મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દ્વારકા ખંભાળીયા હાઇવે વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જ્યો 3 ના ઘટના સ્થળે મોત 6 વ્યક્તિને ઇજા.
News Jamnagar January 18, 2021
દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા દ્વારકા હાઇવે દ્વારકા થી ખંભાળીયા જતા
સોનારડી ની નજીક અંદાજે 6વાગે ની સુમારે જીજે-૧૦-બીઆર-૯૦૬૩ નંબરની મોટર અને જીજે-૨૭-ડીબી-૧૨૧૩ નંબરની મોટર ધડાકાભેર અથડાઈ પડી હતી હાઇવે પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા.6 વ્યક્તિ ઓ ને ગંભીર ઈજા અને 3 વ્યક્તિ ઓ ના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા અને બીજા 6 વ્યક્તિ ઓને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ખંભાળિયા દેવ ભૂમિ હોસ્પિટલ અને જરનલ હોસ્પિટલ માં ખસેડાયા અને બાકીના જામનગર જી.જી.હોસ્પિટ્લ મા ખસેડવા મા આવેલ છે,પરમાર પરિવાર અમદાવાદ થી દ્વારકા દર્શન માટે જઈ રહયા હતા.અકસ્માત થયો હતો અકસ્માતની ત્યાંથી પસાર થતાં કોઈ વાહનચાલકે પોલીસ તથા ૧૦૮ ને જાણ કરતા બન્ને દોડ્યા હતાં.બન્ને મોટરમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ બનાવ બનતા ખંભાળિયા પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને ટ્રાફિક નિયમન સહિતની તેમજ સરકારી હોસ્પિટલમાં જરૂરી કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ તરફથી આવતા હતભાગી પરિવારના ભોગ બનનાર ના નામ દિનેશભાઈ રબારી તથા જગદીશ ઈશ્વરભાઈ દેસાઈ તેમજ અન્ય મોટરકારમાં કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામની કવુબેન મેરૂભાઈ ગોજીયા નામની આશરે 21 વર્ષની અપરિણીત યુવતી કાળનો કોળિયો બની ગયા હોવાનું સૂત્રો મુજબ જાણવા મળેલ છે.
કારમાં સવાર જગદીશ ઈશ્વરભાઈ દેસાઈ ઉવ 28 અને દિનેશ જયરામભાઈ દેસાઈ ઉવ 30 અને અન્ય કારમાં સવાર કલ્યાણપુર તાલુકાના કવુબેન મેરૂભાઈ ગોજીયાને ગંભીર ઈજાઓ પહોચતા ત્રણેયના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા. જયારે અમદાવાદના પરિવારના ભાવનાબેન જલ્પેશભાઈ રબારી ઉમર 28, ધ્રુવીત જલ્પેશભાઈ રબારી 7 વર્ષ, આશાબેન દિનેશભાઈ રબારી ઉમર 32 અને ધૈર્ય દિનેશભાઇ ભાઈ રબારી ઉમર 7 વર્ષ વાળાઓને ગંભીર ઈજાઓ પહોચતા પ્રથમ ખંભાળીયા બાદ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. જામનગરમાં ઘાયલ પરિવારની તાત્કાલિક સારવાર હાથ ધરી છે.
અહેવાલ. મમદ ચાકી
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024