક્રાતના દાન ની સરવાણી
News Jamnagar January 18, 2021
જામનગર
જામનગર પાસે જાબુંડા વિસ્તારની શ્રિો વૃંદાવન ગૌશાળામા ગાય તેમજ ગૌ વંશના જતન થાય છે તેનાથી પ્રેરાઇ દેશ વિદેશમાંથી દાન ની સરવાણી વહે છે ત્યારે મકરસંક્રાતના દિવસે વિશેષ રૂપે ગૌ પ્રેમી જીવદયા પ્રેમી સૌ એ દાન કર્યુ હતુ.
તેમજ મકરસંક્રાંતિ નિમિત્તે ગાયોને લાડુ ખવડાવવાનો તથા મેડીકલ કેમપ નો તેમજ તથા દરેક દાતાઓના સન્માનનો કાર્યક્રમ વૃંદાવન ગૌશાળા જાંબુડા ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યો હતો આ તકર દરેક દાતાઓનો ખૂબ સહકાર મળ્યો હતો જેમાં ઉમેશભાઈ દાવડા તથા ઉમેશભાઈ નંદા અરવિંદભાઈ પટેલ જૈન ગ્રુપ જામનગર નવકાર ગ્રુપ બ્રિજેશભાઈ વોરા જીવ દયા પરિવાર પ્રફુલભાઈ શેઠ સુરેશભાઈ મકવાણા તથા જાંબુડા ના સર્વે ભાઈઓ તરફથી ખૂબ સહકાર મળેલ છે.
મકરસંક્રાંતિ પુણ્ય કાર્ય ગાયોની ખૂબ સેવા કરે છે તેમનો ટ્રસ્ટી ચંદુભાઇ રાજ્યગુરૂ એ ખૂબ ખૂબ આભાર માન્યો હતો આ ઉપરાંત બાવાભાઈ મકવાણા હાલ મુંબઈ નિવાસી દર વર્ષે મકરસંક્રાંતિ નો લાડુ નો ખર્ચ આપે છે તેમની પણ નોંધ લેવાઇ હતી ઉલ્લેખનીય છે કે વૃંદાવન ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત આ ગૌશાળા જાંબુડા બાલાચડી સૈનિક સ્કૂલ રોડ વેલકમ વોટર પાર્ક પાસે છે જ્યા અત્યારે હાલમાં ૩૦૦ની આસપાસ ગાય વાછરડા બળદ કુલ પશુની સંખ્યાછે.
બાર વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે જેમાં મુંબઈ નિવાસી હાલારી ઓસવાળ ભીવંડી ગ્રુપ તથા પ્રદીપભાઈ ગાંધી તથા કોરોનાની મહામારી માં ઘણા બધા દાતાઓ તરફથી ખૂબ સહકાર મળેલ છે એ બધાનો આભાર વ્યક્ત કરાયો હતો અહી ગાયોને ઘાસચારો સેવા સારવાર પાણી ઉપરાંત પક્ષીઓને ચણ અને પગપાળા યાત્રાળુઓ માટે ભોજન પ્રવૃત્તિ ચાલે છે જે માટે પણ ઉના -મહુવા નીલેશભાઈ તથા રમેશભાઇ અમરેલી ભારત ટ્રેડિંગ કંપની રમેશભાઈ જામનગર કાંતિભાઈ ભારત મશીન ટૂલ્સ રાજુભાઈ જયંતીભાઈ કપુરીયા ધર્મા ઇન્ડસ્ટ્રીઝ અરજણભાઈ રાઠોડ બ્રાસ વશરામભાઈ નાગના વાળા દરેક દાતાઓનો સહકાર મળે છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024