મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ .
News Jamnagar January 22, 2021
રાજકોટ
ગઇકાલ તારીખ ૨૧/૦૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડરનો ગુનો રજીસ્ટર થયેલ જે મર્ડરના ગુનાના આરોપી મહેશ મનસુખભાઇ સદાદીયાનાઓ મર્ડર કરી નાશી ગયેલ હોય જેને તાત્કાલીક ધરપકડ કરવા સુચના કરવામાં આવેલ જે અંગે અમોએ ડી.સી.બી.ની અલગ અલગ ટીમો કાર્યરત કરેલ હતી જેમાં ડી.સી.બી.ના પો.સબ ઇન્સ . એમ.વી.રબારી અને તેની ટીમ પણ કાર્યરત હતી.
જે દરમ્યાન પો.સબ ઇન્સ . એમ.વી.રબારીની ટીમના પો . હેડ કોન્સ . પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઇ બરાલીયાનાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે આ કામનો આરોપી મહેશ સદાદીયાનાઓ ચુનારા વાડ ચોકથી તે કનકનગર પાસે આવેલ પ્રજાપતીની વાડી પાસે આવેલા કારખાને જતો હોવાની ચોકકસ બાતમી મળતા તાત્કાલી બાતમીવાળી જગ્યાએ જતા આરોપી . મળી આવતા નીચે મુજબ અટકાયત કરવામાં આવેલ છે . – આરોપી : મહેશભાઇ મનસુખભાઇ સદાદીયા જાતે સુવાળીયા કોળી ઉવ . ૩૬ ધંધો કારખાનામાં નોકરી રહે . ૨૫ વારીયા કવાર્ટર નંબર ૫૪ / ર શકિત સોસાયટીની બાજુમાં જય જવાન જય કિશાન સોસાયટીની પાસે મોરબી રોડ રાજકોટ
આ કામે મરણજનાર ભાવેશભાઇ કારૂભાઇ ચનીયારા ઉવ . ૨૨ વાળો આ કામના આરોપી મહેશભાઇ મનસુખભાઇ સદાદીયાનાઓનો કૈટુંબીક સાળો થતો હોય અને આ કામના મરણજનાર ઘણા સમયથી આરોપીના ઘરે જ રહેતો હોય જેથી આરોપીએ મરણનારને પોતાના ઘરે આવવાની ના કહેવા છતાં મરણજનાર આરોપીના રહેણાંકે આવતો હોય તે દરમ્યાન ગઇકાલ તા . ૨૧/૦૧/૨૦૨૧ ના રોજ કલાક ૧૩/૩૦ વાગ્યે મરણજનાર આરોપીના રહેણાંકે આવતા તેની સાથે ઝઘડો થતા આરોપીએ મરણજનારને છરીથી છાતીની જમણી સાઈડ તથા ડાબા ગાલ ઉપર તથા ડાબા હાથના બાવળામાં ઘા મારી ગંભીર જીવલેણ ઇજા કરી ભાવેશભાઇ ચનીયારાનું ખુન કરી મહે પો.કમી.સાશ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો તે વિગેરે બાબતે રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી વિપુલભાઇ કારૂભાઇ ચનીયારા રહે , રાજકોટ વાળાએ ફરીયાદ આપતા ગુ.ર.નંબર ૧૧૨૦૮૦૫૧૨૧૦૩.૩ / ૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે .
– ગુનો કરવાનો હેતું: આ કામના મરણજનાર આરોપી મહેશભાઇ મનસુખભાઇ સદાદીયાનાઓનો કૌટુંબીક સાળો થતો હોય મરણજનાર છેલ્લા આઠ – નવ વર્ષથી આરોપીના ઘરે રહેતો હોય અને હાલમાં આરોપીનું રહેણાંક એક રૂમ રસોડુ જ હોય અને આરોપીની દીકરીઓ પણ મોટી થઇ ગયેલ હોય જેથી છેલ્લા ઘણા સમયથી આરોપી મરણજનારને બીજે કયાંક રહેવા માટે જવા જણાવેલ જેથી આરોપી બીજે રહેવા જતો રહેલ તેમ છતાં આરોપીના રહેણાંકે મરણજનાર અવારનવાર આવ – જા કરતો હોય જેથી આરોપી અને મરણજનાર વચ્ચે વારંવાર બોલાચાલી થતી અને ગત તા ૨૧/૦૧/૨૦૨૦૧ ના રોજ આરોપી કરખાનેથી ઘરે જમવા માટે આવેલ ત્યારે આ કામનો મરણજનાર આરોપીના ઘરમાં બેઠો હોય જેથી આ કામના આરોપીએ પોતાની પત્ની અને મરણજનાર બોલાચાલી કરેલ જે દરમ્યાન આરોપીએ ઉશ્કેરાઇ જઇ ઘરમાં શાકભાજી કાપવા રાખેલી છરી લઇ આરોપીએ ફરીને ત્રણથી ચાર ઘા મારી દીધેલ અને લોહી નિકળતા આરોપી ઢળી પડેલ જેથી આરોપી ગભરાઇ જતા તાત્કાલીક પાડોશીની રીક્ષામાં નાંખી તેને કુવાડવા રોડ ઉપર આવેલ મધુરમ હોસ્પીટલ લઇ ગયેલ જે દરમ્યાન આરોપીએ મરનારના સગા વ્હાલાને ફોન કરી દેતા મરણજનાર રસ્તામાં મરણ જતા લાશ સહિત રીક્ષાને મરનારના સગાને સોંપી આરોપી નાશી ગયેલ હતો . આ ગુનાની તપાસ એમ.બી.સુરા પોલીસ ઇન્સપેકટર બી ડીવીઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેરનાઓ ચલાવી રહેલ હોય જેથી આ કામના આરોપીને બી ડીવીઝન પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે .
આ કામગીરી કરનાર અધી . / કર્મચારીઓ : પો.ઇન્સ . વી . કે.ગઢવી તથા પો.સબ ઇન્સ . એમ.વી.રબારી , એ.એસ આઇ . જયેન્દ્રસિંહ એમ . પરમાર , પો.હેડ કોન્સ . પ્રતાપસિંહ ડી . ઝાલા , દીગ્વિજયસિંહ જાડેજા , હરદેવસિંહ જાડેજા , જગદીશભાઇ મેવાડા , પો.કોન્સ . એભલભાઇ બરાલીયા , પુષ્પરાજસિંહ જાડેજા સોકતભાઇ ખોરમ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024