મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઇંગ્લીશ દારૂ નુ કટીંગ થાય તે પહેલાજ આર.આર.સેલ. ત્રાટકી લાખોના વિદેશી દારૂ નો જથ્થો કબ્જે.
News Jamnagar January 20, 2021
રાજકોટ
ગત તા.18ના રોજ મોડી રાત્રે વાંકાનેર તાલુકાના સમખેરવા ગામ નજીકથી રાજકોટ આર.આર. સેલની ટીમ દ્વારા વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. આરોપીઓ દારૂનું કટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજકોટ આર.આર. સેલની ટીમ આવી ચડતા આરોપીઓ નાશી છૂટ્યા હતા. આથી, કોઈ આરોપીઓ પકડાયા નથી. આ કન્ટેનરમાંથી 4860 બોટલ વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.
મોરબી જિલ્લામાં વર્ષ દરમિયાન જેટલો પણ વિદેશી દારૂ પકડાયો છેમાં દારૂનો મોટો જથ્થો પકડાયો હતો દરમિયાન ગત રાત્રિ દરમિયાન મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં દારૂનું કટિંગ થવાનું છે તેવી ચોક્કસ બાતમી આર.આર.સેલની ટીમને મળી હતી જેના આધારે આરઆરસેલની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવતા હાલમાં ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર મળી આવ્યું છે જેથી કરીને વાંકાનેરમાં પોલીસ સ્ટેશન ખાતે કન્ટેરનરને લઇ જઈ ને હાલમાં દારૂનો જથ્થો ઉતારવા માટેની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
આરઆરસેલની ટીમને મળેલ બાતમી ના પ્રમાણે વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં કન્ટેનર ઊભો રાખીને ત્યાં દારૂનું કટિંગ થવાનું છે તેની હકીકત મળી હતી જેના આધારે સમથેરવા ગામની સીમમાં દારૂનું કટીંગ થાય ત્યારે પહેલા ત્યાં પોલીસે પહોંચી ગઈ હતી અને વ્હીકલની હેરફેરી માટેના કન્ટેનરની તલાશી લેવામાં આવતા તેમાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું આ ક્ધટેનરમાથી 405 પેટી 4869 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને 18.22 લાખનો દારૂ અને 10 લાખની કિંમતનું વાહન એમ કુલ મળીને 28.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ દારૂનો જથ્થો પાટડી તાલુકાના પીપળી ગામના વસંત કાનજીભાઈ વાણિયા નામના શખ્સો હોવાની માહિતી સામે આવી છે. માટે તેને પકડવા હાલમાં પોલીસે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, નવા વ્હીકલની હેરાફેરી કરવા માટે જે કન્ટેરનાર હોય છે તે કન્ટેરનરની અંદર ચોરખાનું બનાવીને દારૂનો જથ્થો તેમાં ભરવામાં આવ્યો હતો અને કન્ટેનરની અંદર દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરવામાં આવી રહી હતી આમ બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર લઈ જવા માટે થઈને નવા નવા રસ્તા બનાવવામાં આવતા હોય છે જો કે પોલીસ દ્વારા સતર્કતા રાખીને દારૂનો જથ્થો પકડવામાં આવે છે તેવું છેલ્લા દિવસ સુધી જોવા મળે છે અને છેલ્લા દિવસોમાં દરેક વખતે અલગ અલગ રીતે દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય તેની વિગતો સામે આવેલ છે.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025