મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અંડર બ્રિજ પાસે લવ રાજકોટ સેલ્ફી ઝોનનું નિર્માણ
News Jamnagar January 21, 2021
આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતેના રૂપિયા ૨૫ કરોડ ૫૩ લાખના ખર્ચે બનેલ અંડરબ્રિજનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
મહાનગર પાલિકાના પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૧ સાયકલ સવારોને ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી.
રાજકોટ તા.૨૧, જાન્યુઆરી- રાજકોટમાં અનેક વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં રાજકોટ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતેના રૂપિયા ૨૫ કરોડ ૫૩ લાખના ખર્ચે બનેલ અંડરબ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું.
રાજકોટ શહેરના મધ્યભાગમાં આવેલ આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આમ રાજકોટની પ્રજાને એક સુંદર નજરાણું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રાપ્ત થયું છે.
અંડર બ્રિજની શરૂઆતમાં “લવ રાજકોટ” સેલ્ફી ઝોનનું પણ નિર્માણ થયું છે.
રાજકોટ મહાનગર પાલિકાના પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૧ સાયકલ સવારોને
ઝંડી આપી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભન્ડેરી, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, રાજુભાઇ ધ્રુવ,શ્રીમતી અંજલિબેન રૂપાણી, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ અધિકારી-પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024