મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કરતી એન્ટી હયુમન ટ્રાફીકીંગ.
News Jamnagar January 19, 2021
રાજકોટ
ઇસ્કોન મોલ બીલ્ડીંગ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલ પર્પલ ઓર્ચીડ સ્પા એન્ડ સલુન નામના સ્પા સેન્ટરમાં સ્પાના ઓઠા હેઠળ દેહવ્યાપારનો ધંધો ચલાવતા એક ઇસમને તેમજ સ્પામાથી દારુની બોટલ તથા કેફી પ્રવાહી પીધેલ અન્ય બે ઇસમોને પકડી પાડતી એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ રાજકોટ શહેર.
રાજકોટ શહેરના મ્યું . પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સા . તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સા . તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૧ પ્રવીણકુમાર મીણા સા . તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૨ શ્રી મનોહરસિંહ જાડેજા સા.નાઓ તથા મદદનીશ પોલીસ કમિશનર ( ક્રાઇમ ) ડી.વી.બસીયા સા . રાજકોટ શહેરનાઓએ રાજકોટ શહેરમાં પેટ્રોલીંગમાં રહી એન્ટી હયુમન ટ્રાફીકીંગના કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સુચનાઓ આપેલ જેથી એ રીતેના અમો એમ.એસ.અંસારી પો.સબ.ઇન્સ . એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ તથા સ્ટાફના પો.હેડ.કોન્સ બકુલભાઇ તથા પોકોન્સ મહમદઅજરૂદીનભાઇ તથા મહીલા પો.કોન્સ . સોનાબેન મુળીયા તથા મહીલા પો.કોન્સ . ભુમીકાબેન ઠાકર ના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના સ્ટાફના પો.કોન્સ મહમદઅજરૂદીનભાઇ તથા મહીલા પો.કોન્સ . સોનાબેન મુળીયા તથા મહીલા પો.કોન્સ . ભુમીકાબેન ઠાકર નાઓને સંયુક્ત રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ જે આધારે રાજકોટ ૧૫૦ ફૂટ રિંગ રોડ બીગબજાર ની બાજુમાં પેટાલુન્સ ગ્રાઉન્ડ ફ્લોરમા પર્પલ ઓર્ચીડ સ્પા એન્ડ સલુન દુકાન નં -૧૦૧ માં સ્પાના ઓઠા હેઠળ દેહવ્યાપારનો ધંધો ચાલે છે .
જેથી સદરહુ સ્પામા રેઇડ કરતા સ્પાનો સંચાલક ( ૧ ) જયરાજસીંહ સહદેવસિંહ ગોહીલ ઉ.વ .૩૦ રહે.અમરનગર શેરી નં -૨ કુળદેવી કુપા મવડી પ્લોટ રાજકોટવાળો આ કામનો આરોપી હોય તથા ભોગબનનાર બે સ્ત્રીઓ ઉત્તર પ્રદેશ , તથા પશ્ચીમ બંગાળ , એમ કુલ -૨ સ્ત્રીઓ મળી આવેલ હોય અને સદરહુ જગ્યાએથી કોન્ડોમ તથા રોકડ રૂપીયા ૧૦,૦૦૦ – તથા એક મોબાઇલ અને ડી.વી.આર , તેમજ મેન્ડોવેલ્સ નં .૧ ની કેફી પ્રવાહી ભરેલ અડધી કાચની કંપનીની બોટલ કીમત રૂ .૨૦૦ / -સાથે એમ કુલ કીમત મળી રૂપીયા ૧૫,૨૦૦ / – ના કુલ મુદ્દામાલ સાથે મળી આવેલ છે અને મજકુર આરોપીએ એક ગ્રાહક દીઠ રૂપીયા ૩૦૦૦ / – લઇ અને ભોગબનારને રૂ .૧૦૦૦ – આપી અને મસાજના તથા શરીર સંબંધ બંધાવતો હોય તથા રૂ .૨૦૦૦ / – પોતે રાખતો હોય જેથી મજકુર આરોપી વિરૂધ્ધ ઇમોરલ ટ્રાફીક પ્રીવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫ , મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે . અને સદરહુ સ્પા માં સંચાલક આરોપી નં -૧ ) ની મંજુરીથી બેસેલ આરોપી નં -૨ ) તથા ( ૩ ) રૂમ નં- ( 3 ) માથી મેક્કોવેલ્સ નં -૧ ની કેફી પ્રવાહી ભરેલ કંપનીની બોટલ કીમત રૂ .૨૦૦ / -સાથે તેમજ આરોપી ને -૨ ) તથા ( ૩ ) કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા આરોપી નં . ( ૧ ) વિરુધ્ધ ટ્રાફીક ઇમોરલ એક્ટનો ગુનો તથા આરોપી નં- ( ૧ ) , ( ૨ ) , ( ૩ ) નાઓ વિરુધ્ધ વિદેશી દારુ કજામા રાખવાનો તથા આરોપી નં- ( ) , ( ૩ ) નાઓ વિરુધ્ધ કેફી પ્રવાહી પીધેલના ગુનાઓ તાલુકા પો.સ્ટે.માં દાખલ કરાવી આગળની તપાસ પો.ઇન્સ.શ્રી તાલુકા પો.સ્ટે.નાઓ તરફ મોકલી આપેલ છે .
આરોપીઓ : ( ૧ ) જયરાજસીંહ સહદેવસિંહ ગોહીલ ઉ.વ .૩૦ રહે.અમરનગર શેરી નં – ર કુળદેવી કુપા મવડી પ્લોટ રાજકોટ ( ૨ ) જયરાજસિંહ વનરાજસિંહ જાડેજા ઉ.વ .૨૯ રહે.વિષ્ણુ વિહાર શેરી નં -૨ રાજકોટ ( ૩ ) વીવેકભાઇ મનિષભાઇ વેગડ ઉ.વ .૨૧ રહે.ગોપાલનગર ભુમી એપાર્ટમેંટ -૪૦૧ ગાયત્રીનગર મેઇન રોડ રાજકોટકજે કરેલ મુદામાલ આરોપી નં- ( ૧ ) પાસેથી રોકડ રૂપીયા ૧૦,૦૦૦ / -તથા મો.ફોન નંગ -૧ કી.રૂ .૪૦૦૦ તથા ડી.વી.આર. કી.રૂ .૧૦૦૦ / – તથા ત્રણેય આરોપીઓના કજા માંથી મળી આવેલ મેક્કોવેલ્સ નં -૧ કંપનીની કેફી પ્રવાહી ભરેલ અડધી કાચની બોટલ ૩૫૦ એમ.એલ.ની કીમત રૂ .૨૦૦ / -મળી એમ કુલ રૂપીયા ૧૫,૨૦૦ / -ના મુદામાલ . કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ : – રાજકોટ શહેર એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટના પો.સબ.ઇન્સ એમ.એસ.અંસારી તથા પો.હેડ.કોન્સ બકુલભાઇ તથા પો.હેડ.કોન્સ ઝહીરભાઇ ખફીફ તથા પો.કોન્સ . મહમદઅજરૂદીનભાઇ તથા પો.કોન્સ . જયુભા પરમાર તથા મહીલા પો.કોન્સ . સોનાબેન મુળીયા તથા મહીલા પો.કોન્સ . ભુમીકાબેન ઠાકર તથા ડ્રા.હરીભાઇ બાલાસરાનાઓ દ્વારા કામગીરી કરવામા આવેલ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025