મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જયમાતાજી ગ્રુપ દ્વારા અનદાન કરી અલગ રીતે સોનલબીજ ની ઉજવણી કરવામાં આવી
News Jamnagar January 18, 2021
જામનગર
અહેવાલ.રાણશી ગઢવી
ચારણ ગઢવી સમાજના યુવાનો દ્વારા સેવાયજ્ઞ સોનલબીજ નિમિતે જામનગરના વિવિધ વિસ્તારમાં ગરીબ લોકોને દાળભાત, રોટલી શાક, ખીચડી કઢી, ઠેરઠેર વિસ્તારમાં જઈ ભૂખ્યાને ભોજન વેહચી અલગ રીતે ધાર્મિક કાર્ય કરાયું હતું
તારીખ 15 જાન્યુઆરી
પોષ સુદ બીજ એટલે કે મઢડા વાળા આઈ સોનબાઈની જન્મ જયંતિ અત્યારે માત્ર સોનલમાં ની જન્મ જયંતિ જ નહીં પરંતુ ચારણો નું નવું વર્ષ પણ કહેવાય છે કેમ કે જ્યારે કુરિવાજો,વ્યસનો,દુષણો અને કડયુગનો પ્રકોપ જામ્યો અને સંસ્કૃતિ જ્યારે ધીમે ધીમે લુપ્ત થવા લાગી ત્યારે મોડ સાંખના ચારણ હમીરના ઘરે આઈ માં અવતર્યા અને એક અલગજ રાહ બતાવી નવો રસ્તો કંડાર્યો આમ તો ચારણો પર આદ્યશકિતની અમિ દ્રષ્ટિ આદિ કાળથી રહી છે, વિશેષ કૃર્પા પણ રહી છે અને એ કારણસર અખિલ બ્રહ્માંડ ભંડોદરી દેવી મા જ્યારે માનવ ખોળિયો ધરે છે.
ત્યારે ચારણના ખોરડે પધારે છે.આદિ આવડથી માંડીને અસંખ્ય અવતારો લઇને માતાજીએ ચારણોને ઉજળા કર્યા છે. અનાદિ કાળથી પૃથ્વી પર જે તે યુગના પ્રભાવ મુજબની કળાઓ લઇ જોગમાયાઓ ચારણોના ઘરે અવતરી છે.
આ દિવ્ય દૈવિય શ્રુંખલામા એક નામ સોનબાઇ મા નુ પણ જોડાયુ. માતાજીના જીવનની એક એક ક્ષણ પરમાર્થ માટે વપરાઇ હતી. તેમણે ચારણો સહિત અઢારે વર્ણને આશિષ, આશિર્વાદ અને જીવન ઉપદેશ આપ્યો હતો.
તેમણે દેશભરમા પ્રવાસ કરીને ચારણોને પોતાનુ નિજ રુપ ઓળખવા સચેત કર્યા હતા. વ્યશનો, આળસ, પ્રમાદ અને કુરિવાજોના પાશ માંથી એમને બહાર કાઢ્યા છે. સોનબાઇ મા એ જીવન રિતિ-નિતિની સારભુત શિક્ષા કહી શકાય એવા ૫૧ આદેશો આપણને વાણી અને શબ્દ સ્વરુપે આપ્યા છે.એ આદેશો રુપી જીવન સુત્રો પોતાના જીવનમા ઉતારવાથી મનુષ્યના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ સિધ્ધ થઈ શકે છે.અંધકારમા આશાનો અવિરત જલતો દિપક એટલે ચારણ જોગમાયા સોનબાઇ માં.અને એવી જોગમાયાશ્રી સોનલમાંના મંદિર તો લગભગ જ્યાં જ્યાં ચારણો વસે છે ત્યાં આવેલા છે અને અનેક જગ્યાએ આઈ સોનબાઈની જન્મ જયંતિ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાય છે અસંખ્ય લોકો દર્શન કરી પ્રસાદી લેતા હોય છે
અને રાત્રે ભજન સંતવાણી અને આઈ આરાધના ના કર્યો થતા હોય છે અને આ દરેક કાર્યક્રમ જામનગર અને ખંભાળિયામાં પણ વર્ષો થી થાય છે પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ સાદાઈ પૂર્વક ઉજવણી થઈ હતી ચારણ સમાજ તેમજ અઢારે આલમના આઈ ભક્તો પોતાના ઘરે રહી સાદગી પૂર્ણ રીતે પોત પોતાના ઘરે દીપ પ્રાગટય તેમજ આઈ આરાધના કરી આઈ સોનબાઈમાંની જન્મ જયંતિ સમજદારી પૂર્વક ઉજવી હતી અને આ નિર્ણય લોક હિત માટે ચારણ સમાજ આગેવાનો દ્વારા લેવાયો હતો
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024