મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા ગામોના ૧૬ રોડ પહોળા કરવાના રૂપિયા ૭૮૫૬.૩૭ લાખના કામો મંજુર.
News Jamnagar January 20, 2021
જામનગર
પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા ગામોના ૧૬ રોડ પહોળા કરવાના રૂપિયા ૭૮૫૬.૩૭ લાખના કામો મંજુર થતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી, માન. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહજી તોમર,ગુજરાતના માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજી અને માન.નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલજીનો આભાર વ્યક્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
જામજોધપુર-કાલાવડ-ખંભાળીયા-દ્વારકા વિધાનસભા વિસ્તાર હેઠળમાં કુલ ૧૬૧. ૧૯ કિલોમીટર રોડ ૩.૭૫ મીટરમાંથી ૫.૫૦ મીટર પહોળા થશે
જામનગર પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગતજામનગર અને દેવભૂમિ દ્વારકા મા મળીને જુદા જુદા ૧૬ રોડ પહોળા કરવાના રૂપિયા ૭૮૫૬.૩૭ લાખનાકામો મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમ એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી,માનનીય કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહજી તોમર ,ગુજરાતના માન. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજી અને માન.નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલજીનો આભાર માન્યો છે
પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના -૩ અંતર્ગત બીજા તબક્કાના કામો હેઠળ જુદા જુદા ચાર વિધાનસભા વિસ્તારમા આવતા કુલ મળીને ૧૬૧.૧૯ કિોલોમીટર ના રોડ માટે સરકારશ્રીએ ૭૮૫૬.૩૭ લાખનો ખર્ચ મંજુર કરી જોબ નંબર ફાળવી આપ્યા છે
આ મંજુર થયેલા કામોમા જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં એમ.ડી.આર.થી પાટણ પરડવા અમરાપર રોડ-એસ.ૈરચ.થી સખપુર ધ્રાફા લ લોઇ શેઠવડાળા ભોજાબેડી વિરપુર રોડ, એસ.એચ.થી હરીપર પીપરટોડા થી જો. એસ.એચ. રોડ તેમજ ખંભાળીયા વિધાનસભા વિસ્તારના વડાલીયા સિંહણથી મહાદેવીયા રોડ,બજાણા આંબરડીથી ચોખંડા રોડ, ઘુમલી મોખાણાથી રાજપરા ધોરી માર્ગને જોડતો રોડ, ઉપરાંત કાલાવડ વિધાનસભા હેઠળના છતર મોટીવાવડી નવાગામ રોડ,બેરાજા ડુંગરાણી દેવળીયા રોડ,એસ.એચ.થી શાંતિનગર બાલંભા થી મેરાણા રોડ,લતીપર પીઠડ જશાપર રોડ ,ખારવા હમાપર જાલીયા દેવાણી રોડ અને દ્વારકા વિધાનસભા વિસ્તારના રાજપરા પોશીત્રા રોડ,ગોરીંજા જુની ધ્રેવાડ મેરીપર રોડ,એસ.એચ.થી ભાટીયા હડમતીયા જોધપુર રોડ,એસ.એચ.થી સુરચપર મોવાણા રોડને પહોળા કરવાનો સમાવેશ થાય છે
ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારોની સમાંતર જ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ ને કેન્દ્ર સરકારશ્રીએ પ્રાધાન્ય આપ્યુ છે જે અંતર્ગત ગ્રામીણ સડકો વિકસાવી ગ્રામ્ય વિસ્તારોમાં આવન જાવન ની સુખાકારી વધે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધતા ધંધા-રોજગાર વગેરે વધતા નાગરીકોના આવન જાવન વધતા પરિવહન સુવિધાની સાનુકુળતા માટે રોડ પહોળા કરવાની જરૂરિયાત હોવા અંગેની રજુઆતો ને સરકારશ્રીએ મહત્વ આપી આ નોંધપાત્ર રકમના વિકાસ કાર્યો મંજુર કર્યા હોઇ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ આ તકે ફરીથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી , માનનીય કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહજી તોમર, ગુજરાતના માન. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજી અને માન.નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલજીનો આભાર વ્યક્ત કર્યો છે
આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમે બંને જિલ્લાઓના જુદા જુદા તાલુકાઓના મોટી સંખ્યાના ગામોના ગ્રામજનોને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ નવી સુવિધાઓના અભિનંદન પાઠવી પરિવહન સાનુકુળતાની શુભકામનાઓ પાઠવી છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024