મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ખાતે પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિનની ઉજવણી
News Jamnagar January 19, 2021
જામનગર
જામનગર જિલ્લા માં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મંત્રી રતુભાઈ ગોળ,સંગઠનમંત્રી અરૂણભાઇ જોષી અને સૌરાષ્ટ્ર સંભાગના કર્તવ્યનિષ્ઠ સંગઠન મંત્રી મહેશભાઇ મોરીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ધ્રોલ-જોડિયા તાલુકામાં “કર્તવ્ય બોધ દિવસની” ઉજવણી તારીખ 17 /1 /2021 ના રોજ શિશુ મંદિર ખાતે કરવામાં આવી હતી.
જેમાં મુખ્ય વક્તા બી.જી. કાનાણી સાહેબ (પ્રિન્સિપાલ ઉમિયા ઉમિયા મહિલા કોલેજ ધ્રોલ )તરીકે હાજરી આપી. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહેમાનો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જીલ્લાના અધ્યક્ષ શ્રી રવિન્દ્રભાઇ પાલ શહેર મહાસંઘના મંત્રી નાથાભાઈ કરમૂર, સહમંત્રી પ્રભુભાઈ ચાવડા તથા અન્ય ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો. ધ્રોલ જોડિયા ના સંયોજક લક્ષમણ ભાઈ ભરવાડ દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. શૈક્ષિક મહાસંઘના અન્ય ઉપસ્થિત હોદેદારોને પણ પોતાની ભાગીદારી નોંધાવી જેમાં જિલ્લા કોષાધ્યક્ષ ભાવેશભાઈ ટાંક , જામનગર તાલુકાના મંત્રી ધારશી ભાઈ ગડારા , વગેરે શિક્ષક ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા.
શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના સંગઠન મંત્રી મહેશભાઈ સપોવડીયાં દ્વારા મહાસંઘ ની રૂપરેખા આપી શૈક્ષિક મહાસંઘના કાર્યો , શિક્ષક હિત, રાષ્ટ્રહિત અને મહત્વપૂર્ણ બાળકહિત જેવા વિચારો ને રજૂ કરી સાથે રામ મંદિર નિર્માણ માં શિક્ષકો ને ઉદાર હાથે ફાળો આપવા ના આહ્વાન સાથે કાર્યક્રમ ને આગળ ધપાવ્યો. આમંત્રિત મુખ્ય વક્તા બી.જી .કાનાણી સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદ સુભાષચંદ્ર બોઝના રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્ય અને યોગદાન માટે વિશેષ પ્રવચન થયું. આભાર વિધિ લક્શ્મણભાઈ ભરવાડે સ્વીકારી હતી.
સંપૂર્ણ કાર્યક્રમનું સુંદર સંચાલન જામનગર શૈક્ષિક પ્રાથમિક મહાસંઘના પ્રચારમંત્રી ડૉ.ભાવેશભાઈ વ્યાસે પોતાની સાહિત્યિક અને આગવી શૈલીમાં કર્યું . તેમજ આ કાર્યક્રમ ને યુ-ટયુબ ચેનલ દ્વારા લાઇવ પ્રસારણ કરેલ જેમા મોટી સંખ્યામા શિક્ષકોએ પ્રસારણ નિહાળેલ, સાથે બહોળી સંખ્યામાં શિક્ષક મિત્રોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લઇ કાર્યક્રમને અનોખું ગૌરવ અપાવ્યું હતું .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025