મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત ACB ઇતિહાસનો સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કર્યો.
News Jamnagar January 21, 2021
ગુજરાત
ગુજરાત ACB ઇતિહાસનો સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ2 કર્યો.
ગુજરાત એસીબીના ઈતિહાસમાં અપ્રમાણસર મિલકતનો સૌથી મોટો કેસ દાખલ થયો છે. જેમાં ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ અને કલોલ ઈ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર (નિવૃત્ત) વિરમભાઈ લીલાભાઈ દેસાઈ પાસેથી અધધધ ગણાય એટલી રૂ.30.47 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે
કલોલ ખાતે ફરજ બજાવતા નીવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે ગુનો દાખલ કરાયો.
30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત
4 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન, 3 ફ્લેટ, 2 બંગલા , 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ ,BMW, ઓડી જગુઆર હોન્ડા સિટી જેવી 3 કરોડ રૂપિયાની 11 લક્ઝુરિસ કાર, રિયલ એસ્ટેટમાં રોકાણ આવ્યું સામે.
આરોપી ના પત્ની-પુત્રના નામનાં 30 બેન્ક ખાતાંમાં કરોડોના વ્યવહાર એસીબીએ વિરમ દેસાઈની સ્થાવર અને જંગમ મિલકતોની તપાસ કરતા તેમની પાસે પોતાના તથા પરિવારજનોના નામે લીધેલા 3 લક્ઝુરિયસ ફલેટ, 2 વિશાળ બંગલા, મોકાની જગ્યાએ 11 દુકાન તથા બીએમડબલ્યુ, ઓડી, અને જેગુઆર જેવી 11 મોંઘી કારનો કાફલો હોવાનું બહાર આવ્યું છે.
વિરમ દેસાઈની નોકરીમાં કાયદેસરની કુલ આવક આટલીછે
રૂ. 24,97,94,727 (24.97 કરોડથી વધુ) છે, જ્યારે તેમણે કરેલા કુલ ખર્ચ તથા રોકાણ રૂ.55,45,00,196 (55.45 કરોડ) છે. જેથી તેમણે કુલ રૂ. 30.47 કરોડથી વધુ અપ્રમાણસર સંપત્તિનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ આંકડો તેમની કાયદેસરની આવક કરતા 122.39 ટકા જેટલો વધારે છે.એસીબીના સૂત્રોના કહેવા પ્રમાણે, 2020માં અપ્રમાણસર મિલકતના 38 કેસમાં કુલ રૂ. 50.11 કરોડની સંપત્તિ શોધી કઢાઈ હતી. તેની સામે 2021ની શરૂઆતમાં ત્રણ જ કેસમાં આ આંકડો રૂ. 33.25 કરોડથી વધુ છે. તેમાં જીએલડીસી વિભાગના બે અને મહેસૂલ વિભાગના વિરમ દેસાઈના કેસનો સમાવેશ થાય છે.
એસીબીએ વિરમભાઈની નોકરી વિષયક દસ્તાવેજી માહિતી મેળવીને તેમની અને પત્નીની મિલકતોના પુરાવા ભેગા કર્યા હતા. બાદમાં એસીબીએ વિરમ દેસાઈ તથા અન્ય છ વ્યકિત સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 12,13,(1)(બી)તથા 13(2) મુજબ ગુનો દાખલ કર્યો છે.આ તપાસમાં માલુમ પડ્યું હતું કે વિરમ દેસાઈએ 1 એપ્રિલ 2006થી 31 માર્ચ 2020 સુધીના ગાળામાં કુલ રૂ. 5.48 કરોડથી વધુની રોકડ વિવિધ બેંક ખાતામાં જમા કરાવી છે. આ ઉપરાંત રૂ. 7.42 કરોડ તેમના તથા પરિવારજનોના નામે સ્થાવર જંગમ મિલકતની ખરીદ પેટે ચૂકવ્યા છે, જ્યારે ચેક પિરિયડના સમયગાળામાં બેંક ખાતામાંથી ઉપાડેલી રોકડ રૂ. 3.08 કરોડ છે. તેમણે પરિવારના બેંક ખાતામાંથી રૂ. 4.61 કરોડ જેટલી માતબર રકમથી વિદેશી હૂંડિયામણ સ્વરૂપે નાણાં પણ ટ્રાન્સફર કર્યા હતા તેમજ વિદેશમાં ધંધાકીય રોકાણ પણ કર્યું હતું. આ ઉપરાંત એસીબીએ વિરમ દેસાઈની અન્ય મિલકતોની તપાસ કરતા તેમની પાસે 3 લક્ઝુરિયસ ફલેટ, 2 વિશાળ બંગલૉ, 11 દુકાનો તેમજ બીએમડબલ્યુ, ઓડી અને જેગુઆર જેવી 11 મોંઘી કાર પણ મળી હતી. વિરમ દેસાઈએ તેમના સગાસબંધીના નામે પણ મિલકતો અને વાહનો વસાવ્યા હોવા અંગે એસીબીએ તપાસ શરૂ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024