મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
64 દબાણકર્તા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો,
News Jamnagar January 22, 2021
જામનગર
જામનગરઃ શહેર પોલીસે પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ 64 જેટલી વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. શહેરના દરેક વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરી સ્કૂલો બનાવી દેવામાં આવી હતી. જેથી જિલ્લા કલેક્ટર એસ રવિશંકર અને જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનએ દરેડમાં ગેરકાયદેસર દબાણનું નિરીક્ષણ પણ કર્યું હતું. જો કે સ્થાનિકો કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે, ત્યાં જામનગર જિલ્લા પોલીસવડાએ દરેડમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ ગુનો નોંધવાના આદેશ આપ્યા છે.
અને જામનગરમાં પંચકોશી બી ડિવિઝનમાં કુલ 64 જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. જામનગરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો,64 દબાણકર્તા સામે નોંધાઈ ફરિયાદ.
રાજય સરકાર દ્વારા ભુ-માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે લેન્ડ ગ્રેબીંગ કાયદો અમલમાં મુકયો છે. જુદા-જુદા શહેરોમાં ભુ-માફિયાઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં પણ આ કાયદા હેઠળ પ્રથમ ગુન્હો નોંધાયો છે. જામનગરની ભાગોળે આવેલા દરેડ ગામે મસિતીયા ગામ તરફ જવાના રસ્તે આવેલા સર્વે નં.130 અને 131 નંબર પર અનેક ભુ-માફિયાઓએ દબાણ સર્જી સરકારી જમીન પચાવી પાડી છે. કુલ 64 જેટલા ઈસમો સામે નોંધાયો પ્રથમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.તેઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
અગાઉ તમામ 64 જેટલા ઇસમોને વહીવટીતંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી પણ ગેરકાયદે ખોલીઓ અને મકાનો તેમજ દબાણ દૂર કર્યું ન હતું અને હાઈકોર્ટે માં દણકર્તાઓએ અરજી કરી હતી. જામનગર પોલીસના જણાવ્યા અનુસાર હજુ અનેક ઇસમોના નામ તપાસમાં ખુલશે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025