મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ટ્રેડિંગના નામે રોકાણની લાલચ આપી અંદાજે 10 કરોડ ફુલેકુ ફેરિવ થયા રફુચકર.
News Jamnagar January 21, 2021
જામનગર
જામનગરમાં ઓમ ટ્રેડિંગમાં રોકાણની લાલચ આપી કસ્ટમરના આશરે ૧૦ કરોડ ઓળવી ગયાની બે મહિલા સહિત સાત સામે ફરીયાદ કાવતરું રચી મુદ્દત પુરી થયા બાદ રૂપીયા પરત નહીં આપી છેતરપિંડી આચરવાનું કૌભાંડ નો થયો પર્દાફાશ છે.
રણવીરપ્રતાપસિંહ સુઘાકરસિંહ દરબાર રહે.ડીફેન્સ કોલોની એરફોર્સ પાસે રહેતાએ સીટી બી ડીવીજનમાં તમામ સાતેય આરોપીઓ સામે પોતાની સાથે છેતરપીંડી થયા ની ફરિયાદ દાખલ કરાવેલ છે.
મૂડી રોકાણ પર માસિક દસ ટકા વ્યાજ આપવાની લાલચ અને અગ્યાર માસ બાદ મુદ્દલ પરત કરવાનો પણ વાયદો કર્યો હતો.
54 લોકો સાથે છેતરપીંડી થયા નું આવ્યું સામે.
જામનગર શહેરમાં પીએન માર્ગ પર આવેલ નિયો સ્ક્વેર બિલ્ડીંગમાં ઓમ ટ્રેડીંગ નામની પેઢી ઓમ ટ્રેડીંગના નામે પિતા પુત્રોએ પેઢી ચાલુ કરી હતી દોઢ વર્ષના ગાળામાં દસેક કરોડ રૂપિયાના ઉઘરાણા કરી લીધા હોવાની વિગતો સામે આવી છે. સીટી બી ડીવીજન પોલીસે આ પ્રકરણના આરોપીઓ સુધી પહોચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ હીરેન મહેન્દ્રભાઇ ઘબ્બા અને તેના પિતા મહેન્દ્રભાઇ ઘબ્બા, અને હસમુખસિંહ જીતુભા પરમાર તોસીફ બશીરભાઇ શેખ નામના ચારેય સખ્સોએ શહેરના પીએન માર્ગ પર આવેલ નિયો સ્ક્વેર બિલ્ડીંગમાં ઓમ ટ્રેડીંગ નામની પેઢી ખોલી હતી. જેમાં રૂપિયા ફેરવવાની યોજના બનાવી આરોપીઓએ સ્કીમ બહાર પાડી જાહેરાત કરી હતી.
આ ચારેય આરોપીઓએ પોતાની ઓફીસમાં જય મહેન્દ્રભાઇ ઘબ્બા, આશાબેન હીરેન ઘબ્બા અને સંગીતાબેન (એકાઉન્ટન્ટ) તમામે મળી છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં શહેરના અનેક આસામીઓને રોકાણ કરાવવા લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. શહેરના એક સો થી ઉપરાંત આસામીઓ પાસેથી દસેક કરોડનું રોકાણ મેળવી લઇ, પેઢીને તાળા મારી દીધા હતા. આ પેઢી સામે ચીટર ટોળકીનો ભોગ બની ચૂકેલ એક્સ આર્મીમેન રણવીરપ્રતાપસિંહ સુઘાકરસિંહ દરબાર રહે.ડીફેન્સ કોલોની એરફોર્સ નં.1 રોડ બાલાજી પાર્ક-3 પ્લોટ નં.83/3 વાળાએ સીટી બી ડીવીજનમાં તમામ સાતેય આરોપીઓ સામે આઈપીસી કલમ 406, 420, 120(બી), 114 તેમજ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્કયુલેશન એકટ 1978 ની કલમ 3,4 અને 5 મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં આરોપીઓએ રૂપીયા રોકવાની લાલચ આપી તેની પાસેથી રૂ.33,00,000 તેમજ તેની સાથે અન્ય 53 સાથીદારો પાસેથી રૂ.2,77,25,000 મળી કુલ રૂા.3,10,25,000 તેમજ અન્ય કસ્ટમરના રૂપીયા મળી કુલ દસેક કરોડ રૂપીયાના ઉઘરાણા કરી, બેન્ક એકાઉન્ટમાં જમાં કરાવી, જે રકમ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લઇ, યોજનાના નિયમ મુજબ મુદત પુરી થયે રૂપીયા પરત નહી આપી રૂપિયા ઓળવી ગયા હતા. આરોપીઓએ આસામીઓ સાથે પૈસા ફેરવવાની યોજના કરી પૈસા ઓળવી જઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી ઠગાઇ કર્યાનો ગુનો નોંધી પીઆઈ કે જે ભોયે સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આરોપીઓએ મૂડી રોકાણ પર માસિક દસ ટકા વ્યાજ આપવાની લાલચ અને અગ્યાર માસ બાદ મુદ્દલ પરત કરવાનો પણ વાયદો કર્યો હતો. પ્રથમ બે-ત્રણ મહીને વ્યાજ આપ્યા બાદ આરોપીઓએ પેઢી બંધ કરી દઈ રફુચક્કર થઇ ગયા હતા.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025