મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હવે થી ચૂંટણીકાર્ડ ફોન અથવા તો લેપટોપમાં ડાઉનલોડ કરી શકાશે વાંચો વધુ વિગત.
News Jamnagar January 22, 2021
જામનગર
કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદ યોજાઈ હતી.
હાલ જામનગર જિલ્લામાં મતદાર યાદીમાં કુલ નવા ૨૭૭૧૮ મતદારો ઉમેરાયા છે જેમાંના ૧૭,૫૫૭ મતદારો યુનિક નંબર ધરાવતા નથી તો આ મતદારોને આ ઝુંબેશમાં ભાગ લઇ તત્કાલ ઇ-ઇપીકમાં નોંધણી કરાવવા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે.
જામનગર તા.૨૨ જાન્યુઆરી,
ભારતીય ચૂંટણીપંચ દ્વારા હાલ ઇ-ઇપીકની કામગીરી ચાલી રહી છે. જામનગર જિલ્લામાં આ ઝુંબેશમાં લોકો જાગૃત થઇ અને વધુમાં વધુ મતદાતા જોડાઇ, ઇ-ઇપીક સુવિધાનો લાભ લે તે માટે કલેક્ટરશ્રી રવિશંકર દ્વારા વર્ચ્યુઅલ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ઇ-ઇપીક ઝુંબેશ અંતર્ગત કોઈપણ વ્યક્તિ પોતાના યુનિક મોબાઈલ નંબર પરથી પોતાનું ચૂંટણીકાર્ડ ફોન અથવા તો લેપટોપમાં ડાઉનલોડ કરી શકે છે અને તેને પ્રિન્ટ પણ કરી શકાશે. સાથે જ જો આ ઇ-ઇપીક કાર્ડમાં મતદાતાને કોઈ વિગતમાં સુધારો કરવાની આવશ્યકતા હોય તો તે અંગે પણ આવશ્યક ડોક્યુમેન્ટ ઉમેરી સુધારા માટેની અરજી પણ કરી શકશે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, ઇ-ઇપીક મતદારો માટે ખૂબ સુવિધાજનક છે. મતદાતા ડિજિટલ ફોર્મેટમાં પોતાના ફોનમાં પોતાનું ચુંટણીકાર્ડ સાચવી શકે છે.આ માટે voter helpline મોબાઇલ એપ અથવા તો https://voterportal.eci.gov.in/, https://nvsp.in/, પરથી ઈ-ઈપીક કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
આ માટે પ્રથમ પોર્ટલ ઉપર રજીસ્ટર અથવા તો લોગીન કરી મતદાતાએ પોતાના એપિક નંબર અને સાથે જ રેફરન્સ નંબર નાખી આગળ વધવું, ત્યારબાદ મતદાતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર ઓટીપી આવશે જેને વેરીફાઈ કર્યા બાદ ઇ-ઇપીક કાર્ડ ડાઉનલોડ થઇ જશે.
જો કોઈ મતદાતાના યુનિક મોબાઈલ નંબર ન હોય તો અથવા તો તે અંગે કેવાયસી ન કરાવેલ હોય તો https://kyc.eci.gov.in પરથી કેવાયસી કરાવવા કેવાયસી લીંક પર કેવાયસી કમ્પ્લીટ કરી ત્યારબાદ ફેસ લાઇવનેસ વેરિફિકેશન કર્યા બાદ પોતાનો યુનિક મોબાઈલ નંબર કેવાયસીમાં અપડેટ કરો. આ ત્રણ પગલાઓ દ્વારા જે મતદાતાઓના યુનિક મોબાઇલ નંબર કેવાયસીમાં અપડેટ થશે આ ઉપરાંત, જે મતદાતાઓ યુનિક મોબાઇલ નંબર ધરાવતા નથી તેઓ ફેશિયલ રેકોગ્નીશન દ્વારા કેવાયસી કરી મોબાઇલ નંબર ઉમેરી ઇ-ઇપીક ડાઉનલોડ કરી શકશે.
હાલ તા.૨૫ જાન્યુઆરીઅથી ૩૧ જાન્યુઆરી સુધી યુનિક નંબર ન ધરાવતા મતદારોની ઇ-ઇપીકમાં નોંધણી ચાલુ છે ત્યારબાદ ફેબ્રુઆરી માસથી દરેક મતદારો માટે આ પ્રક્રિયા ખુલ્લી મુકવામાં આવશે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025