મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેરમાં ઘરફોડ ચોરી કરનાર બેલડીને ગણત્રીના દિવસોમાં પકડી પાડતી સીટી બી ડીવીઝન સર્વેલન્સ સ્કોર્ડ.
News Jamnagar January 20, 2021
જામનગર
જામનગર શહેરમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમોને ગણત્રીના દિવસોમાં પકડી પાડતી જામનગર સીટી .બી. ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ જામનગર જીલ્લામાં રાત્રી ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તથા અન્ડીકેટર ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય સાહેબની સુચના અને પોલીસ ઇન્સપેકટર કે.જે.ભોયે સાહેબના માર્ગદર્શન મુજબ આજરોજ સીટી બી ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના કે.વી.ચૌધરી પો.સબ ઈન્સ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ . શોભરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ . હરદીપભાઇ બારડ તથા દેવેનભાઇ ત્રિવેદી ને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર સીટી બી ડીવી . પો.સ્ટે . ભાગ અ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૧૦૦૭૫ આઇ.પી.સી. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ ના કામે લીમડા લાઇન શેરી નં . ૦૩ ખાતે એક રહેણાંક મકાનમાં થયેલ રોકડા રૂપીયા ૪૧,૦૦૦ તથા એક જોડી સોનાની બુટી કિ.રૂ. ૧૫,૦૦૦ ની ચોરી રમેશ નાથાભાઇ લીંબડ તથા ભુપેન્દ્ર બાબુલાલ દાઉદીયા નામના ઇસમોએ કરેલી છે અને તે બંન્ને ઇસમો ચોરી કરેલ સોનાની બુટી સોનીની દુકાનમાં વેચાણ કરવાની ફિરાકમાં છે અને હાલમાં બંન્ને ઇસમો વિકાસ ક્રોસ રોડ કોમ્પલેક્ષ , હોન્ડાના શો રૂમ પાસે ઉભા છે તેવી ચોકકસ હકીકત આધારે હકીકતવાળી જગ્યાએ જઇ બે શંકાસ્પદ ઇસમો મળી આવતા તુરત જ તેઓને પકડી લઇ બંન્ને ઇસમોના વારાફરતી નામ સરનામાં પુછતા ( ૧ ) રમેશ નાથાભાઇ લીંબડ જાતે કોળી ઉ.વ .૪૦ ધંધો છુટક મજુરી રહે . લીમડા લાઇન , ધારેશ્વર ડેરી પાછળ , મેઘઘારા એપાર્ટમેન્ટના પાર્કીગમાં , જામનગર તથા નં . ( ૨ ) ભુપેન્દ્ર બાબુલાલ દાઉદીયા જાતે ભોઇ ઉ.વ .૪૯ ધંધો મજુરી રહે . લીમડા લાઇન , રજપુત પરા , શેરી નં .૩ , જામનગર વાળો હોવાનું જણાવેલ . મજકુર બંન્ને ઇસમોને લીમડાલાઇન , શેરી નં .૩ , મુકતાબેન દવેના ઘરમાં થયેલ ચોરી બાબતે પુછતા પ્રથમ આડી અવળી વાતો કરી બાદમાં યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ચોરીની કબુલાત આપતા હોય મજકુર બંન્ને ઇસમની અંગઝડતી કરતા તેઓના કબ્બામાંથી રોકડા રૂપીયા ૩૯,૮૦૦ / – તેમજ એક જોડી બુટી વજન ૪ ગ્રામ ૪૭૦ મીલી કિ.રૂ. ૧૫,૦૦૦ ગણી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરેલ છે અને મજકુર આરોપીઓને સંદરહું ગુન્હાના કામે કોવીડ -૧૯ ના કામે કોરોના ટેસ્ટ કરાવી આ ગુન્હાના કામે અટક કરવા પર બાકી રાખેલ છે .
આ કામગીરીમાં પોલીસ ઈન્સ. કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ કે.વી.ચૌધરી એ.એસ.આઇ. બશીરભાઇ મુંદ્રા તથા પો.હેડ કોન્સ . શોભરાજસિંહ જાડેજા , રાજેશભાઈ વેગડ , રવીરાજસિંહ જાડેજા , ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ શિવભદ્રસિંહ જાડેજા , યુવરાજસિંહ જાડેજા , હરદીપભાઇ બારડ , કિશોરભાઈ પરમાર , ફૈઝલભાઇ ચાવડા , દેવેનભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025