મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નવી 8 GIDC જાહેર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી .
News Jamnagar January 22, 2021
BREAKING NEWS
ગુજરાતમાં આઠ જિલ્લામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો – GIDC સ્થાપવાની જાહેરાત . • આ ૮ વસાહતોમાં મોરબી ખાતે આશરે ૫૦૦ હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક મોડલ એસ્ટેટ બનશે . • દહેજ , સાયખા , અંક્લેશ્વર , હાલોલ , સાણંદ , વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મોડલ એસ્ટેટ બનાવાશે . • રાજ્યની હયાત ૯ ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટીસ્ટોરી શેટ્સ – બહુમાળી શેડ બનાવવામાં આવશે .
રાજ્યના પાંચ જિલ્લા વલસાડ , સુરત , ભરૂચ , વડોદરા અને અમદાવાદમાં ૩૬૦ નવા બહુમાળી શેડ નિર્માણ પામશે . નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા – બનાસકાંઠાનો માર્બલ કટીંગ / પોલીશીંગ ઉદ્યોગ . શેખપાટ – જામનગરનો બ્રાસ ઉદ્યોગ , મોરબીના સિરામિક ઉદ્યોગ . કડજોદરા ગાંધીનગરનો ફૂડ – એગો ઉદ્યોગ , પાટણનો ઓટો ઍસિલરી ઉદ્યોગ . નાગલપર રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ . • આણંદ અને મહીસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે . • આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મીટરના રપ ૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મીટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે . • નવી GIDC ના નિર્માણથી ૨૦,૦૦૦ થી વધુ નવી રોજગારી ઉપલબ્ધ થશે .
ફાઈલ.તસ્વીર
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024