મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લાશના ઢગલા વચ્ચે બાળકીનું રૂદન .યમરાજ બનીને આવેલા ડમ્પરે ફુટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડી નાખ્યા.15 ના મોત .
News Jamnagar January 19, 2021
સુરત
ગમખ્વાર અકસ્માત:સુરતના કિમ ચાર રસ્તા નજીક ફૂટપાથ પર ઉંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતા ,
માતા-પિતાનું મોત, છ મહિનાની બાળકીનો આબાદ બચાવ લાશોના ઢગલા વચ્ચે બાળકીનું રૂદન લાશ ઢગલા વચ્ચે બાળકીનું રૂદન સાભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
લાશ ઢગલા વચ્ચે બાળકીનું રૂદન સાભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
ડમ્પરની અડફેટે બાળકો સહિત 15 લોકોના મૃત્યુઃ રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય, ઇજાગ્રસ્તોનો સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે, રાજસ્થાન સરકારને પણ જાણ કરવામાં આવી
સૂત્ર મુજબ મળતી વિગત અનુસાર ગત રાત્રે કીમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઉંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતા 12 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું સારવાર વેળાં મોત નીપજતાં મૃતાંક 15 પર પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. ડમ્પરચાલક પકડાયો ત્યારે ચિક્કાર પિધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એકસાથે 12 લોકોના મોત થતાં ઘટના સ્થળે લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા એકસાથે 12 લોકોના મોત થતાં ઘટના સ્થળે લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા
ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરે કાબુ ગુમાવ્યો.મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લા પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે.
દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કીમથી માંડવી તરફ જ રહેલા ડમ્મરના ચાલકે કીમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રસ્તાના કિનારે આવેલા ફૂટપાથ પર ચઢી જતાં સૂતેલા 20 શ્રમિકોને કચડી નાંખ્યાં હતા. ભર નિંદર, માણી રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 12ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસકર્મીઓએ લાશને ટેમ્પોમાં ભરી નિંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ચઢી જતાં મોટાભાગના મૃતકોની ડેડબોડી કચડાઇ ગઇ હતી. એકસાથે ૧૨ લોકોના મોત થતાં ઘટના સ્થળે લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. આવી હાલત વચ્ચે પોલીસકર્મીઓએ લોહી નિંગળતી હાલતમાં ૧૨ ડેડબોડી ટેમ્પોમાં ભરીને હોસ્પિટલમાં ખસેડી હતી.
મૃત્યુ પામેલ કમભાગીઓ .સફેશા ફ્યુચઇ, શોભના રાકેશ, દિલીપ ઠકરા, નરેશ બાલુ, વિકેશ મહીડા, મુકેશ મહીડા, લીલા મુકેશ, મનિષા, ચધા બાલ બે વર્ષની છોકરી, એક વર્ષનો છોકરો.લોરેન્સ વીલ્યમ .સુરત
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024